વિવાદોમાં ફસાયો વિજય દેવરાકોંડા, દાખલ થઈ ફરિયાદ: પહેલગામ પર નિવેદન આપવાના ચક્કરમાં એક્ટર આદિવાસીઓનું અપમાન કરી બેઠો

વિવાદોમાં ફસાયો વિજય દેવરાકોંડા, દાખલ થઈ ફરિયાદ:પહેલગામ પર નિવેદન આપવાના ચક્કરમાં એક્ટર આદિવાસીઓનું અપમાન કરી બેઠો
Email :

વિજય દેવરાકોંડા તેમની આગામી ફિલ્મ 'કિંગડમ' માટે સતત સમાચારમાં રહે છે. એવામાં એક કાર્યક્રમ દરમિયાન પહેલગામ આતંકી હુમલા પર નિવેદન આપવું એક્ટરને ભારે પડ્યું છે. આ નિવેદનથી એક નવો કાનૂની વિવાદ ઊભો થયો છે. એક અહેવાલો મુજબ, એડવોકેટ કિશન લાલ ચૌહાણે હૈદરાબાદના એસઆર નગર પોલીસ સ્ટેશનમાં વિજય દેવરાકોંડા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. રેટ્રોના પ્રી-રિલીઝ ઇવેન્ટમાં એક્ટરના નિવેદનોથી આદિવાસીઓની

લાગણીઓને ઠેસ પહોંચી છે. તેમણે કોપીમાં રેટ્રો પ્રી-રિલીઝ ઇવેન્ટના વીડિયોના સ્ક્રીનશોટ પણ જોડ્યા છે. ફરિયાદમાં પુરાવા તરીકે તેમના નિવેદન પર મીડિયા દ્વારા પ્રકાશિત થયેલા સમાચારોની નકલો પણ સામેલ કરી છે. ફરિયાદીએ એક્ટર પાસેથી શક્ય તેટલી વહેલી તકે માફી માંગવા પણ કહ્યું છે. વિજય દેવરાકોંડા શું કહ્યું હતું? રેટ્રો પ્રી-રિલીઝ ઇવેન્ટમાં વિજય દેવરકોંડાએ પહેલગામ હુમલા પર કહ્યું હતું કે,

કાશ્મીરમાં જે થઈ રહ્યું છે તેનો ઉકેલ આતંકવાદીઓને શિક્ષિત કરવાનો અને તેમનું બ્રેઇનવોશ થતું અટકે તેની ખાતરી કરવાનો છે. તેઓ શું પ્રાપ્ત કરશે? કાશ્મીર ભારતનું છે. કાશ્મીર આપણું છે. ભારતને પાકિસ્તાન પર હુમલો કરવાની પણ જરૂર નથી કારણ કે પાકિસ્તાનીઓ પોતે જ તેમની સરકારથી કંટાળી ગયા છે. જો આ ચાલુ રહેશે, તો તેઓ પોતે જ તેમના પર હુમલો

કરશે. હકીકતમાં, જેમ 500 વર્ષ પહેલાં આદિવાસીઓ લડતા હતા, તેમ આ લોકો પણ કોઈ બુદ્ધિ અને સમજણ વગર એ જ કામ કરી રહ્યા છે. આ મામલે વિજય દેવરકોંડા અને તેમની ટીમ તરફથી કોઈ નિવેદન આવ્યું નથી. પોલીસે તપાસ કરી છે. દરમિયાન, આ વિવાદ પર વિજય તરફથી હજુ સુધી કોઈ નિવેદન આવ્યું નથી. હાલ બધાની નજર ગૌતમ તિન્નાનુરી દ્વારા

ડિરેક્ટેડ 'કિંગડમ' પર છે. આ ફિલ્મ 30 મેના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. ફિલ્મમાં લીડ એક્ટ્રેસ વિશે સસ્પેન્સ લાંબા સમય સુધી રહ્યું. જોકે, કિંગડમના પહેલા સિંગલ 'હૃદયમ લોપ્પલા' ના રિલીઝ સાથે, નિર્માતાઓએ પુષ્ટિ આપી છે કે તે બીજું કોઈ નહીં પણ ભાગ્યશ્રી બોર્શે છે જે એક્શન ડ્રામામાં વિજય સાથે રોમાન્સ કરશે. રશ્મિકા મંદાના અને વિજય દેવરાકોંડાની

જોડી ખૂબ જ ચર્ચિત છે વિજય તેની પર્સનલ લાઈફના કારણે પણ ખૂબ ચર્ચામાં રહે છે. લાંબા સમયથી એવી અટકળો ચાલી રહી છે કે તે એક્ટ્રેસ રશ્મિકા મંદાનાને ડેટ કરી રહ્યો છે. તે કોઈ નવી વાત નથી. જોકે બંનેએ ક્યારેય તેની પુષ્ટિ કે ઇનકાર કર્યો નથી, પરંતુ સમાન બેકગ્રાઉન્ડ અને ઘણી સમાનતાઓ સાથેના ફોટોએ તેમના ફેન્સમાં ચર્ચા વધારી દીધી છે.

Leave a Reply

Related Post