Valentine's Week પર આ જગ્યાએ જરુરથી ફરતા આવો, જીવનભર યાદગાર રહેશે ટ્રીપ:

Valentine's Week પર આ જગ્યાએ જરુરથી ફરતા આવો, જીવનભર યાદગાર રહેશે ટ્રીપ
Email :

વેલેન્ટાઈન ડે દરેક પ્રેમ કરવાવાળા લોકો માટે ખૂબ જ ખાસ હોય છે. આ વીક દરેક કપલ્સ માટે ખાસ છે. આ આખુ વીક જો તમે તમારા પાર્ટનરને ખાસ ફિલ કરાવા માગો છો અને આ વેલેન્ટાઈન વીક પર તમે તમારા પાર્ટનર સાથે બહાર જવાનું પ્લાન કરી રહ્યા છો તો અમે કેટલીક ભારતની છુપાયેલી જગ્યાઓ વિશે જણાવીશું જ્યાં જઈને તમે તમારા પાર્ટનર સાથે સમય વિતાવી શકશો.

વેલેન્ટાઈન વીક ફક્ત ગુલાબ આપવું કે પછી ચોકલેટ ખાવું કે રોમેન્ટિક ડિનર અને ભેટસોગાદો સુધી સીમિત નથી હોતુ. તમે આ વખતે કંઈક અલગ અને સુપરડુપર કરવા ઈચ્છતા હોવ તો એક બેસ્ટ રોમેન્ટિક ટ્રીપ પ્લાન કરી શકો છો જે એક સારો વિચાર હોઈ શકે છે. દરેક વખતે શિમલા, મનાલી, ગોવા કે ઉદયપુર જવાની જગ્યાએ કેમ કંઈક અલગ ન કરી શકીએ. ભારતમાં ખૂબ જ સારા અને સુંદર ફરવાલાયક સ્થળો છે જ્યાં તમે તમારા પાર્ટનર સાથે સુકુન-શાંતિપૂર્ણ અને રોમેન્ટિક ક્ષણો વિતાવી શકશો.

1: તવાંગ, અરુણાચલ પ્રદેશ

જો તમે તમારા જીવનસાથી સાથે કંઈક એવી જગ્યાએ જવા માગતા હોવ તો, જ્યાં બરફથી ઢંકાયેલા પહાડો અને શાંત વાતાવરણ હોય, તો તવાંગ તમારા માટે એક પરફેક્ટ સ્થળ છે, આ જગ્યા તે તેના મઠ, લેક અને સાહસિક પ્રવૃતિઓ માટે પ્રખ્યાત છે. તવાંગમાં તમે બૌદ્ધ મઠની મુલાકાત લઈ શકો છો. મધુરી લેક પાસે તમે બરફની મજા માણી શકો છો તમે અહીંના કુદરતી દૃશ્યોમાં અને મનમોહક માહોલમાં તમારા પાર્ટનર સાથે ફોટો પણ ક્લિક કરાવી શકો છો.

2: લેન્સડાઉન, ઉત્તરાખંડ

તમે કંઈક એવી ખાસ જગ્યાએ જવા માંગો છો, જ્યાં વધારે પડતી ભીડભાળ ન હોય. તમે તમારા પાર્ટનર સાથે શાંતિપૂર્ણ સમય વિતાવી શકો, તો લેન્સડાઉન બેસ્ટ ઓપ્શન છે. આ ઉત્તરાખંડનું એક નાનું પણ ખૂબ જ સુંદર હિલ સ્ટેશન છે. ત્યાનું વાતાવરણ હંમેશા ખુશનુમા જ રહે છે. ત્યાંની આબોહવામાં તમારા પાર્ટનર સાથે સમય પસાર કરી શકો છો. ત્યાની હરિયાળી. શાંત માહોલ અને ત્યાંના સ્થાપત્ય તમને એક અલગ જ અહેસાસ કરાવશે.

3: ચાંપાનેર-પાવાગઢ, ગુજરાત

તમે આ વેલેન્ટાઈન વીક પર કંઈક એવી જગ્યાએ જવા માગો છો જે કંઈક ઐતિહાસિક હોય. તો તમારા માટે ગુજરાતના ચાંપાનેર અને પાવાગઢ એક બેસ્ટ ઓપ્શન રહેશે. આ હેરિટેજ સાઈટ ખૂબ જ સુંદર છે. ત્યાં કિલ્લાઓ, પ્રાંચિન મંદિરો અને સુંદર પહાડો છે. અહિંનો નજારો એક ઐતિહાસિક ઈમારતો તમને અને તમારા પાર્ટનરને એક રોમાંચક અહેસાસ કરાવશે. તમે અહિંયાના ટ્રેકિંગની મજા પણ અવશ્ય લઈ શકશો.

4: વાયનાડ, કેરળ

તમે હનીમુન જેવો સમય આ પ્લાનને બનાવવા માંગતા હોવ તો વાયનાડ, કેરળ યોગ્ય સ્થળ રહેશે. અહીંના હરિયાળી સુંદર જગ્યાઓ, ઝરણાંઓ તમારા રોમાંટિક ટ્રીપને ખાસ બનાવી દેશે. વાયનાળ તેના કોફીના બગીચાઓ, અભ્યારણો અને સાહસિક પ્રવૃતિઓ માટે મશહૂર છે. અહિંના શાંત તળાવો, પહાડો તમને એક અલગ જ અહેસાસ કરાવી જશે, તમારા પ્લાનને રોમાંટિક બનાવી જશે. 

Related Post