Vastu Tips: ઘરને સ્વર્ગ બનાવી દે વાસ્તુસાથે જોડાયેલી આ વસ્તુઓ

Vastu Tips: ઘરને સ્વર્ગ બનાવી દે વાસ્તુસાથે જોડાયેલી આ વસ્તુઓ
Email :

સપનાનું ઘર જેમા રહીને માણસ જીવનને શાંતિથી પસાર કરે છે. આ જ ઘરમા જો વાસ્તુશાસ્ત્ર અનુસાર બધુ જ અનુરૂપ હોય તો જીવન ખુબ સરળ બની જાય છે અને વાસ્તુદોષ લાગતો નથી. ક્યારેક અજાણતાજ આપણે વાસ્તુદોષ થાય તેવુ કરીએ છીએ જેનાથી જીવનમાં અંધકાર, કામ અટકવા, દુર્ભાગ્ય જેવુ થાય છે. જીવનમાં સુખ અને સમૃદ્ધિ જો દક્ષિણ-પશ્ચિમ ખૂણો ગંદો કે ખાલી હોય તો પરિવારનો મોભી નિર્ણય લઇ શકતો નથી. જેનાથી કાર્યોમાં મુશ્કેલી રહે છે. ઘરમાં તણાવ વધી શકે છે. આ ખુણામાં ભારે ફર્નિચર કે ઘરના વડીલનો રૂમ હોય તો શુભફળ આપે છે.

ઉત્તર-પૂર્વ ખુણો બંધ કે અંધારાવાળો હોય તો માનસિક અશાંતિ રહે છે

ઉત્તર-પૂર્વ ખુણો બંધ કે અંધારાવાળો હોય તો માનસિક અશાંતિ રહે છે. આદ્યાત્મિક ઉન્નતિ રોકાય જાય છે. સકારાત્મક પ્રવાહ રોકાતા પ્રગતિ અટકી જાય છે. આ જગ્યાએ મંદિર રાખવુ ખુબ સારૂ ગણાય છે. પૂર્વ દિશામાં જો રસોડુ હોય તો તેમજ આ દિશામાં ટોયલેટ-બાથરૂમ હોય તો સામાજીક પ્રતિષ્ઠાને નુકસાન પહોંચે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર આ દિશા સૂર્ય ઉર્જાનું પ્રતિક છે. આથી આને સ્વચ્છ રાખવાથી ફાયદો થાય છે.

ઘરના મધ્યભાગમાં એટલે કે બ્રહ્મસ્થાનમાં કોઇ પણ પ્રકારનો ભારે સામાન ન રાખવો 

ઘરના મધ્યભાગમાં એટલે કે બ્રહ્મસ્થાનમાં કોઇ પણ પ્રકારનો ભારે સામાન ન રાખવો જોઇએ. જેનાથી જીવનમાં મુશ્કેલી આવે છે મન અશાંત રહે છે આ ઘરમાં તકરાર થયા કરે છે. આ જગ્યાને ખુલ્લી અને સ્વચ્છ રાખવી જોઇએ. તેનાથી સુખ સમૃદ્ધિ આવે છે.

પશ્ચિમ દિશામાં વધારે બારી બારણાઓ હોય તો આર્થિક અસ્થિરતા આવે છે

પશ્ચિમ દિશામાં વધારે બારી બારણાઓ હોય તો આર્થિક અસ્થિરતા આવે છે. લક્ષ્મી ઘરમાં ટકતા નથી અને દરિદ્રતા ઘેરી લે છે. આ દિશા પરિણામ આપનાર હોવાથી બંધ અને સુરક્ષિત રાખવાથી વધારે લાભ આપે છે.

ઘરના મુખ્ય દ્વારની સામે કોઇ થાંભલો કે ઝાડ ન હોવુ જોઇએ આનાથી વાસ્તુદોષ લાગે છે. ઘરના મુખ્ય દરવાજા સામે જે સીડીઓ હોય તો અશુભ થાય છે. કેમકે તે ઉર્જાના પ્રવાહને રોકે છે. માનસિક તણાવ વધે છે. નિર્ણય લેવાની ક્ષમતા પર અસર કરે છે.

જો ઘરના ઉત્તર પૂર્વ ખુણામાં તેમજ દક્ષિણ-પશ્ચિમ ખુણામાં ઢાળ હોય તો વાસ્તુદોષ લાગે છે. જેનાથી સ્વાસ્થ્ય પર અસર થાય છે. પારિવારીક જીવનમાં ગંભીર સમસ્યાઓ આવે છે. આથી ઘરમાં ઢાળ હંમેશા ઉત્તર પૂર્વ અને દક્ષિણ-પશ્ચિમ તરફ રાખવો જોઇએ.

Leave a Reply

Related Post