Summerમાં ત્વચાને સુંદર અને સુરક્ષિત રાખવા કરો આંબાના પાનનો ઉપયોગ:

Summerમાં ત્વચાને સુંદર અને સુરક્ષિત રાખવા કરો આંબાના પાનનો ઉપયોગ
Email :

ઉનાળાની સિઝનમાં યુવતીઓને ત્વચાની સંભાળ રાખવી એ મોટી સમસ્યા બની જાય છે. યુવતીઓએ ઓફિસના કામને લઈને તેમજ કોલેજમાં પણ મહત્વના પ્રોગ્રામને લઈને ભરબપોરે પણ બહાર નીકળવું પડે છે. ગરમીમાં હીટવેવના મોજાનો સામનો કરતા ત્વચા ટેન થઈ જાય છે. તેમજ વારંવાર ચહેરા પર પરસેવો થવાના કારણે ગરમીમાં ખીલની સમસ્યા પણ વકરે છે. આવા સમયે ત્વચાની કેવી રીતે કાળજી રાખવી અને કેવી રીતે લાંબા સમય સુધી તેની સંભાળ રાખવી તેને લઈને યુવતીઓ અનેક પ્રયોગ કરે છે છતાં કોઈ નક્કર પરિણામ મળતું નથી. આખરે તેઓ થાકી હારીને ડર્મેટોલોજીસ્ટ પાસે જાય છે. પરંતુ અમે તમને ગરમીમાં ત્વચાની સંભાર રાખવા સિમ્પલ અને સરળ રીત બતાવવા જઈ રહ્યા છીએ. ત્વચાની સુંદરતા જાળવી રાખવા તમારે દવાઓ લેવાની જરૂર નહી પડે અને ના તો બ્યુટી પાર્લરમાં જઈ વધુ સમય ખર્ચ કરવો પડશે.

ગરમીની સિઝનમાં કેરી તમામ લોકોનું પ્રિય ફળ છે. અને આ કેરીના પાન એટલે કે આંબાના પાન પણ ત્વચા માટે ફાયદાકારક સાબિત થાય છે. આંબાના પાનનો ઉપયોગ કરી તમે ત્વચા સંબંધિત સમસ્યા દૂર કરી શકો છો.

ફેસ માસ્ક તરીકે ઉપયોગ

આંબાના પાનનો ફેસ માસ્ક તરીકે ઉપયોગ થઈ શકે છે. આંબાના પાનનો ફેસ માસ્ક બનાવવા તમે તાજા પાનનો ઉપયોગ કરો. 5 - 6 આંબાના પાનને થોડું પાણી લઈ ક્રશ કરી પેસ્ટ બનાવો. આ પેસ્ટ બની જાય ત્યાર બાદ તેમાં તાજું દહીં ઉમેરો. યાદ રાખો કે આ દહીં ખાટું ના હોવું જોઈએ. દહીં અને પેસ્ટનું યોગ્ય મિશ્રણ કરી તેને ચહેરા પર લગાવો અને 15-20 મિનિટ સુધી રહેવા દો અને ત્યારપછી હૂંફાળા પાણીથી તેને ધોઈ લો.

ગરમીમાં ત્વચા સુરક્ષિત 

કેરીના પાનથી તમે ત્વચાને ગરમીમાં સુરક્ષિત રાખી શકશો. એટલે કે હિટવેવથી રક્ષણ મેળવવા તમે કુદરતી ટોનર તરીકે આંબાના એટલે કે કેરીના પાનનો ઉપયોગ કરી શકો છો. આ માટે તમે 2-3 કપ જેટલા પાણીમાં 4-5 તાજા કેરીના પાન નાખીને આ પાણી ઉકાળો. હવે આ પાણીને 10 મિનિટ જેટલું ઉકાળ્યા બાદ ગાળીને ઠંડુ કરો. આ પાણીથી તમે વારંવાર પોતાનો ફેસ સાફ કરી શકો છો. આમ કરવાથી તમારા ચહેરા પરના ડાઘ પણ દૂર થશે અને તમારી ત્વચાનો રંગ પણ સુધરશે. દરરોજ આ પાણીને ફેસવોશ તેમજ કોટનથી સ્પ્રે કરીને ટોનર તરીકે ઉપયોગ કરો.

કેરીના પાનનો પાઉડર લાભકારક

કેરીના પાનનો પાવડર બનાવીને કેટલાક લોકો સ્ટોર કરતા હોય છે. આ સ્ટોર કરેલ પાઉડરને તમે ઉનાળાની સિઝન બાદ પણ ઉપોયગ કરી શકો છો. આ માટે, આંબાના પાનને ઠંડા છાંયડામાં સૂકવો. તે કડક થાય એટલે તમે તેને મિકસરમાં ક્રશ કરીને તેનો પાવડર બનાવો. પછી આ પાવડરને દહીં અથવા ગુલાબજળ સાથે મિક્સ કરીને પેસ્ટ બનાવો. હવે આ પેસ્ટને તમારા ચહેરા પર લગાવો અને 15-20 મિનિટ માટે રહેવા દો. સુકાઈ ગયા પછી, હુંફાળા પાણીથી ધોઈ લો.

આંબાના પાન (અમ્બા પત્તા)માં એન્ટીબેક્ટેરિયલ, એન્ટીઑક્સિડન્ટ અને એન્ટિઈન્ફ્લેમેટરી ગુણધર્મ રહેલા હોવાથી ત્વચા માટે ઘણાં ફાયદાકારક ગણાય છે. આંબાના પાનમાંથી બનાવવામાં આવેલ પેસ્ટનો સ્ક્રબ તરીકે પણ ઉપયોગ કરી શકાય છે. જે લોકોને સ્કીન પ્રોબ્લેમ રહેતો હોય તેમણે આંબાના પાન વાપરતાં પહેલાં તમારી ત્વચા પર પેચ ટેસ્ટ જરૂર કરવો. આંબાના પાનનો ઉપયોગ પિંપલ્સ અને ત્વચા પરના ડાઘ ઓછા કરવામાં મદદ કરવા સાથે બેક્ટેરિયલ ઇન્ફેક્શન દૂર કરવામાં પણ મદદ કરે છે.

Leave a Reply

Related Post