Promise Day શા માટે ઉજવવામાં આવે છે,આ દિવસને આ રીતે ખાસ બનાવો:

Promise Day શા માટે ઉજવવામાં આવે છે,આ દિવસને આ રીતે ખાસ બનાવો
Email :

જ્યારે તમે પ્રેમમાં હોવ છો તો ત્યારે તમે તમારા પાર્ટનરની ખુશીનુ ધ્યાન રાખો છો ત્યારે તમે તેમની સાથે ભવિષ્ય વિશે વિચારો છો આ સપનાને પુરુ કરવા માટે ઘણા વચનો આપવામાં આવે છે.

ફેબ્રુઆરી મહિનામાં બીજા વીકમાં પ્રેમનુ વીક કહેવામાં આવે છે. 7મીથી લઈ 14મી સુધી મનાવવાવાળો વેલેન્ટાઈન વીક પર કપલ્સ અલગ અલગ રીતે એકબીજાને પ્રપોઝ કરે છે. વેલેન્ટાઈન વીકના પાંચમાં દિવસે આપણે પ્રોમિસ ડે મનાવીએ છીએ. જે દરેક કપલ્સ માટે ખાસ છે. પ્રેમમાં પડેલા લોકો પ્રેમના વચનો લે છે. જે પ્રતિજ્ઞાઓ તેમના સંબંધોમાં વિશ્વાસ અને આશા જાળવી રાખવામાં મદદરુપ કરે છે.

પરંતુ તમે કદી વિચાર્યુ છે કે પ્રોમિસ ડે કેમ મનાવવામાં આવે છે, જાણીએ પ્રોમિસ ડેનુ ખાસ મહત્વ

ઘણી બાબતો પર વચનો

પ્રોમિસ ડે 11 ફેબ્રુઆરીએ મનાવવામાં આવે છે. આ દિવસે કપલ્સ એકબીજા સાથે કંઈકને કંઈક વચન આપે છે. કહેવામાં આવે છે કે પ્રોમિસ આપવાથી સંબંધ મજબૂત થાય છે. એવામાં કપલ્સ આ દિવસને ખાસ કરીકે ઉજવતા હોય છે. પ્રોમિસ ડે પર કપલ પોતાના સંબંધો સાથે જોડાયેલી ઘણી બાબતો પર વચનો આપે છે.

કપલ્સ પ્રોમિસ આપે છે.

વચનોનુ ઘણુ મહત્વ છે. જો કોઈ વ્યક્તિ તમને વચન આપે છે અને તે તોડે છે ત્યારે તેને તમારી યાદ આવે છે. ભલે તે ખોટુ કરતો હોય પણ તમને યાદ કરી કઈ ખોટુ નહી કરે, એવુ માનવામાં આવે છે કે જ્યારે એકબીજાને વચનો આપ્યા હોય છે ત્યારે સંબંધો વધુ મજબૂત બને છે, એવામાં આપણે ક્યારેય કોઈના વચનો તોડવા ન જોઈએ. જ્યારે કોઈ પ્રોમિસ આપે છે ત્યારે એકવાર ચોક્કસ વિચારવુ જોઈએ કે તે તમને એમના જીવનમાં ખાસ વ્યક્તિ સમજે છે

કેવી રીતે ઉજવણી કરવી

ભલે આખો વેલેન્ટાઇન વીક પાર્ટનર માટે ખૂબ જ ખાસ હોય છે. પણ પ્રોમિસ ડેનું એક ખાસ મહત્વ પણ છે. આ દિવસે તમે તમારા જીવનસાથીને એક વચન આપો અને તેને ક્યારેય તોડશો નહીં તેવુ વચન પણ આપજો. તમારા જીવનસાથીને મોંઘી ભેટ આપવાને બદલે એવું વચન આપો કે જે તમારા સંબંધને વધુ મજબૂત બનાવશે અને વચન પૂરું કરવાથી કપલ્સના સંબંધોમાં વધુ પ્રેમ વધે છે. વચન આપવાથી એકબીજા પર પ્રેમ તો વધશે જ અને વિશ્વાસ પણ વધશે.

Related Post