ગુજરાત આજે જીતશે તો ફરી ટેબલ ટૉપર બનશે: રાજસ્થાન સામે સામને કરશે; RR પોતાના હોમગ્રાઉન્ડ પર અત્યાર સુધી GT સામે જીતી શક્યું નથી

ગુજરાત આજે જીતશે તો ફરી ટેબલ ટૉપર બનશે:રાજસ્થાન સામે સામને કરશે; RR પોતાના હોમગ્રાઉન્ડ પર અત્યાર સુધી GT સામે જીતી શક્યું નથી
Email :

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025માં આજે રાજસ્થાન રોયલ્સ (RR) અને ગુજરાત ટાઈટન્સ (GT) વચ્ચે મુકાબલો થશે. સીઝનની 47મી મેચ જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં સાંજે 7:30 વાગ્યાથી રમાશે. બંને ટીમનો સીઝનમાં બીજી વાર સામનો થશે. પાછલી મેચમાં ગુજરાતે પોતાના હોમ ગ્રાઉન્ડ પર રાજસ્થાનને 58 રનથી હરાવ્યું હતું. 2022ની ચેમ્પિયન ગુજરાત પાસે 8માંથી 6 જીત અને 2 હારની સાથે 12 પોઇન્ટ્સ છે. 2008ની વિજેતા રાજસ્થાને 18મી

સીઝનમાં અત્યાર સુધી 9માંથી માત્ર 2 મેચ જીતી અને 7 હારી છે. મેચ ડિટેલ્સ, 47મી મેચ RR Vs GT તારીખ- 28 એપ્રિલ સ્ટેડિયમ- સવાઈ માનસિંહ સ્ટેડિયમ, જયપુર સમય: ટૉસ- 7:00 PM, મેચ સ્ટાર્ટ - 7:30 PM હેડ ટુ હેડમાં ગુજરાત આગળ IPLમાં બંને ટીમ વચ્ચે અત્યાર સુધી 7 મેચ રમાઈ છે. તેમાં ગુજરાતે 6 અને રાજસ્થાને 1 મેચ જીતી છે. જયપુરમાં બંને વચ્ચે 2 મેચ રમાઈ છે, જેમાં

બંનેમાં ગુજરાતને જીત મળી છે. હસરંગા રાજસ્થાનનો ટૉપ વિકેટ ટેકર​​​​​​​ રાજસ્થાન માટે આ સીઝનમાં યશસ્વી જયસ્વાલે સૌથી વધુ રન બનાવ્યા છે. તેણે 9 મેચમાં 300થી વધુ રન બનાવ્યા છે. બીજા નંબર પર ધ્રુવ જુરેલ છે. જુરેલે 9 મેચમાં 238 રન બનાવ્યા. બોલિંગમાં વાનિન્દુ હસરંગાએ 7 મુકાબલામાં 10 વિકેટ ઝડપી છે. હસરંગા ટીમનો ટૉપ વિકેટ ટેકર છે. સાઈ સુદર્શન ગુજરાતનો ટૉપ સ્કોરર ગુજરાત આ સીઝનમાં

શાનદાર ફોર્મમાં છે. ટીમનો સાઈ સુદર્શન ટીમ માટે સૌથી વધુ રન બનાવનાર ખેલાડી છે. તેણે 8 મેચમાં 417 રન બનાવ્યા છે. ટીમનો ફાસ્ટ બોલર પ્રસિદ્ધ ક્રિષ્ના ટીમનો ટૉપ વિકેટ ટેકર છે. તેણે 8 મેચમાં 16 વિકેટ લીધી છે. ટીમને તેની પાસેથી આજે પણ સારા પ્રદર્શનની આશા હશે. પિચ રિપોર્ટ જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમની પિચ બેટર અને બોલર્સ બંને માટે મદદગાર સાબિત થાય છે. આ સ્ટેડિયમમાં

અત્યાર સુધી IPLની 59 મેચ રમાઈ છે. પ્રથમ બેટિંગ કરનારી ટીમે 21 અને બીજી બેટિંગ કરનારી ટીમે 38 મેચ જીતી છે. આ સ્ટેડિયમનો હાઈએસ્ટ ટીમ સ્કોર 217/6 છે, જે 2023માં સનરાઈઝર્સ હૈદરાબાદે રાજસ્થાન રોયલ્સ સામે બનાવ્યો હતો. વેધર કંડિશન જયપુરમાં મેચના દિવસે હવામાન ચોખ્ખું રહેશે. સોમવારે અહીંનું તાપમાન 27થી 41 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે રહેશે. વરસાદની બિલકુલ શક્યતા નથી. પવનની ગતિ 13 કિમી પ્રતિ કલાક રહેશે. બન્ને

ટીમની સંભવિત પ્લેઇંગ-12 (ઇમ્પેક્ટ પ્લેયર સહિત) રાજસ્થાન રોયલ્સ (RR): રિયાન પરાગ (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, શુભમ દુબે, નીતિશ રાણા, ધ્રુવ જુરેલ (વિકેટકીપર), શિમરોન હેટમાયર, વાનિન્દુ હસરંગા, જોફ્રા આર્ચર, ફઝલહક ફારુકી, તુષાર દેશપાંડે, સંદીપ શર્મા, વૈભવ સૂર્યવંશી. ગુજરાત ટાઈટન્સ (GT): શુભમન ગિલ (કેપ્ટન), સાઈ સુદર્શન, જોસ બટલર (વિકેટકીપર), શેરફન રૂધરફોર્ડ, શાહરુખ ખાન, રાહુલ તેવતિયા, રાશિદ ખાન, વોશિંગ્ટન સુંદર, સાઈ કિશોર, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ ક્રિષ્ના, ઈશાંત શર્મા.

Leave a Reply

Related Post