રેડ કાર્પેટ પર ઉર્વશી રૌતેલાનો ડ્રેસ ફાટ્યો!: સોશિયલ મીડિયા યુઝર્સે કરી ટ્રોલ, કહ્યું- પહેલી એક્ટ્રેસ જોઈ, જે ફાટેલા કપડામાં ફ્લાઇંગ કિસ આપે છે

રેડ કાર્પેટ પર ઉર્વશી રૌતેલાનો ડ્રેસ ફાટ્યો!:સોશિયલ મીડિયા યુઝર્સે કરી ટ્રોલ, કહ્યું- પહેલી એક્ટ્રેસ જોઈ, જે ફાટેલા કપડામાં ફ્લાઇંગ કિસ આપે છે
Email :

ઉર્વશી રૌતેલા લાઇમલાઇટમાં રહે છે. બોલિવૂડ એક્ટ્રેસ સોશિયલ મીડિયા સેન્સેશન પણ છે. તેનાં નિવેદનોથી લઈને તેના ડ્રેસ સુધી, બધું જ સોશિયલ મીડિયા પર વાઇરલ રહે છે. ક્યારેક લોકોને તેની સ્ટાઇલ અને વલણ ખૂબ ગમે છે, તો ક્યારેક તે ભારે ટ્રોલ થાય છે. હાલ એક્ટ્રેસ કાન ફિલ્મ ફેસ્ટિવલની રેડ કાર્પેટ ઈવેન્ટને કારણે ચર્ચામાં છે. આ વર્ષે ઉર્વશી રૌતેલા બીજી વખત કાન ફિલ્મ ફેસ્ટિવલના રેડ કાર્પેટ પર હાજર રહી. ઓપનિંગ ઈવેન્ટમાં એક્ટ્રેસના સવાચાર લાખનો ક્રિસ્ટલ પોપટ લાઇમલાઇટ ખેંચી ગયો. તો આ વખતે એક્ટ્રેસનો ડ્રેસ ફાટેલો દેખાયો, જેના કારણે તેને ટ્રોલ કરવામાં આવી રહી છે. ઉર્વશી વોર્ડરોબ માલફંક્શનનો શિકાર બની!
ઉર્વશી, જે પોતાની અનોખી સ્ટાઇલ અને ફેશન માટે જાણીતી છે. તે ઇન્ટરનેટ પર ધૂમ મચાવે છે, તેને આ વખતે ઉપ્સ મૂવમેન્ટનો શિકાર થવું પડ્યું છે. રેડ કાર્પેટ પર કેમેરા સામે પોઝ આપતી વખતે તેના ડ્રેસમાં આર્મ પિટ પાસે ફાટેલો ભાગ જોવા મળ્યો. પહેલા તો કેટલાક લોકોને લાગ્યું કે કદાચ એ કોઈ ડિઝાઇન હશે, પરંતુ એવું નહોતું, એક્ટ્રેસનો ડ્રેસ ફાટી ગયો હતો. રેડ કાર્પેટ પર ફાટેલા ડ્રેસે નેટિઝન્સનું ધ્યાન ખેંચ્યું અને તે તરત જ વાઈરલ થઈ ગયું. હવે લોકો સતત સવાલ કરી રહ્યા છે કે- શું તેણે આ ડ્રેસ જાણીજોઈને સમાચારમાં રહેવા માટે પહેર્યો હતો કે પછી રેડ કાર્પેટ પર આવ્યા પછી તે વોર્ડરોબ માલફંક્શનનો શિકાર બની હતી. વીડિયો પર યુઝર્સે કરી ટ્રોલ
વીડિયો વાઇરલ થતાં સોશિયલ મીડિયા યુઝર્સ અલગ-અલગ પ્રકારની કોમેન્ટ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું- તેનું નસીબ ખરાબ ચાલી રહ્યું છે. પહેલા ડ્રેસ દરવાજામાં ફસાયો (આ વીડિયો 2024નો છે, હાલ સોશિયલ મીડિયા પર વાઇરલ થયો) અને હવે ડ્રેસ ફાટી ગયો. બીજા યુઝરે કહ્યું- પ્રથમ ભારતીય એક્ટ્રેસ છે, જેની સાથે કાનમાં સતત ખરાબ થઈ રહ્યું છે. તો અન્ય યુઝરે કોમેન્ટ કરી કે- પહેલી એક્ટ્રેસ છે, જે ફાટેલા ડ્રેસમાં ફ્લાઇંગ કિસ આપી રહી છે. એકે લખ્યું- તેની હેરસ્ટાઇલ હંમેશાં એવી કેમ હોય છે, જાણે તે હજુ પણ 2000ના મિસ યુનિવર્સ સ્પર્ધામાં છે. તેની ક્યારેય સાદી સ્ટાઇલ નથી હોતી, તાજ પહેરવા માટે પફ હંમેશાં તૈયાર હોય છે.

