વિક્કી કૌશલનું 'છાવા' માટે ટ્રાન્સફોર્મેશન: 'છત્રપતિ' બનવા વજન વધાર્યું, કાન વીંધાવ્યા અને ઘોડેસવારી શીખી; એક્ટરે વીડિયો શેર કરી ઝલક બતાવી

વિક્કી કૌશલનું 'છાવા' માટે ટ્રાન્સફોર્મેશન:'છત્રપતિ' બનવા વજન વધાર્યું, કાન વીંધાવ્યા અને ઘોડેસવારી શીખી; એક્ટરે વીડિયો શેર કરી ઝલક બતાવી
Email :

વિક્કી કૌશલની ફિલ્મ 'છાવા' ટૂંક સમયમાં સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. એક્ટરે આ દિવસોમાં પોતાની ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત છે. ફિલ્મની રિલીઝ પહેલાં વિક્કી કૌશલે તેના ઇન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો અને વીડિયો શેર કર્યા છે. આ તસવીરો અને વીડિયોમાં, વિકી કૌશલે 'છાવા' માટે કરેલા ટ્રાન્સફોર્મેશન અને તૈયારીની ઝલક બતાવી છે. આ તસવીરોમાં વિક્કી કૌશલની ઘોડેસવારીથી લઈ

વજન વધારવા સુધીની સફર જોવા મળી રહી છે. 'છાવા' માટે ટ્રાન્સફોર્મેશન વિક્કી કૌશલ દ્વારા શેર કરાયેલી તસવીરોમાં તે જીમમાં વર્કઆઉટ કરતો જોવા મળી રહ્યો છે. એક તસવીરમાં વિક્કી પોતાનું વજન પણ બતાવતો જોવા મળી રહ્યો છે. વિક્કી કૌશલ દ્વારા શેર કરાયેલી તસવીરમાં સ્પષ્ટ દેખાય છે કે ફિલ્મ માટે તેણે વજન વધારીને 100 કિલો જેટલું કર્યું હતું. એક

વીડિયોમાં એક્ટર ઘોડેસવારી કરી રહ્યો છે તો બીજા વીડિયોમાં તે કાન વીંધાવી રહ્યો છે. 'છાવા' કી તૈયારી, સબ પર ભારી વિક્કીએ કેપ્શનમાં લખ્યું હતું કે, ગુડ ઓલ્ડ 'છાવા' તૈયારીના દિવસો. 14 ફેબ્રુઆરીએ મળીશું. વિશ્વભરમાં એડવાન્સ બુકિંગ શરૂ થઈ ગયું છે. વિક્કીની આ પોસ્ટ પર સોશિયલ મીડિયા યુઝર્સે કોમેન્ટ કરી છે. એક યુઝરે લખ્યું - 'છાવા' કી તૈયારી, સબ

પર ભારી. જ્યારે બીજાએ લખ્યું કે 14 ફેબ્રુઆરી એ 'છાવા' દિવસ. તેમના ચાહકોએ ફિલ્મ પ્રત્યે ઉત્સાહ દર્શાવ્યો છે. ટ્રેલર રિલીઝ થયું ત્યારથી જ 'છાવા' વિવાદમાં છે ફિલ્મ 'છાવા'નું ટ્રેલર 22 જાન્યુઆરીના રોજ રિલીઝ થયું હતું. આ ટ્રેલરમાં, છત્રપતિ સંભાજી મહારાજની ભૂમિકા ભજવનાર વિક્કી કૌશલને નૃત્ય કરતો બતાવવામાં આવ્યો હતો, જેનાથી ઘણા લોકો ગુસ્સે થયા હતા. આ મુદ્દે

પૂર્વ રાજ્યસભા સાંસદ સંભાજી રાજે છત્રપતિએ નારાજગી વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે છત્રપતિ સંભાજી મહારાજને નાચતા દર્શાવવા એ ખૂબ જ ખોટું છે. તેમને લેઝીમ વગાડતા બતાવવા તો ઠીક હતુ, પણ તેમને નાચતા બતાવવામાં આવ્યા હતા. આ ફિલ્મ 14 ફેબ્રુઆરીએ રિલીઝ થશે ફિલ્મ 'છાવા'માં વિક્કી કૌશલ છત્રપતિ સંભાજી મહારાજ અને રશ્મિકા મંદાના તેમની પત્ની મહારાણી યેસુબાઈની ભૂમિકામાં

છે. આ ફિલ્મ લેખક શિવાજી સાવંતની નવલકથા "છાવા" નું રૂપાંતર છે. આ ફિલ્મનું દિગ્દર્શન લક્ષ્મણ ઉતેકર દ્વારા કરવામાં આવ્યું છે અને તેનું નિર્માણ મેડોક ફિલ્મ્સ અને દિનેશ વિજન દ્વારા કરવામાં આવ્યું છે. આ ફિલ્મમાં વિક્કી અને રશ્મિકા ઉપરાંત અક્ષય ખન્ના, દિવ્યા દત્તા, આશુતોષ રાણા, ડાયના પેન્ટી પણ મહત્ત્વપૂર્ણ ભૂમિકામાં છે. આ ફિલ્મ 14 ફેબ્રુઆરીએ રિલીઝ થશે.

Related Post