અમેરિકાના લોસ એન્જલસના રસ્તાઓ પર આગચંપી: પ્રદર્શનકારીઓએ સેંકડો વાહનોને ફૂંકી માર્યાં; ટ્રમ્પે કહ્યું, શહેરને ટૂંક સમયમાં ગેરકાયદે ઇમિગ્રન્ટ્સથી મુક્ત કરાવીશું

અમેરિકાના લોસ એન્જલસના રસ્તાઓ પર આગચંપી:પ્રદર્શનકારીઓએ સેંકડો વાહનોને ફૂંકી માર્યાં; ટ્રમ્પે કહ્યું, શહેરને ટૂંક સમયમાં ગેરકાયદે ઇમિગ્રન્ટ્સથી મુક્ત કરાવીશું
Email :

અમેરિકાના લોસ એન્જલસમાં ગેરકાયદે ઇમિગ્રન્ટ્સ સામે કડક કાર્યવાહીના વિરોધમાં ત્રણ દિવસથી ચાલી રહેલા વિરોધપ્રદર્શને હિંસક સ્વરૂપ ધારણ કરી લીધું છે. પ્રદર્શનકારીઓએ શહેરના અનેક રસ્તાઓ પર આગચાંપી દીધી છે. આ દરમિયાન અનેક વાહનોને આગચાંપી ફૂંકી મારવામાં આવ્યાં હતાં. આ દરમિયાન ઘણા પ્રદર્શનકારી મેક્સિકોના ઝંડા સાથે પ્રદર્શન કરી રહ્યા હતા. પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે યુએસ નેશનલ ગાર્ડે ભારતીય સમય મુજબ રવિવારે મોડીરાત્રે પ્રદર્શનકારી પર ટિયરગેસના શેલ છોડ્યા અને ભીડને

પાછળ ધકેલી હતી. આ ઘટના મેટ્રોપોલિટન ડિટેન્શન સેન્ટરની બહાર બની હતી, જ્યાં વિરોધીઓ એકઠા થયા હતા. કેટલાક પ્રદર્શનકારીઓ "ગો હોમ"ના નારા લગાવી રહ્યા હતા. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પર લખ્યું કે આ શહેર ગેરકાયદે ઇમિગ્રન્ટ્સ દ્વારા કબજે કરવામાં આવ્યું છે અને એ ટૂંક સમયમાં મુક્ત કરવામાં આવશે. લોસ એન્જલસમાં લાગેલી આગના ફોટા... લોસ એન્જલસમાં નેશનલ ગાર્ડ તહેનાત રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે લોસ એન્જલસમાં પરિસ્થિતિને નિયંત્રિત કરવા માટે

2000 નેશનલ ગાર્ડ્સ મોકલ્યા છે, જોકે કેલિફોર્નિયાના ગવર્નર ગેવિન ન્યૂસમ અને લોસ એન્જલસના મેયર કરેન બેસે નેશનલ ગાર્ડ્સ મોકલવાનો વિરોધ કર્યો છે. આ પહેલીવાર છે, જ્યારે કોઈ રાજ્યના નેશનલ ગાર્ડને ગવર્નરની મંજૂરી વિના મોકલવામાં આવ્યા હોય. સરકારે 6-7 જૂનના રોજ લોસ એન્જલસમાં ગેરકાયદે ઇમિગ્રન્ટ્સ સામે ઝુંબેશ શરૂ કરી હતી. આનો વિરોધ થઈ રહ્યો છે. આ કાર્યવાહી રાષ્ટ્રપતિ ટ્રમ્પની દેશનિકાલ નીતિનો એક ભાગ છે. પ્રદર્શનકારીઓએ પોલીસ પર પથ્થરમારો

અને ફટાકડા ફોડ્યા હતા આ પહેલાં રવિવારે સવારે ભારતીય સમય મુજબ વિરોધપ્રદર્શન થયાં હતાં. આ દરમિયાન પ્રદર્શનકારીઓએ પોલીસ પર પથ્થરમારો અને ફટાકડા ફેંક્યા હતા. આ ઉપરાંત પ્રદર્શનકારીઓએ સુરક્ષા દળો અને ઇમિગ્રેશન અને કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટ (ICE) પર ટિયરગેસના શેલ અને પેટ્રોલ-બોમ્બ ફેંક્યા હતા. અનેક સરકારી ઇમારતો અને વાહનો પર સ્પ્રે પેઇન્ટથી નારા લખ્યા હતા, એક સ્ટ્રિપ મોલમાં આગ લગાવવામાં આવી હતી અને ઘણી દુકાનોમાં તોડફોડ કરવામાં આવી હતી.

પ્રદર્શનકારીઓ મેક્સિકન ધ્વજ પણ લઈને આવ્યા હતા અને 'ICE લોસ એન્જલસથી બહાર જાઓ' જેવા નારા લગાવ્યા હતા. આ પછી 100થી વધુ લોકોની અટકાયત કરવામાં આવી હતી. લોસ એન્જલસમાં થયેલા હિંસક વિરોધપ્રદર્શનના ફોટા.... 3000 ઇમિગ્રન્ટ્સની ધરપકડ કરવાનું લક્ષ્ય છે ટ્રમ્પની ડિપોર્ટેશન પોલિસી હેઠળ ICEનો ઉદ્દેશ રેકોર્ડ સંખ્યામાં દસ્તાવેજી વિનાના ઇમિગ્રન્ટ્સને ધરપકડ કરવાનો અને દેશનિકાલ કરવાનો છે, દરરોજ 3,000નો ટાર્ગેટ છે. દરોડા પાડવાનું એક કારણ કેટલાક ઉદ્યોગપતિઓ દ્વારા ખોટા દસ્તાવેજોનો

ઉપયોગ કરવાનો પણ છે. અધિકારીઓના મતે, દરરોજ લગભગ 1600 ગેરકાયદે ઇમિગ્રન્ટ્સ પકડાઈ રહ્યા છે. ખરેખરમાં હોમલેન્ડ સિક્યોરિટી વિભાગે દાવો કર્યો હતો કે એક હજાર વિરોધીઓએ ફેડરલ ઓફિસને ઘેરી લીધી હતી અને ICE અધિકારીઓ પર હુમલો કર્યો હતો. આ પ્રદર્શનકારીઓ મુખ્યત્વે ઇમિગ્રન્ટ સમુદાયના સમર્થકો, સ્થાનિક રહેવાસીઓ અને ઇમિગ્રન્ટ અધિકાર માટે કામ કરતાં સંગઠનો, જેમ કે કોએલિશન ફોર હ્યુમન ઇમિગ્રન્ટ રાઇટ્સ અને નેશનલ ડે લેબરર ઓર્ગેનાઇઝિંગ નેટવર્કના સભ્યો છે.

Leave a Reply

Related Post