ઉર્વશી રૌતેલાના લુકની એક ઝલક:- ઉર્વશી રૌતેલાનો સવાચાર લાખનો ક્રિસ્ટલ પોપટ લાઇમલાઇટ ખેંચી ગયો
કાન ફેસ્ટિવલના પહેલા દિવસે મંગળવારે (13 મે)ના રોજ 'ડાકુ મહારાજ'ની એક્ટ્રેસ ઉર્વશી રૌતેલા રેડ કાર્પેટ પર મલ્ટીકલર ગાઉન પહેરીને આવી હતી. ઉર્વશીએ તેના ડાયમંડ ક્રાઉન અને પોપટ ક્લચથી બધાનું ધ્યાન ખેંચ્યું. ઉર્વશીએ જુડિથ લીબર દ્વારા બનાવેલો 5,000 ડોલર(₹4,68,064.10)નો ક્રિસ્ટલ પોપટ ક્લચ પહેર્યો હતો. ઉર્વશી રૌતેલા ફિલ્મ ‘પાર્ટિર ઉન જોર’ (લિવ વન-ડે)ના ઉદ્ઘાટન સમારોહ અને સ્ક્રીનિંગ માટે રેડ કાર્પેટ પર ચાલી હતી. રંગબેરંગી આઉટફિટ પહેરેલી ઉર્વશીએ તાજ અને પોપટ આકારના ક્રિસ્ટલ-એમ્બેડેડ ક્લચ સાથે પોતાનો લુક પૂર્ણ કર્યો. રેડ કાર્પેટ પરથી ઉર્વશીના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર છવાઈ ગયા છે. એક્ટ્રેસે કાર્પેટ પર વોકિંગ માટે વાદળી, લાલ અને પીળા રંગનો સ્ટ્રેપલેસ સ્ટ્રક્ચર્ડ આઉટફિટ પસંદ કર્યો હતો. ઉર્વશીએ મેચિંગ તાજ સાથે પોતાનો લુક પૂર્ણ કર્યો, પણ બધાની નજર તેના પોપટ સ્ફટિક-જડિત ક્લચ પર હતી. એક ફોટામાં ઉર્વશી પોપટ આકારની બેગ પકડીને એને કિસ કરતી જોવા મળી. કાન 2025માં ભારતની 4 ફિલ્મ દર્શાવવામાં આવશે
આ વર્ષે ભારતની 4 ફિલ્મ કાન ફિલ્મ ફેસ્ટિવલમાં દર્શાવવામાં આવશે, જેમાં ઇશાન ખટ્ટર, જાન્હવી કપૂર અને વિશાલ જેઠવા અભિનિત ફિલ્મ 'હોમબાઉન્ડ'નો સમાવેશ થાય છે, જે 'અન સર્ટેન રિગાર્ડ' વિભાગમાં દર્શાવવામાં આવશે. અહેવાલો અનુસાર, આ ત્રણેય સ્ટાર્સ રેડ કાર્પેટ પર પણ જોવા મળશે. ઉપરાંત દિગ્દર્શક નીરજ ઘાયવાન અને ફિલ્મ-નિર્માતા કરણ જોહર પણ આ મહોત્સવમાં ભાગ લેશે. અન્ય ફિલ્મોમાં 'તન્વી ધ ગ્રેટ', 'અ ડોલ મેડ ઓફ ક્લે' અને સત્યજિત રેની 1970ની ક્લાસિક 'અરણ્યેર દિન રાત્રિ'નો સમાવેશ થાય છે. સત્યજિત રેની ફિલ્મના સ્ક્રીનિંગ માટે વરિષ્ઠ અભિનેત્રી શર્મિલા ટાગોર પણ કાન પહોંચી ગયાં છે.

Leave a Reply

Related Post