Varansi: કાશીમાં 26 ફેબ્રુઆરી સુધી ગંગા આરતી નહી થાય, જાણો કેમ ?

Varansi: કાશીમાં 26 ફેબ્રુઆરી સુધી ગંગા આરતી નહી થાય, જાણો કેમ ?
Email :

હાલમાં યુપીના પ્રયાગરાજમાં મહાકુંભ ચાલી રહ્યો છે. અહીં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવી પહોંચ્યા છે. કરોડોની સંખ્યામાં લોકો ત્યાં પહોંચી રહ્યા છે. પ્રયાગરાજ મહાકુંભની સાથે સાથે લોકો અયોધ્યા અને વારાણસી જઇ રહ્યા છે. ત્યાં પણ લાખોની સંખ્યામાં લોકો પહોંચી રહ્યા છે. ત્યારે આ ભીડને લઇને એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. ઉત્તર પ્રદેશના વારાણસીના ગંગા ઘાટ પર ભક્તોની ભારે ભીડ ઉમટી રહી છે. ભારે ભીડને ધ્યાનમાં રાખીને વારાણસીના તમામ ઘાટ પર નિયમિત આરતીઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. પહેલા આ પ્રતિબંધ 15 ફેબ્રુઆરી સુધી હતો પરંતુ સીએમ યોગી આદિત્યનાથની સમીક્ષા બેઠક બાદ આ પ્રતિબંધ 26 ફેબ્રુઆરી સુધી લંબાવવામાં આવ્યો છે.

ભક્તોની કરવામાં આવી ખાસ અપીલ

મહત્વનું છે કે માઘી પૂર્ણિમાના એક દિવસ પહેલા જ્યારે શહેર પર ભક્તોની વિશાળ ભીડનું દબાણ વધી ગયું, ત્યારે એવું નક્કી કરવામાં આવ્યું કે ગંગા આરતી પ્રતિકાત્મક રહેશે અને ફક્ત એક જ પૂજારી આ પ્રતીકાત્મક આરતી કરશે. ભક્તોને ઓનલાઈન આરતીમાં જોડાવા અપીલ કરવામાં આવી હતી.

કાશી પહોંચી રહ્યા છે પ્રયાગરાજ

મહત્વનું છે કે પ્રયાગરાજ મહાકુંભથી વિપરીત પ્રવાહ દ્વારા કાશી આવી રહેલા લોકો ખાસ કરીને ગંગા આરતી જોવા માટે સાંજે ઘાટ પર પહોંચી રહ્યા છે. ઘાટ પર લોકોની ભારે ભીડ જોવા મળે છે. વારાણસીના દશાશ્વમેઘ ઘાટ પર ગંગા આરતીના આયોજક ગંગા સેવા નિધિના સુશાંત મિશ્રાએ એક વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે મહાકુંભના ઉલટા પ્રવાહને કારણે ભક્તો આવતા રહે છે.

માત્ર પ્રતિકાત્મક ગંગા આરતી કરાશે

11 ફેબ્રુઆરીથી ગંગા ઘાટ પર પ્રતિકાત્મક આરતી કરવામાં આવી રહી છે અને હવે વહીવટીતંત્રના નિર્દેશ મુજબ, 26 ફેબ્રુઆરી સુધી પ્રતીકાત્મક રીતે ગંગા આરતીનું આયોજન કરવામાં આવશે. આનો અર્થ એ થયો કે મા ભગવતીની આરતી એક પુજારી દ્વારા કરવામાં આવશે. જેમાં મર્યાદિત સંખ્યામાં લોકો હાજર રહેશે. વહીવટીતંત્રે કહ્યું છે કે ઘાટ પર મર્યાદિત જગ્યા છે અને ભક્તોના ભારે દબાણને કારણે મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે, તેથી આરતી પરનો પ્રતિબંધ 26 ફેબ્રુઆરી સુધી લંબાવવામાં આવ્યો છે.

26 ફેબ્રુઆરી સુધી નિર્ણય લંબાવ્યો

સાંજે 6 વાગ્યા પછી ગંગામાં બોટ ચલાવવા પરનો પ્રતિબંધ પણ લંબાવવામાં આવ્યો છે. આ પ્રતિબંધ પહેલાથી જ 15 ફેબ્રુઆરી સુધી અમલમાં હતો. આ પણ 26 ફેબ્રુઆરી સુધી લંબાવવામાં આવ્યું છે. ડીસીપી કાશી ઝોન ગૌરવ બંસલે જણાવ્યું હતું કે સાંજે 6 વાગ્યા પછી ગંગામાં કોઈપણ પ્રકારની બોટ ચલાવવામાં આવશે નહીં. શ્રદ્ધાળુઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. જળ પોલીસ સતત પેટ્રોલિંગ કરતી રહેશે અને તેની અવગણના કરનારાઓ સામે કેસ નોંધવામાં આવશે.

Related Post