વિજય દેવરકોંડા સામે એટ્રોસિટી હેઠળ ફરિયાદ દાખલ: એક્ટરે આદિવાસી સમુદાય વિરુદ્ધ વાંધાજનક નિવેદન આપ્યાનો ટ્રાઇબલ કમિટિનો આક્ષેપ

વિજય દેવરકોંડા સામે એટ્રોસિટી હેઠળ ફરિયાદ દાખલ:એક્ટરે આદિવાસી સમુદાય વિરુદ્ધ વાંધાજનક નિવેદન આપ્યાનો ટ્રાઇબલ કમિટિનો આક્ષેપ
Email :

સાઉથ એક્ટર વિજય દેવરકોંડા સામે એટ્રોસિટી એક્ટ (SC/ST એક્ટ) હેઠળ બીજો કેસ દાખલ કરવામાં આવ્યો છે. તેના પર આરોપ લગાવવામાં આવ્યો છે કે, તેણે રેટ્રો ફિલ્મના પ્રી-રિલીઝ કાર્યક્રમ દરમિયાન એક નિવેદનમાં આદિવાસી સમુદાય વિરુદ્ધ વાંધાજનક ટિપ્પણી કરી હતી. જેથી ટ્રાઇબલ કમિટિએ તેની વિરુદ્ધમાં પોલીસ ફરિયાદ નોંધાવી છે. PTI (ન્યૂઝ એજન્સી)એ પોલીસ અધિકારીને ટાંકીને લખ્યું છે કે, 'પહેલગામ આતંકવાદી હુમલા બાદ આદિવાસી સમુદાય વિરુદ્ધ ટિપ્પણી કરવા બદલ એક્ટર વિજય દેવરકોંડા સામે કેસ નોંધવામાં આવ્યો છે. એક્ટરે અગાઉ

ટિપ્પણી કરી હતી. જોકે, ફરિયાદના આધારે 17 જૂને તેની વિરુદ્ધ SC/ST એક્ટ હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે.' ટ્રાઇબલ કમિટિના સ્ટેટ પ્રેસિડેન્ટ નેનાવતા અશોક કુમાર નાયકે તેલંગાણાના સાયરાબાદના રાયદુગ્રામ પોલીસ સ્ટેશનમાં વિજય દેવરકોંડા વિરુદ્ધ એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધવામાં આવી છે. નોંધનીય છે કે, મે મહિનાની શરૂઆતમાં એડવોકેટ લાલ ચૌહાણે પણ વિજય વિરુદ્ધ એસઆર નગર પોલીસ સ્ટેશનમાં એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવી હતી. તેમણે કોપીમાં રેટ્રોના પ્રી-રિલીઝ ઇવેન્ટના વીડિયોના સ્ક્રીનશોટ પણ જોડ્યા હતા. તેમજ પુરાવા તરીકે

તેમના નિવેદન પર મીડિયા દ્વારા પ્રકાશિત થયેલા સમાચારની નકલો પણ શામેલ કરી હતી. ફરિયાદ મુજબ, વિજય દેવરાકોંડાએ કાશ્મીરમાં થયેલા તાજેતરના પહેલગામ આતંકવાદી હુમલાનો ઉલ્લેખ કરતી વખતે, કથિત રીતે આ ઘટનાની તુલના આદિવાસી સમુદાયો સાથે સંકળાયેલા ઐતિહાસિક સંઘર્ષો સાથે કરી હતી. વકીલ લાલ ચૌહાણે દાવો કર્યો હતો કે, 'એક્ટરની ટિપ્પણીઓ અત્યંત અપમાનજનક હતી અને આદિવાસી સમુદાયને નીચું દેખાડવા સમાન હતી.' વિજય દેવરકોંડા વિવાદ માટે માફી માંગી ચૂક્યો છે આ કાર્યક્રમમાં વિજયનું નિવેદન બહાર આવ્યા બાદ તેની આકરી

ટીકા થઈ હતી. વિવાદ વધતાં એક્ટરે જાહેરમાં માફી માંગી હતી. સોશિયલ મીડિયા પર શેર કરેલી માફીમાં તેણે લખ્યું કે, 'મારા ધ્યાનમાં આવ્યું છે કે, રેટ્રો ઓડિયો લોન્ચ ઇવેન્ટ દરમિયાન મેં કરેલી ટિપ્પણીઓ પર કેટલાક લોકોએ ચિંતા વ્યક્ત કરી છે. હું પ્રામાણિકપણે કહેવા માંગુ છું કે કોઈ પણ સમુદાય, ખાસ કરીને અનુસૂચિત જનજાતિને નુકસાન પહોંચાડવાનો કે નિશાન બનાવવાનો કોઈ ઈરાદો નહોતો. હું તેમનો ખૂબ આદર કરું છું અને તેમને આપણા દેશનો અભિન્ન ભાગ માનું છું.' 'હું એકતા

વિશે વાત કરી રહ્યો હતો કે ભારત કેવી રીતે એક છે. આપણા લોકો એક છે અને આપણે સાથે મળીને કેવી રીતે આગળ વધવું જોઈએ.' તેણે લખ્યું, 'કઈ દુનિયામાં આવું કરીશ, જ્યારે હું આપણા બધાને એક દેશ તરીકે એક રહેવા માટે આગ્રહ કરું છું, ત્યારે હું ભારતીયોના કોઈપણ જૂથ સાથે જાણી જોઈને ભેદભાવ કરીશ, જેમને હું મારો પરિવાર, મારા ભાઈઓ માનું છું. મેં 'જનજાતિ' શબ્દનો ઉપયોગ ઐતિહાસિક અને ડિક્શનરીના અર્થમાં કર્યો હતો. જે સદીઓ પહેલાના સમયનું વર્ણન કરે

છે, જ્યારે વૈશ્વિક સ્તરે માનવ સમાજ જનજાતિઓ અને કુળોમાં સંગઠિત હતો, જે ઘણીવાર સંઘર્ષમાં રહેતા હતા.' વિજયે પોતાની સ્પષ્ટતામાં અંગ્રેજી ડિક્શનરી મુજબ જનજાતિનો અર્થ પણ આપ્યો છે. તેમણે કહ્યું, 'અંગ્રેજી શબ્દકોશ મુજબ, 'જનજાતિ'નો અર્થ થાય છે- 'પરંપરાગત સમાજમાં એક સામાજિક વિભાજન, જેમાં સામાજિક, આર્થિક, ધાર્મિક અથવા લોહીના સંબંધોથી સંબંધિત પરિવારો અથવા સમુદાયોનો સમાવેશ થાય છે, જેમની સંસ્કૃતિ અને બોલી સમાન હોય છે. જો મારા મેસેજના કોઈપણ ભાગની ગેરસમજ થઈ હોય, તો હું દિલથી માફી માંગુ છું.'

Leave a Reply

Related Post