Valentine's Day પહેલીવાર ક્યારે ઉજવવામાં આવ્યો હતો, જાણો રોચક ઈતિહાસ:

Valentine's Day પહેલીવાર ક્યારે ઉજવવામાં આવ્યો હતો, જાણો રોચક ઈતિહાસ
Email :

14મી ફેબ્રુઆરી એટલે કે વેલેન્ટાઇન ડે વિશે ઘણી જ રસપ્રદ વાતો છે જે તમે કદાચ નહી ખબર હોય જો જાણવા માંગો છો કે વેલેન્ટાઇન ડે પર પ્રેમ પત્રો મોકલવાનો ટ્રેન્ડ ક્યારે અને કેવી રીતે શરુ થયો હતો. વેલેન્ટાઇન ડે શું છે એ તો સૌ કોઈ જાણે જ છે. પરંતુ જે રીતે તે સમગ્ર વિશ્વમાં જાણીતું છે, સંપૂર્ણ વાસ્તવિકતા એ રીતની નથી. તમારામાંથી ઘણા લોકો સેન્ટ વેલેન્ટાઇન વિશે જાણતા પણ હશે. પણ શું તમે જાણો છો કે આ દિવસ ક્યારે પ્રેમનો દિવસ બન્યો હતો. 14મી ફેબ્રુઆરી એટલે કે વેલેન્ટાઇન ડે વિશે કેટલીક અજાણી અને રસપ્રદ વાતો વિશે જાણીએ

વેલેન્ટાઇન ડે સાથે જોડાયેલી ઘણી વાર્તાઓ તમે સાંભળી હશે. પરંતુ સૌથી જૂની વાત પ્રાચીન રોમનો પાસેથી મળે છે. જ્યારે તેઓ ૧૪મી ફેબ્રુઆરીના રોજ તેમની દેવી જુનોની પૂજા કરતા હતા તે પ્રાચીન રોમન પરંપરા અનુસાર આ દિવસ પ્રેમ અને લગ્ન સાથે સંકળાયેલા પવિત્ર પ્રસંગ તરીકે ઉજવવામાં આવ્યો હતો.

ઇંગ્લેન્ડ અને ફ્રાન્સમાં ઉજવવાનું શરુ થયુ હતુ.

ઘણા ઇતિહાસકારો માને છે કે સેન્ટ વેલેન્ટાઇનના મૃત્યુ પછી તેમની યાદમાં 14મી ફેબ્રુઆરીએ વેલેન્ટાઇન ડે ઉજવવામાં આવતો હતો અન્ય લોકો માને છે કે તે "લુપરકેલિયા" નામના મૂર્તિપૂજક પ્રજનન તહેવારમાંથી ઉદ્ભવ્યું હતુ , જે પ્રાચીન રોમમાં 15મી ફેબ્રુઆરીએ ઉજવવામાં આવતો જોકે તે આધુનિક વેલેન્ટાઇન ડે ૧૪મી સદીના મધ્યમાં ઇંગ્લેન્ડ અને ફ્રાન્સમાં ઉજવવાનું શરુ થયુ હતુ.

વેલેન્ટાઇન ડે વિશે કેટલીક રસપ્રદ વાતો

1: કાર્ડ પર ધનુષ્ય અને તીર કેમ છે

 વેલેન્ટાઇન ડે કાર્ડ્સમાં ઘણીવાર કામદેવને ધનુષ્ય અને તીર સાથે દર્શાવવામાં આવ્યા હોય છે. આ છબી વાસ્તવમાં તો 700 ઈ.સ. પૂર્વેની છે અને તે પ્રેમના ગ્રીક દેવ ઇરોસ સાથે સંકળાયેલી હોય છે જે પૂર્વે ચોથી સદીમાં રોમનોએ ઇરોસને ધનુષ્ય અને તીર સાથેના સુંદર નાના છોકરાની છબી તરીકે અપનાવ્યું અને તેનું નામ "કામદેવ" રાખવામાં આવ્યુ.

2: ગુલાબના દરેક રંગનો અર્થ શું થાય છે

લાલ ગુલાબ પ્રેમનું પ્રતીક છે. આ ઉપરાંત ઘેરા ગુલાબી ગુલાબ ખુશીનું પ્રતીક માનવામાં આવે છે. જાંબલી ગુલાબ રાજવીપણાનું પ્રતીક છે અને સફેદ ગુલાબ સહાનુભૂતિનું પ્રતીક ગણાય છે.

3: ચોકલેટનું પહેલું બોક્સ હૃદય આકારનું

ચોકલેટનું પહેલું હૃદય આકારનું બોક્સ 1861માં બનાવવામાં આવ્યું હતું જે તે કેડબરીના સ્થાપક જોન કેડબરીના પુત્ર રિચાર્ડ કેડબરી દ્વારા બનાવવામાં આવ્યું છે.

4: લવ બર્ડ્સ વાસ્તવિક પક્ષીઓ છે

આપણે ઘણીવાર બે પ્રેમીઓને લવ બર્ડ્સ કહેતા હોઈએ એ, પરંતુ શું તમે જાણો છો કે વાસ્તવમાં એક એવું પક્ષી પણ હોય જે આ આફ્રિકન ખંડમાં જોવા મળતા એક અગાપોર્નિસ પક્ષીઓનું સામાન્ય નામ છે.

5: પ્રેમપત્રો લખવાનો ટ્રેન્ડ

વિલિયમ શેક્સપિયરે "લેટર ટુ જુલિયટ" લખીને વેલેન્ટાઇન ડે પર પ્રેમપત્રો મોકલવાની પરંપરા બનાવી દીધી હતી. 2010ની એ ફિલ્મ લેટર્સ ટુ જુલિયટ તેનાથી પ્રેરિત હતી. આ દિવસે લોકો પોતાના પ્રિયજનોને પત્રો કે કાર્ડમાં સંદેશા લખીને સંદેશા તરીકે મોકલતા હતા.

6: વેલેન્ટાઇન નામનું શહેર

 ટેક્સાસ, એરિઝોના, નેબ્રાસ્કા,અને વર્જિનિયામાં વેલેન્ટાઇન નામના શહેરો છે.

7: સંત વેલેન્ટાઇન ફક્ત એક વ્યક્તિ નહોતા

વેલેન્ટાઇન નામના ઓછામાં ઓછા બે લોકો હતા જેમાંથી એક ત્રીજી સદીના રોમમાં પાદરી હતા અને એક વાર્તા મુજબ વેલેન્ટાઈને સમ્રાટ ક્લાઉડિયસ બીજાના લગ્ન પરના પ્રતિબંધનો વિરોધ કર્યો હતો. તે પ્રેમી યુગલોના ગેરકાયદેસર લગ્નો કરાવતો હતો તેથી તે જ્યારે પકડાઈ ગયો ત્યારે તેમને મૃત્યુદંડની સજા ફટકારવામાં આવતી હતી.

Related Post