Vastu Tips: ઘરમાં ભૂલથી પણ ન લગાવશો આ તસવીર, માં લક્ષ્મી થઇ જશે નારાજ

Vastu Tips: ઘરમાં ભૂલથી પણ ન લગાવશો આ તસવીર, માં લક્ષ્મી થઇ જશે નારાજ
Email :

જીવનમાં સુખ-દુ:ખતો આવતા જતા રહે છે. સંઘર્ષ અને પડકાર વગર જીવન નકામુ છે. ઘણીવખત એવુ થાય છે કે હવે થાક લાગ્યો છે આ રસ્તો મુશ્કેલ છે ત્યારે જ કોઇ આશાનું નવુ કિરણ આપણી સામે આવી જાય છે. ઘરમાં રહેલા વાસ્તુદોષની પણ જીવનની ચડતી પડતી પર અસર જોવા મળે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં રહેલ તસવીરો તેની દિશા આપણા જીવન પર ઉંડી છાપ પાડી જતી હોય છે.

વાસ્તુ કહે છે કે ઘરની દિવાલ પર તસવીર નકારાત્મક ઉર્જાને આકર્ષિત કરે છે જેનાથી જીવનમાં કલેશ, દુર્ભાગ્ય આવે છે. આથી ઘરમાં ભૂલથી પણ આવી તસવીર ન લગાવવી. જેનાથી વાસ્તુદોષ લાગે છે.

નટરાજની મૂર્તિ

નટરાજ ભગવાન શિવડીનું દિવ્ય સ્વરૂપ, જેમાં શિવજી તાંડવ મુદ્રા મા જોવા મળે છે. આ મુદ્રા સૃષ્ટિના સંહાર અને પુનનિર્માણનું પ્રતિક છે. જો કે ધાર્મિક દૃષ્ટીથી તે ખુબજ પૂજનીય છે. જો કે વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં નટરાજની મૂર્તિ કે તસવીર ન લગાવવી જોઇએ.

ડૂબતા જહાજ કે નાવની તસવીર

કેટલાયે લોકો ઘરની સાજ સજાવટ માટે સમુદ્ર જહાજ કે ડૂબતી નાવની તસવીરો પસંદ કરે છે. આ તસવીરથી ખુબજ અશુભ થાય છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં કોઇ પણ ડૂબતી નાવ કે જહાજની તસવીરો ન લગાવવી જોઇએ તેનાથી નકારાત્મક ઉર્જા આવે છે. પ્રગત્તિ અટકી જાય છે.

રોતા બાળક કે ગરીબીની તસવીર

બાળક તો સૌભાગ્યનું પ્રતિક છે. કેટલાક લોકો ખાસ કરીને સંતાન ઇચ્છતા બાળકો ઘરમાં નાના બાળકોની તસવીર લગાવે છે. જે શુભ માનવામાં આવે છે. જો તમે રોતા બાળકની તસવીર લગાવશો તો ઘરમાં વાસ્તુદોષ લાગશે. આનાથી ઘરમાં તણાવ, અશાંતિ આવે છે. આથી ઘરમાં રોતા બાળક કે ગરીબીની તસવીર ન લગાવવી

Leave a Reply

Related Post