કુલપતિની કાર પર સાયરનનો વિવાદ વકર્યો: સૌરાષ્ટ્ર યુનિ.ના વીસી બોલ્યા- VIP કલ્ચરમાં માનતો નથી, નિયમમાં હશે તો રાખીશ; RTO અધિકારીએ કહ્યું- 1000નો દંડ ફટકારીશું

કુલપતિની કાર પર સાયરનનો વિવાદ વકર્યો:સૌરાષ્ટ્ર યુનિ.ના વીસી બોલ્યા- VIP કલ્ચરમાં માનતો નથી, નિયમમાં હશે તો રાખીશ; RTO અધિકારીએ કહ્યું- 1000નો દંડ ફટકારીશું
Email :

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ પોતાની કાર પર સાયરન લગાવી વિવાદમાં આવ્યા છે. ત્યારે આજે કાયમી કુલપતિ ડૉ. ઉત્પલ જોશીએ ઝુકેગા નહીંનુ વલણ અપનાવ્યું છે. સાથે જ એવો બચાવ કર્યો હતો કે VIP કલ્ચરમાં માનતો નથી પણ નિયમમાં હશે તો સાયરન રાખીશ. આ ઉપરાંત કહ્યુ કે, અન્ય 5 યુનિવર્સિટીના કુલપતિએ સાયરન લગાવ્યું હોવાથી મેં રાખ્યું, કદાચ CMની જેમ અક્સ્માત વખતે ઘાયલોને બચાવી

શકાય. દરમિયાન આજે ખાનગી કૉલેજ એસો. દ્વારા કાયમી કુલપતિનો આવકાર સમારોહ યોજાયો હતો. જેમાં યુનિવર્સિટીના કાયમી અઘિકારીઓ ચાલુ ફરજે કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. નિયમમામં હશે તો રાખીશ, બાકી હટાવી દઈશ- ડો. ઉત્પલ જોશી ડૉ. ઉત્પલ જોશીએ કાયમી કુલપતિ તરીકે પોતાને મળેલી સરકારી કાર પર સાયરન લગાવ્યું હોવાના દ્રશ્યો સામે આવ્યા હતા ત્યારે કુલપતિએ પોતાનો બચાવ કરતા કહ્યુ હતુ કે, રાજ્યની

અન્ય 5 યુનિવર્સિટીના કુલપતિઓએ પણ સાયરન લગાવેલા હોવાથી મેં લગાવ્યું છે. મુખ્યમંત્રી અગાઊ જેમ જતા ત્યારે રસ્તામાં અકસ્માત સર્જાય ત્યારે ઘાયલોને ઝડપથી સારવાર માટે લઈ જઈ શકાય તેવું વિચારી સાયરન રાખ્યું છે. જો નિયમમાં હશે તો સાયરન રાખીશ બાકી હટાવી દઈશ. કુલપતિએ કહ્યું- 'અન્ય યુનિ.ના વીસીએ પણ સાયરન લગાવ્યું છે' સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સ્થાપનાકાળથી અત્યાર સુધીમાં ડૉ. ઉત્પલ જોશી સંભવત: પ્રથમ એવા

કાયમી કુલપતિ હશે કે જેમના દ્વારા પોતાની કાર પર સાયરન લગાવવામાં આવ્યું છે. જેના વીડિયો સામે આવ્યા છે ત્યારે આ મામલે કુલપતિ ડૉ. ઉત્પલ જોશીનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે ગુજરાત રાજ્યની અન્ય જૂનાગઢ અને સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી સહિતની વિશ્વવિદ્યાલયોમાં કુલપતિએ સાયરન લગાવ્યું છે. આપ અન્ય યુનિવર્સિટીઓમાં તપાસ કરી શકો છો. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં એક મહીના પહેલા જ એટ્લે

કે 10 જાન્યુઆરી, 2025 ના 18 મા કાયમી કુલપતિ તરીકે નિમણૂક પામતા ડૉ. જોશીએ પોતાની કાર પર સાયરન લગાવતા વિવાદનો મધપૂડો છેડાયો છે. કુલપતિ પોતાની કાર ઉપર સાયરન ન લગાવી શકે, રૂ. 1000 નો દંડ ફટકારવામાં આવશે : RTO અધિકારી રાજકોટ ના RTO અધિકારી કેતન ખપેડે જણાવ્યું હતુ કે, સેન્ટ્રલ મોટર વ્હિકલ રુલ્સ 119 મૂજબ એમ્બ્યુલન્સ અને ફાયર ફાઈટર કે જે

ઈમરજન્સી સર્વિસમાં આવે છે તેવા વાહનો ઉપર જ સાયરન લગાવવાનું હોય છે. પોલીસ અને ડિઝાસ્ટર સાથે જોડાયેલા વાહનો પર સાયરન રાખી શકાય. કુલપતિ પોતાની કાર ઉપર સાયરન ન લગાવી શકે. જોકે જ્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડૉ. ઉત્પલ જોશીએ પોતાની કાર ઉપર સાયરન લગાવ્યું છે ત્યારે તેની સામે મોટર વહીલક એક્ટની કલમ 194 (1) મુજબ રૂ. 1000 નો દંડ ફટકારવામાં આવશે.

Related Post