વાંકાનેર નગરપાલિકામાં 13 બેઠકો પર બિનહરીફ વિજય: ભાજપના 11, કોંગ્રેસ-બસપાના 1-1 ઉમેદવાર જીત્યા, હળવદમાં 28 બેઠકો માટે ચૂંટણી યોજાશે

વાંકાનેર નગરપાલિકામાં 13 બેઠકો પર બિનહરીફ વિજય:ભાજપના 11, કોંગ્રેસ-બસપાના 1-1 ઉમેદવાર જીત્યા, હળવદમાં 28 બેઠકો માટે ચૂંટણી યોજાશે
Email :

મોરબી જિલ્લાની વાંકાનેર અને હળવદ નગરપાલિકાની ચૂંટણીમાં રસપ્રદ વળાંક આવ્યો છે. વાંકાનેર નગરપાલિકામાં કુલ 28 બેઠકો પૈકી 13 બેઠકો પર ઉમેદવારો બિનહરીફ જાહેર થયા છે. આ બિનહરીફ ઉમેદવારોમાં ભાજપના 11, કોંગ્રેસના 1 અને બસપાના 1 ઉમેદવારનો સમાવેશ થાય છે. વાંકાનેર નગરપાલિકા માટે કુલ 53 ઉમેદવારી પત્રો ભરાયા હતા, જેમાંથી 7 રદ થયા

અને 1 પાછું ખેંચવામાં આવ્યું છે. બાકી રહેલી 15 બેઠકો માટે 32 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ખેલાશે. બિનહરીફ વિજેતાઓમાં વોર્ડ નંબર 1માંથી 4, વોર્ડ નંબર 5માંથી 4, વોર્ડ નંબર 3 અને 7માંથી 2-2 અને વોર્ડ નંબર 4માંથી 1 ઉમેદવારનો સમાવેશ થાય છે. બીજી તરફ, હળવદ નગરપાલિકામાં કુલ 75 ઉમેદવારી પત્રો ભરાયા હતા,

જેમાંથી 3 રદ થયા અને 2 પાછા ખેંચવામાં આવ્યા છે. હળવદની તમામ 28 બેઠકો માટે ચૂંટણી યોજાશે, જેમાં 70 ઉમેદવારો મેદાનમાં છે. વોર્ડ નંબર 3 અને 6માંથી એક-એક ઉમેદવારે પોતાનું ફોર્મ પાછું ખેંચ્યું છે. આગામી 16 ફેબ્રુઆરીએ યોજાનારી આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં હવે ઉમેદવારો અને રાજકીય પક્ષો દ્વારા ચૂંટણી પ્રચારનો પ્રારંભ કરવામાં આવશે.

Related Post