વિજય થલાપતિના બોડીગાર્ડે બુઝુર્ગના લમણે બંદૂક તાકી: એક્ટર આ ઘટનાને નજરઅંદાજ કરી ચાલતો થયો; યૂઝર્સે વાંધો ઉઠાવી કહ્યું- આ રીતે ભય ફેલાવવો કેટલો યોગ્ય ?

વિજય થલાપતિના બોડીગાર્ડે બુઝુર્ગના લમણે બંદૂક તાકી:એક્ટર આ ઘટનાને નજરઅંદાજ કરી ચાલતો થયો; યૂઝર્સે વાંધો ઉઠાવી કહ્યું- આ રીતે ભય ફેલાવવો કેટલો યોગ્ય ?
Email :

તમિલ સુપરસ્ટાર થલાપતિ વિજયનું મદુરાઈ એરપોર્ટ પર આગમન ત્યારે અંધાધૂંધીમાં ફેરવાઈ ગયું જ્યારે તેના એક બોડીગાર્ડે અચાનક બંદૂક કાઢી. વિજય કોડાઈકેનાલથી શૂટિંગ પૂર્ણ કરીને પરત ફરી રહ્યો હતો અને તેના સ્વાગત માટે એરપોર્ટ પર મોટી ભીડ એકઠી થઈ હતી. આ દરમિયાન, એક વૃદ્ધ ચાહક ઝડપથી વિજય તરફ આગળ વધ્યો. બોડીગાર્ડને તેની આ રીત ગમી નહીં અને તેણે તરત જ પોતાના ખિસ્સામાંથી બંદૂક કાઢી અને વૃદ્ધ માણસ તરફ તાકી. થોડીવારમાં બોડીગાર્ડે બંદૂક પાછી મૂકી અને ટીમે વૃદ્ધ માણસને ત્યાંથી દૂર ખસેડ્યો. દરમિયાન, એક્ટરમાંથી રાજકારણી બનેલા વિજયે આ ઘટના પર

કોઈ પ્રતિક્રિયા આપી નહીં અને શાંતિથી ટર્મિનલ તરફ ચાલ્યો ગયો . આ ઘટનાથી ચાહકોને આઘાત લાગ્યો હતો, પરંતુ રાહતની વાત એ હતી કે, વૃદ્ધ ચાહકને કોઈ નુકસાન થયું ન હતું અને બાદમાં તેને સુરક્ષિત સ્થળે લઈ જવામાં આવ્યા હતા. સોશિયલ મીડિયા પર યુઝર્સની પ્રતિક્રિયા આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ઇન્ડસ્ટ્રી ટ્રેકર મનોબાલા વિજયબાલને આ વીડિયો X (અગાઉ ટ્વિટર) પર શેર કર્યો છે. આ વીડિયો સામે આવ્યા બાદ, સોશિયલ મીડિયા પર યુઝર્સ વિવિધ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. આ વીડિયો પર એક યુઝરે ટિપ્પણી

કરીને લખ્યું,- "જ્યારે જનતા કે પત્રકારો રજનીકાંત સર, અજીત સર, શિવકાર્તિકેયન, સૂર્યા જેવા અન્ય સ્ટાર્સ પાસે જાય છે, ત્યારે તેઓ ખૂબ જ નમ્રતાથી વર્તે છે, પરંતુ આ વ્યક્તિનો મામલો અલગ છે. બિચારા ટાટા (દાદા) એ વિચાર્યું હશે કે તેમને વિજય જોવા મળશે, પરંતુ ટીમના મનમાં કંઈક બીજું જ હતું." જ્યારે બીજા એક યુઝરે સુરક્ષા ટીમની કાર્યવાહી પર સવાલ ઉઠાવ્યા અને લખ્યું, "શું જાહેર સ્થળે કોઈના માથા પર બંદૂક તાકવી કાયદેસર રીતે યોગ્ય છે, તે પણ એરપોર્ટ જેવી જગ્યાએ?" નોંધનીય છે કે, વિજય ટૂંક સમયમાં ફિલ્મ 'જાન નાયકન'માં જોવા

મળશે. આ ફિલ્મનું દિગ્દર્શન એચ વિનોથ કરી રહ્યા છે. આ ફિલ્મમાં વિજય સાથે પૂજા હેગડે, બોબી દેઓલ, પ્રકાશ રાજ, પ્રિયામણિ સહિત ઘણા સ્ટાર્સ જોવા મળશે. વિદ્યાર્થી સાથેનો વીડિયો વાયરલ થયા બાદ વિજય વિવાદમાં આવ્યો હતો તાજેતરમાં, થલાપતિ વિજયનો એક જૂનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો, જેમાં તે એક વિદ્યાર્થિનીને શાલ પહેરાવી ને તેના ખભા પર હાથ રાખીને તેનું સન્માન કરતો જોવા મળે છે. વીડિયોમાં, વિદ્યાર્થિની તરત જ તેનો હાથ દૂર કરતી જોવા મળે છે. જેના કારણે ઘણા લોકોએ વિજયને નિશાન બનાવ્યો. પાછળથી જાણવા મળ્યું કે

ગેરમાર્ગે દોરાઈ જવાય તે રીતે વીડિયો એડિટ કરવામાં આવ્યો હતો. આખી ક્લિપમાં, જોઈ શકાય છે કે વિદ્યાર્થિનીએ વિજય પાસેથી શાલ લીધી અને બાદમાં તેમનો હાથ પકડીને પોઝ પણ આપ્યો. આ વીડિયો 28 જૂન, 2024નો છે, જ્યારે વિજયે તેની પાર્ટી તમિલગા વેત્રી કઝગમના બીજા 'શિક્ષણ પુરસ્કાર સમારોહ'માં ધોરણ 10 અને 12 ના ટોપર્સનું સન્માન કર્યું હતું. આ કાર્યક્રમ ચેન્નાઈમાં યોજાયો હતો. વિજય વિરુદ્ધ FIR દાખલ કરવામાં આવી હતી આ પહેલા પણ વિજય સમાચારમાં હતો. માર્ચમાં, વિજય વિરુદ્ધ ચેન્નાઈમાં FIR દાખલ કરવામાં આવી હતી. રમઝાન દરમિયાન આયોજિત ઇફ્તાર પાર્ટીમાં મુસ્લિમ સમુદાયની

ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો તેમના પર આરોપ હતો. ખરેખર, રમઝાનનો પવિત્ર મહિનો શરૂ થતાં જ વિજયે ચેન્નાઈમાં ઇફ્તાર પાર્ટીનું આયોજન કર્યું હતું. આ કાર્યક્રમમાં તેમણે મુસ્લિમ સમુદાયના લોકો સાથે ઇફ્તાર કરી હતી અને પોતે પણ એક દિવસનો ઉપવાસ રાખ્યો હતો. ઇફ્તાર પાર્ટીના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. આ કેસમાં, તમિલનાડુ સુન્નત જમાતે ચેન્નાઈ પોલીસ કમિશનર ઓફિસમાં એક્ટર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં એવો આરોપ મૂકવામાં આવ્યો હતો કે વિજય દ્વારા આયોજિત ઇફ્તાર પાર્ટીમાં એવા કૃત્યો થયાં હતા જેનાથી મુસ્લિમ સમુદાયની ભાવનાઓને ઠેસ પહોંચી હતી.

Leave a Reply

Related Post