સીરપમાં ડ્રગ્સનું કન્ટેન્ટ મળ્યું: વડોદરા SOG દ્વારા યાકુતપુરા વિસ્તારોમાંથી કોડીનના જથ્થાને ઝડપી પાડયો, એક આરોપીની અટકાયત, એક વોન્ટેડ

સીરપમાં ડ્રગ્સનું કન્ટેન્ટ મળ્યું:વડોદરા SOG દ્વારા યાકુતપુરા વિસ્તારોમાંથી કોડીનના જથ્થાને ઝડપી પાડયો, એક આરોપીની અટકાયત, એક વોન્ટેડ
Email :

વડોદરા શહેરમાં કોડીન (નશાકારક કફ સીરપ) ડોક્ટરના કે કોઈપણ લાયસન્સ વગર વેપાર કરતાં શખસને વડોદરા શહેર SOG દ્વારા રેડ કરી ઝડપી લેવામાં આવ્યો છે. આ ઈસમ પાસેથી 64 હજારથી વધુનો મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો છે અને NDPS એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. આ સાથે એક આરોપીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. નશાકારક કફ સીરપના જથ્થાને ઝડપી પાડ્યો વડોદરા શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે. આ સાથે જ શહેરમાં નાર્કોટિક્સ તેમજ કેમિકલ્સ પેટ્રોલિયમ પદાર્થોની ગેરકાયદેસર પ્રવૃત્તિ અટકાવવા માટે વડોદરા શહેર SOG પોલીસ દ્વારા અવારનવાર કાર્યવાહી કરવામાં આવતી હોય છે ત્યારે ગતરોજ રાત્રે શહેરના યાકુતપુરા મિનારા મસ્જિદ પાછળ પહેલવાનના ખાંચામાં રહેતો

ફિરોજ શેખ અને તેની પત્ની તેના ઘરમાં નશાકારક કફ સીરપનો જથ્થો સંતાડી રાખી હોવાની બાતમી SOGને મળી હતી. જેના આધારે SOGની ટીમે રેડ કરી બાતમીના આધારે આ જગ્યા પરથી નશાકારક કફ સીરપનો જથ્થાને ઝડપી પાડ્યો હતો. કુલ 64 હજારનો મુદ્દામલ જપ્ત કરવામાં આવ્યો વડોદરા SOG દ્વારા આ અંગે વડોદરા ફૂડ એન્ડ ડ્રગ્સ ઇન્સ્પેક્ટર સાથે જ FSLની ટીમ સ્થળ પર બોલાવી. આ ડોક્ટરની સલાહ મુજબ કે કોઈપણ લાયસન્સ કે પરમિટ વગર ગેરકાયદેસર કોડીનનો નશાકારક કફ સીરપનો વેપાર કરતા તેઓની પાસેથી 25 નંગ જેટલી બોટલો સાથે સાધન-સામગ્રી, પ્લાસ્ટિકની બેગ, મોબાઈલ રોકડ રકમ મળી કુલ 64 હજારનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવે છે. આ

શખસ વિરુદ્ધ સીટી પોલીસ સ્ટેશનમા NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. 45 દિવસમાં NDPSના કુલ આઠ ગુના નોંધાયા SOG દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં આરોપી મોહમ્મદ ફિરોજ ગુલામજીલાની શેખ (ઉંમર વર્ષ 42 રહે ગ્રાઉન્ડ ફ્લોર પહેલવાનનો ખર્ચો મિનારા મસ્જિદ પાછળ યાકુતપુરા વડોદરા)ને ઝડપી વધુ કાર્યવાહી હાથ ધરી

છે. તો એક શખસને વોન્ટેડ જાહેર કરી તેની શોધખોળ હાથ ધરી છે. આ કામગીરીમાં વડોદરા શહેર SOG પોલીસ ઇન્સ્પેક્ટર એસ.ડી.રાતડા સહિતની ટીમે આ કામગીરી હાથ ધરી હતી. આ સિવાય જિલ્લા 45 દિવસમાં NDPSના કુલ આઠ ગુના નોંધાયેલ છે. જેમાં 28 લાખથી વધુનો મુદ્દામાલ સાથે 14 આરોપીઓની અટકાયત કરવામાં આવી છે.

Related Post