ન્યુ ગુજરાત સ્ટિંગ: 50ના સ્ટેમ્પ પેપરના રૂ.70 સુધી વસૂલાયા

ન્યુ ગુજરાત સ્ટિંગ:50ના સ્ટેમ્પ પેપરના રૂ.70 સુધી વસૂલાયા
Email :

નોટરી અને સોગંદનામું કરવા માટે જે સ્ટેમ્પ પેપરનો વપરાશ થાય છે તે 50 રૂપિયાના સ્ટેમ્પ પેપરની હાલમાં અત્યારે સૌથી વધુ ડિમાન્ડ છે. ખાસ કરીને નોન ક્રીમિલેયર સર્ટિફિકેટ કઢાવવા માટે મહત્ત્વના દસ્તાવેજ પૈકી રૂ.50ના સ્ટેમ્પ પેપરનો પણ સમાવેશ થાય છે. અત્યારે સ્ટેમ્પ વેન્ડરો માટે ઉઘાડી લૂંટ શરૂ કરી છે. જે સ્ટેમ્પ પેપરનો નિયત ભાવ રૂ.50 છે. આમ છતાં તેના રૂ.60, 70 સુધી વસૂલાત કરવામાં આવે છે. સોમવારે ન્યુ ગુજરાતની ટીમ

જલારામ ચોક નજીક, સ્વામિનારાયણ ચોક, કેનાલ રોડ, મોચી બજાર અને ગોંડલ રોડ પર આવેલ સમૃદ્ધિ ભવનમાં સ્ટેમ્પ વેન્ડર પાસે પહોંચી હતી. વેન્ડરોને વધારાનો ચાર્જ વસૂલવા અંગેનું કારણ પૂછતા તેઓએ ફોર્મ ભરવાનો તેમજ અમારો સર્વિસ ચાર્જ લાગુ પડે. આ સિવાય અત્યારે આટલો જ ભાવ ચાલે તેમ જણાવ્યું હતું. ગોંડલ રોડ, સમૃદ્ધિ ભવન બપોરે 12.30 કલાકે ઓફિસમાં જઈને રૂ.50નો સ્ટેમ્પ પેપર જોઈએ છે તેમ પૂછતાં કર્મચારીએ કહ્યું કે, અત્યારે નહિ મળે.

કારણ કે, સાઈટ બંધ છે. બપોર બાદ આવો. ન્યુ ગુજરાતે પૂછ્યું કાલે આવીએ તો ચાલે? કેટલો ચાર્જ થશે? તેમ પૂછતા ઓપરેટરે કહ્યું કે, ચાલશે અને રૂ.70 થશે? વધારાનો ચાર્જ વસૂલવા અંગેના કારણમાં તેમણે કહ્યું કે, અમારો ચાર્જ લાગુ થાય. તે તમારે ચૂકવવો પડે. કેનાલ રોડ બપોરે 1.03 કલાકે ન્યુ ગુજરાતની ટીમ ઓફિસમાં જઈને રૂ.50નો સ્ટેમ્પ પેપર છે? તેના જવાબમાં વેન્ડરે હા બોલી હતી અને કહ્યું કે, રૂ.60 થશે. ન્યુ

ગુજરાતની ટીમે સ્ટેમ્પ પેપર ખરીદવા માટે આધારકાર્ડ આપ્યું અને વધારાના ચાર્જ અંગે પૂછ્યું તો કહ્યું કે, ચાર્જ લાગે છે. ફોર્મ ભરવાનું આવે કે કેમ? તેના જવાબમાં તેઓએ જણાવ્યું કે, ફોર્મ ના ભરો તો ચાલે. ન્યુ ગુજરાતે રૂ.60 ચૂકવીને સ્ટેમ્પ પેપરની ખરીદી કરી. ન્યુ ગુજરાતની ટીમે પૂછ્યું તો સ્ટેમ્પ પેપર વેન્ડરે કહ્યું કે, ફોર્મ ભરવાનો, અમારો ચાર્જ લાગુ પડે, અત્યારે બધા આટલા જ વસૂલે છે મોચી બજાર, જૂની કોર્ટ પાસે

બપોરે 2.30 કલાકે મોચી બજારમાં આવેલા સ્ટેમ્પ વેન્ડર પાસેથી રૂ.50નો સ્ટેમ્પ પેપર જોઇએ છે તેવું કહેતા તેમણે જણાવ્યું કે, અત્યારે નહિ સાંજે 4.30 કલાકે આવજો અને શેના માટે જોઇએ છે તેમ પૂછ્યું હતું. ન્યુ ગુજરાતે નોન ક્રીમિલેયર સર્ટિફિકેટ કઢાવવા જોઈએ છે. તેમ જણાવીને ચાર્જ પૂછ્યો તો રૂ.70 કહ્યું. વધારાના ચાર્જનું કારણ પૂછ્યું તો કહ્યું કે, સસ્તા ભાવે જોઈતો હોય તો આગળ નજીકના કેન્દ્રએ જાવ. સ્વામિનારાયણ ચોક સવારે 11.45 કલાકે ન્યુ

ગુજરાતની ટીમ પહોંચી ત્યારે ઓફિસમાં સ્ટેમ્પ પેપર લેનારની સંખ્યા વધારે હતી. લોકો બહાર ઊભા હતા. જ્યારે ન્યુ ગુજરાતની ટીમનો નંબર આવ્યો ત્યારે વેન્ડરને પૂછ્યું કે, 50નો સ્ટેમ્પ પેપર મળશે? અને શું ચાર્જ થશે? વેન્ડરે રૂ.60 કહ્યું હતું. વધારાના ચાર્જનું કારણ પૂછતાં વેન્ડરે કહ્યું કે, રૂ.10એ ફોર્મ ભરવાના થાય. તમે ફોર્મ ભરીને લેતા આવો. કાળાબજાર | ન્યુ ગુજરાતે કેનાલ રોડ પર આવેલા સ્ટેમ્પ વેન્ડરને રૂ.60 ચૂકવીને 50નો સ્ટેમ્પ પેપર ખરીદ્યો

Leave a Reply

Related Post