Shukra Mahadasha: શુક્રની મહાદશામાં આ રાશિની ચમકે કિસ્મત, 20 વર્ષ રહે પ્રભાવ

Shukra Mahadasha: શુક્રની મહાદશામાં આ રાશિની ચમકે કિસ્મત, 20 વર્ષ રહે પ્રભાવ
Email :

જ્યોતિષ શાસ્ત્રમાં નવગ્રહોની 120 વર્ષની મહાદશાઓનું વર્ણન કરવામાં આવ્યુ છે. આ મહાદશામાં સૂર્યની મહાદશા 6 વર્ષ, ચંદ્રમાંની મહાદશા 10 વર્ષ મંગળની મહાદશા 7 વર્ષ, બુધની મહાદશા 17 વર્ષ, ગુરૂની મહાદશા 16 વર્ષ, શુક્રની મહાદશા 20 વર્ષ અને શનિની મહાદશા 19 વર્ષ તેમજ રાહૂની મહાદશા 18 વર્ષ અને કેતુની મહાદશા 7 વર્ષ રહે છે. ધન-વૈભવના દાતા શુક્રની મહાદશા 20 વર્ષ સુધી મનુષ્ય જીવન પર રહે છે.

શુક્ર ગ્રહ ભૌતિક સુખનો કારક છે

શુક્ર ગ્રહ ભૌતિક સુખનો કારક છે પ્રતિભા, સૌંદર્ય, કળા અને પ્રસિદ્ધિ અપાવનાર છે. શુક્ર તુલા અને વૃષભ રાશિનો સ્વામી છે. શનિ અને મંગળ ગ્રહ મિત્ર છે. વૈભવકારક ગ્રહ શુક્ર જો કુંડળીમાં નબળો હોય અથવા શુક્રની મહાદશા હોય તો જાતકનું જીવન નર્ક બની જાય છે. આજીવન કોઇને કોઇ સમસ્યા રહ્યા કરે છે. સતત તણાવ લડાઇ મુશ્કેલી રહે છે. દરિદ્રતા રહે છે અને કંગાળીમાં મુફલીસ બનીને જીવન પસાર થાય છે.

શુક્ર ગ્રહની મહાદશાનો જીવનમાં પ્રભાવ

નકારાત્મક હોવાથી દામ્પત્યજીવનમાં આવે સમસ્યા. વૈદિક જ્યોતિષશાસ્ત્ર અનુસાર શુક્રની મહાદશા તેના પર નિર્ભર કરે છે કે તમારી કુંડળીમાં શુક્રદેવ ક્યા સ્થાને છે જો કુંડળીમાં અશુભ સ્થાન પર શુક્ર હશે તો શારીરિક, માનસિક, આર્થિક, સામાજીક કષ્ટોનો સામનો કરવો પડે છે. આનાથી જીવન પર વિપરીત અસર પડે છે. જીવન નીરસ બની જાય છે. શુક્ર નબળો હોવાથી સુખ-સુવિધાઓનો અભાવ રહે છે. કીડની સાથે જોડાયેલા કે ગુપ્ત રોગ થાય છે. આંખો નબળી પડે છે. સ્પષ્ટ દેખાતુ નથી યાદશક્તિ ક્ષીણ થાય છે.

શુક્ર કુંડળીમાં પ્રબળ હોય તો

 જેમ નબળો શુક્ર નુકસાન પહોંચાડે એવી જ રીતે પાવરફૂલ શુક્ર મજબુત શુક્ર જાતકને ઉંચા સ્થાન પર પહોંચાડે છે. જીવનનો રસ્તો સરળ બનાવે છે. ભૌતિક સુખોની પ્રાપ્તિ થાય છે. દામ્પત્યજીવન મધુરૂ રહે છે. પ્રેમ ભાવથી જીવનમાં આગળ વધે છે. આ જાતકો વૈભવી સુખ ભોગવે છે. ફરવાના શોખીન હોય છે અને પૈસા ખર્ચ કરતા ક્યારેય પાછા નથી પડતા. 

Leave a Reply

Related Post