રૂમર્ડ ગર્લફ્રેન્ડની ફિલ્મ 'છાવા' જોઈ વિજય દેવરાકોંડાની દેશભક્તિ જાગી: કહ્યું- હું દેશના દુશ્મનોને મારવા માંગુ છું, ઔરંગઝેબ અને અંગ્રેજો પર ગુસ્સો વ્યક્ત કર્યો

રૂમર્ડ ગર્લફ્રેન્ડની ફિલ્મ 'છાવા' જોઈ વિજય દેવરાકોંડાની દેશભક્તિ જાગી:કહ્યું- હું દેશના દુશ્મનોને મારવા માંગુ છું, ઔરંગઝેબ અને અંગ્રેજો પર ગુસ્સો વ્યક્ત કર્યો
Email :

વિજય દેવરાકોંડાએ તાજેતરમાં હૈદરાબાદમાં સૂર્યાની ફિલ્મ 'રેટ્રો'ના પ્રી-રિલીઝ કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ દરમિયાન તેણે વિક્કી કૌશલ અને અક્ષય ખન્નાની ફિલ્મ 'છાવા' વિશે વાત કરી. વિજયે કહ્યું કે- ફિલ્મ જોયા પછી મને દેશના દુશ્મનો પર ખૂબ ગુસ્સો આવ્યો. આ ઈવેન્ટમાં એક્ટરને પૂછવામાં આવ્યું કે જો તેને ભૂતકાળમાં પાછા જવાની તક મળે,

તો તેઓ કોને મળવાનું પસંદ કરશે? તેનો જવાબ સાંભળીને બધા આશ્ચર્યચકિત થઈ ગયા. વિજયે કહ્યું, 'હું દેશના દુશ્મનો (અંગ્રેજો) મળી બે થપ્પડ મારવા માંગુ છું.' 'છાવા' જોયા પછી મને ખૂબ ગુસ્સો આવ્યો. જો મને તક મળે તો હું ઔરંગઝેબને પણ બે-ત્રણ થપ્પડ ઝીંકી દઈશ. હું આવા ઘણા લોકોને મળવા માંગુ

છું અને તેને તેની ભાષામાં સબકનો પાઠ ભણાવવા ઈચ્છું છું. હાલ તો મારા મનમાં આ બધું આવી રહ્યું છે. વિજયનો આ જવાબ સાંભળીને સૂર્યા પણ થોડો આશ્ચર્યચકિત થઈ ગયો. તે હસ્યો, વિજયના શબ્દોથી તેને થોડું અજીબ પણ લાગ્યું. જ્યારે સૂર્યાને પણ આ જ પ્રશ્ન પૂછવામાં આવ્યો, ત્યારે તેણે કહ્યું કે- ભૂતકાળમાં મને

કોઈ એવું દેખાતું નથી જેને હું મળવા માંગતો હોય. વિજયના આગામી પ્રોજેક્ટ્સ વિજય છેલ્લે 2024માં આવેલી ફિલ્મ 'ધ ફેમિલી સ્ટાર'માં મૃણાલ ઠાકુર સાથે જોવા મળ્યો હતો. આ ફિલ્મને મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો. વિજયે પ્રભાસ, દીપિકા પાદુકોણ અને અમિતાભ બચ્ચનની ફિલ્મ 'કલ્કી 2898 એડી'માં પણ કેમિયો કર્યો હતો જેને દર્શકોએ ખૂબ પસંદ કર્યો

હતો. તે હાલમાં રાહુલ સાંકૃત્યનની એક નવી ફિલ્મ પર કામ કરી રહ્યો છે, જેનું નામ હજુ નક્કી થયું નથી. 'છાવા' 14 ફેબ્રુઆરીના રોજ રિલીઝ થઈ હતી ફિલ્મ 'છાવા'માં વિક્કી કૌશલ છત્રપતિ સંભાજી મહારાજ અને રશ્મિકા મંદાના (વિજય દેવરાકોંડાની રૂમર્ડ ગર્લફ્રેન્ડ) તેમની પત્ની મહારાણી યેસુબાઈની ભૂમિકામાં છે. આ ફિલ્મ લેખક શિવાજી સાવંતની નવલકથા "છાવા"

નું રૂપાંતર છે. આ ફિલ્મનું દિગ્દર્શન લક્ષ્મણ ઉતેકર દ્વારા કરવામાં આવ્યું છે અને તેનું નિર્માણ મેડોક ફિલ્મ્સ અને દિનેશ વિજન દ્વારા કરવામાં આવ્યું છે. આ ફિલ્મમાં વિક્કી અને રશ્મિકા ઉપરાંત અક્ષય ખન્ના, દિવ્યા દત્તા, આશુતોષ રાણા, ડાયના પેન્ટી પણ મહત્ત્વની ભૂમિકામાં છે. આ ફિલ્મ 14 ફેબ્રુઆરીના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી.

Leave a Reply

Related Post