વડોદરામાં 'અંડર-11 એથ્લેટિક્સ મીટ સિઝન 3.0' યોજાશે: રાજ્યભરમાંથી 3000થી વધુ બાળકોએ નોંધણી કરાવી; 440 વિજેતાઓને 11 લાખના રોકડ પુરસ્કાર ઉપરાંત DLSS પ્રવેશ પરીક્ષાની મંજૂરી મળશે

વડોદરામાં 'અંડર-11 એથ્લેટિક્સ મીટ સિઝન 3.0' યોજાશે:રાજ્યભરમાંથી 3000થી વધુ બાળકોએ નોંધણી કરાવી; 440 વિજેતાઓને 11 લાખના રોકડ પુરસ્કાર ઉપરાંત DLSS પ્રવેશ પરીક્ષાની મંજૂરી મળશે
Email :

વડોદરાના માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પલેક્ષમાં ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટી, બેંક ઓફ ઈન્ડિયા, સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત, ક્રીડા-ભારતી, ગુજરાત પ્રાંત, તેમજ ગુજરાત સ્ટેટ એથ્લેટિક્સ એસોસિયેશનના સંયુક્ત ઉપક્રમે આગામી 8થી 10 ફેબ્રુઆરી 2025 દરમિયાન 'અંડર-11 એથ્લેટિક્સ મીટ સિઝન 3.0' યોજાશે. ઓલિમ્પિક 2036ની તૈયારીના ભાગરૂપે યોજાનારી આ સ્પર્ધામાં રાજ્યભરમાંથી 3000થી વધુ બાળકોએ નોંધણી કરાવી છે. સ્પર્ધાના પ્રથમ

દિવસે અંડર-11 બાળકીઓની સ્પર્ધામાં 769 સ્પર્ધકો, બીજા દિવસે અંડર-9 વિભાગમાં 1121 બાળકો અને ત્રીજા દિવસે અંડર-11 બાળકોની સ્પર્ધામાં 1150 સ્પર્ધકો ભાગ લેશે. સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત, ક્રીડા-ભારતી, બેંક ઓફ ઈન્ડિયા અને ગુજરાત સ્ટેટ એથ્લેટિક્સ એસોસિયેશનના સહયોગથી યોજાનારી આ સ્પર્ધાનું ઉદ્ઘાટન વડોદરાના મેયર પિન્કીબહેન સોની કરશે. સ્પર્ધામાં 400 મીટર, 200 મીટર, 100 મીટર,

60 મીટર દોડ, 60 મીટર હર્ડલ્સ સહિત કુલ 11 રમતોનું આયોજન કરવામાં આવ્યું છે. દરેક રમતમાં પ્રથમ 10 વિજેતાઓને મેડલ, પ્રમાણપત્ર અને રોકડ પુરસ્કાર એનાયત કરાશે. કુલ 440 વિજેતાઓને 11 લાખના રોકડ પુરસ્કાર ઉપરાંત સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા DLSS પ્રવેશ પરીક્ષામાં પ્રવેશની મંજૂરી આપવામાં આવશે, જે તેમના ભવિષ્યના સ્પોર્ટ્સ કરિયરને પ્રોત્સાહન આપશે.

Related Post