Valentineનો ટેડી બેર સાથે શું સંબંધ છે? જાણો:

Valentineનો ટેડી બેર સાથે શું સંબંધ છે? જાણો
Email :

હેપ્પી ટેડી ડે 2025: વેલેન્ટાઇન વીક ફેબ્રુઆરીના બીજા સપ્તાહમાં ઉજવવામાં આવે છે, પ્રેમની ઉજવણી કરવા માટે અલગ અલગ દિવસો હોય છે. આ વીકમાં રોઝ ડે, ​​પ્રપોઝ ડે, ​​ચોકલેટ ડે, પ્રોમિસ ડે, હગ ડે અને કિસ ડે વગેરેની ઉજવણી કરવામાં આવતી હોય છે. ટેડી ડે વેલેન્ટાઈન વીકના ચોથા દિવસે ઉજવવામાં આવે છે. ટેડી રીંછ એક પ્રકારનું નરમ રમકડું હોય છે, જે સામાન્ય રીતે બાળકોને ગમતી વસ્તુ છે અથવા તો લગભગ છોકરીઓને ગમતું હોય છે. પરંતુ શું તમે જાણો છો કે વેલેન્ટાઈન વીકમાં શા માટે ટેડી ડે ઉજવવામાં આવે છે? ટેડીનો પ્રેમ સાથે શું સંબંધ છે અને ટેડી રીંછનો ઇતિહાસ શું છે? જાણીએ કેટલીક રસપ્રદ વાતો

ટેડી (રીંછ)નો ઇતિહાસ

ટેડી (રીંછ)ની ઉત્પત્તિ 20મી સદીમાં થઈ હતી. એકવખત યુનાઇટેડ સ્ટેટ્સના રાષ્ટ્રપતિ, થિયોડોર રૂઝવેલ્ટ, જંગલમાં શિકાર કરવા ગયા હતા અને તેમની સાથે આસિસ્ટન્ટ હોલ્ટ કોલિયર પણ હતા. કોલીને ઘાયલ કાળા રીંછને પકડી લીધો અને તેને ઝાડ સાથે બાંધી દીધો. પરંતુ રીંછને ઈજાગ્રસ્ત હાલતમાં જોઈને રાષ્ટ્રપતિને દુઃખ થયુ અને તેમણે રીંછને મારવાની ના પાડી દીધી.

રાષ્ટ્રપતિની ઉદારતાનું ચિત્ર એક અખબારમાં પ્રકાશિત થયું હતું, જે કાર્ટૂનિસ્ટ ક્લિફોર્ડ બેરીમેને દોર્યું હતું. અખબારમાં છપાયેલી તસવીર જોઈને બિઝનેસમેન મૌરિસ મિક્ટોમે બેબી રીંછના આકારનું એક રમકડું બનાવ્યું હતું, જેને તેની પત્નીએ ડિઝાઇન કર્યું હતું અને આ રમકડાનું નામ ટેડી રાખવામાં આવ્યું હતું.

રીંછના રમકડાનું નામ ટેડી કેમ રાખવામાં આવ્યું

આ રમકડાને ટેડી નામ આપવા પાછળનું એક કારણ હતું. રીંછના રમકડા બનાવવાનો વિચાર પ્રમુખ રૂઝવેલ્ટ તરફથી મળ્યો હતો. પ્રમુખ રૂઝવેલ્ટનું ઉપનામ ટેડી હતું. આ રમકડું રાષ્ટ્રપતિને સમર્પિત હતું, વેપારી દંપતીએ તેમના નામનો ઉપયોગ કરવાની પરવાનગી લીધી અને તેને લોન્ચ કર્યું.

વેલેન્ટાઈન વીકમાં ટેડી ડે શા માટે ઉજવવામાં આવે છે

ટેડી રીંછ તાજગી, ખુશી અને સલામતીની લાગણી આપે છે. ટેડી કોમળ, નરમ અને સુંદર હોય છે, જેને જોઈને પ્રેમ કરવાની ઈચ્છા વધી જાય છે. આવી સ્થિતિમાં વેલેન્ટાઈન ડેમાં આવી લાગણીઓ વ્યક્ત કરવાની એક મોટી તક પૂરી પાડે છે.

વેલેન્ટાઈન વીક દરમિયાન લોકો ગુલાબ, ચોકલેટ, આલિંગન અને ચુંબન દ્વારા તેમના પ્રિયજનો પ્રત્યે તેમની લાગણીઓ વ્યક્ત કરતા હોય છે. ટેડી (રીંછ) પણ તમારા પ્રિયને એક ખાસ ભેટ તરીકે આપી શકો છો. મોટાભાગની છોકરીઓને રમકડાં ગમે છે. છોકરાઓ તેમના ભાગીદારોને ટેડી રીંછ ભેટમાં આપીને પ્રભાવિત કરતા હોય છે, તેથી જ 10મી ફેબ્રુઆરીને વેલેન્ટાઈન વીકમાં ટેડી ડે તરીકે પણ સામેલ કરવામાં આવી હતી.

Related Post