વડોદરામાં બ્લેક આઉટને મિશ્ર પ્રતિસાદ: સોસાયટી, દુકાનો અને સ્ટ્રીટ લાઈટ્સ બંધ રહી, રસ્તાઓ પર વાહનો દોડતા રહ્યા

વડોદરામાં બ્લેક આઉટને મિશ્ર પ્રતિસાદ:સોસાયટી, દુકાનો અને સ્ટ્રીટ લાઈટ્સ બંધ રહી, રસ્તાઓ પર વાહનો દોડતા રહ્યા
Email :

પહેલગામ આતંકી હુમલાની ઘટના બાદ પાકિસ્તાન સરહદ પર તણાવભરી સ્થિતિ સર્જાઈ છે. પાકિસ્તાન તરફથી સતત સિઝફાયરનું ઉલ્લંઘન કરાઈ રહ્યું છે. ત્યારે દેશના સિવિલ ડિફેન્સ ડિસ્ટ્રિક્ટમાં આજે (7 મે)ના રોજ મોકડ્રિલનું આયોજન કરાયું

હતું. ગુજરાતના 18 જિલ્લાઓમાં પણ આજે સાંજે 4થી 8 વાગ્યા દરમિયાન મોકડ્રિલ યોજાઈ ત્યારે વડોદરામાં પણ બે જગ્યાએ સાંજે મોકડ્રિલ યોજાઈ હતી.આ 4 કલાક દરમિયાન લોકોને યુદ્ધની સ્થિતિમાં શું કરવું? તેની સમજ

અપાઈ. મોકડ્રિલ દરમિયાન સાયરનો વગાડાયા. મોકડ્રિલ પૂર્ણ થયા બાદ હાલ બ્લેક આઉટ શરૂ કરવામાં આવ્યું છે. જો કે, બ્લેકઆઉટ દરમિયાન પણ શહેરના કેટલાક રસ્તાઓ પર વાહનો લાઈટ્સ સાથે દોડતા જોવા મળ્યા હતા.

Leave a Reply

Related Post