આજે ગુજરાત લખનઉની જીતની પ્રાર્થના કરશે: જો LSG જીતશે તો GTનું ટૉપ-2માં રહેવું કન્ફર્મ; RCBને પણ જીત જરૂરી; ટુર્નામેન્ટની છેલ્લી લીગ સ્ટેજ મેચ

આજે ગુજરાત લખનઉની જીતની પ્રાર્થના કરશે:જો LSG જીતશે તો GTનું ટૉપ-2માં રહેવું કન્ફર્મ; RCBને પણ જીત જરૂરી; ટુર્નામેન્ટની છેલ્લી લીગ સ્ટેજ મેચ
Email :

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025ની છેલ્લી લીગ મેચમાં લખનઉ સુપર જાયન્ટ્સ (LSG)નો મુકાબલો રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) સામે થશે. મેચ લખનઉના ભારત રત્ન શ્રી અટલ બિહારી વાજપેયી એકાના ક્રિકેટ સ્ટેડિયમમાં સાંજે 7:30 વાગ્યે શરૂ થશે. બંને ટીમ આ સિઝનમાં પહેલી વખત એકબીજા સામે રમશે. હાલમાં બેંગલુરુ 13 મેચમાં 8 જીત, 4 હાર અને એક અનિર્ણિત મેચ સાથે 17 પોઇન્ટ્સ લઈને ત્રીજા નંબર પર છે. ટીમે જો ટૉપ-2માં રહીને ક્વોલિફાયર-1 રમવું હશે, તો દરેક સંજોગોમાં આ મેચ જીતવી જરૂરી છે.

બીજી તરફ, ટુર્નામેન્ટમાંથી પહેલેથી જ બહાર થઈ ચૂકેલી લખનઉ જીત સાથે આ સિઝનને અલવિદા કહેવા ઇચ્છશે. ઉપરાંત, જો LSG જીતશે, તો ગુજરાતને ફાયદો રહેશે. કારણ કે તેમની જીતથી ગુજરાત ટૉપ-2માં જ રહેશે. LSG હાલમાં પોઇન્ટ્સ ટેબલમાં સાતમા સ્થાને છે. ટીમની 13 મેચમાં 6 જીત અને 7 હાર બાદ 12 પોઇન્ટ છે. જો લખનઉ આ મેચ જીતે તો સનરાઇઝર્સ હૈદરાબાદને પાછળ છોડીને છઠ્ઠા સ્થાને આવી જશે. મેચ ડિટેઇલ્સ, 70મી મેચ LSG Vs RCB તારીખ: 27 મે સ્ટેડિયમ: એકાના ક્રિકેટ સ્ટેડિયમ, લખનઉ સમય: ટૉસ -

7:00 PM, મેચ શરૂ - 7:30 PM હેડ ટુ હેડમાં RCB એક મેચથી આગળ RCB અને LSG વચ્ચે IPLના ઇતિહાસમાં અત્યાર સુધી 5 મેચ રમાઈ છે. 3 મેચમાં RCBને જીત મળી છે, જ્યારે 2 મેચ LSGએ પોતાના નામે કરી છે. 2024ની સિઝનમાં બંને ટીમ માત્ર 1 મેચમાં રમી હતી. તે મેચ લખનઉએ 28 રનથી જીતી હતી. IPL 2023માં બન્ને ટીમે 1-1 મેચ પોતાના નામે કરી હતી. માર્શ-માર્કરમ શાનદાર ફોર્મમાં લખનઉ સુપર જાયન્ટ્સના ઓપનર્સ શાનદાર ફોર્મમાં છે. અગાઉની મેચમાં LSGએ ગુજરાતને

33 રનથી હરાવ્યું હતું. તે મેચમાં મિચેલ માર્શે સદી અને નિકોલસ પૂરને અડધી સદી ફટકારી હતી. ખરાબ ફોર્મમાં રહેલા રિષભ પંત આખરી મેચમાં સારી ઇનિંગ રમવાનો પ્રયાસ કરશે. મિચેલ માર્શ આ સિઝનના ચોથા સૌથી વધુ રન બનાવનાર ખેલાડી છે. તેણે 12 ઇનિંગ્સમાં 46.66ની સરેરાશ અને 161.84ની સ્ટ્રાઇક રેટ સાથે 560 રન બનાવ્યા છે. તેણે અગાઉની મેચમાં 117 રન ફટકાર્યા હતા. માર્શનો ઓપનિંગ સાથીદાર એડન માર્કરમે 13 મેચમાં 445 રન બનાવ્યા છે. બોલિંગ વિભાગમાં પ્રતિબંધને કારણે અગાઉની મેચમાં ન રમનાર

દિગ્વેશ રાઠી LSGનો ટૉપ વિકેટ ટેકર છે. તેમણે અત્યાર સુધી 12 મેચમાં 14 વિકેટ લીધી છે. તેનો સાથ આપવા માટે ટીમમાં શાર્દૂલ ઠાકુર, રવિ બિશ્નોઈ અને આવેશ ખાન જેવા બોલર્સ છે. કોહલી ટૉપ બેટર, હેઝલવુડની વાપસી વિરાટ કોહલી RCBના શ્રેષ્ઠ બેટર રહ્યો છે. તેણે અત્યાર સુધી 12 ઇનિંગ્સમાં 60.88ની સરેરાશ અને 145.35ની સ્ટ્રાઇક રેટ સાથે 548 રન બનાવ્યા છે, જેમાં 7 અડધી સદીઓ સામેલ છે. બેંગલુરુને અગાઉની મેચમાં હૈદરાબાદ સામે 42 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. તે મેચમાં કેપ્ટન

રજત પાટીદાર ઇમ્પેક્ટ પ્લેયર તરીકે રમ્યો હતો. તેને આંગળીમાં ઈજા થઈ હતી. બોલિંગમાં સિઝનના ચોથા સૌથી વધુ વિકેટ ટેકર જોશ હેઝલવુડની વાપસી થઈ ગઈ છે. ભારત-પાક તણાવ વચ્ચે હેઝલવુડ પોતાના ઘર ઓસ્ટ્રેલિયા ગયો હતો. જે બાદ તેના પરત ન ફરવાની વાતો થઈ રહી હતી. જોકે, હેઝલવુડ બેંગલુરુના કેમ્પમાં ફરીથી જોડાઈ ગયો છે. તેણે 10 ઇનિંગ્સમાં 17.27ની સરેરાશ સાથે 18 વિકેટ લીધી છે. પિચ રિપોર્ટ અને ટૉસ ફેક્ટર ​​​​​​​લખનઉના ભારત રત્ન અટલ બિહારી વાજપેયી એકાના ક્રિકેટ સ્ટેડિયમમાં કાળી અને લાલ માટીની

પિચ છે. આના કારણે ક્યારેક લો-સ્કોરિંગ તો ક્યારેક હાઇ-સ્કોરિંગ મેચ જોવા મળે છે. લાલ માટીની પિચ પર ઝડપી બોલર્સને વધુ બાઉન્સ અને ગતિ મળે છે, જેના કારણે બોલ બેટ પર સારી રીતે આવે છે અને બેટર્સ મોટા શોટ રમે છે. બીજી તરફ, કાળી માટીની પિચ પર બોલ થોડો અટકીને આવે છે, જેના કારણે સ્પિન બોલર્સને વધુ ટર્ન મળે છે. IPL 2025ના લીગ તબક્કામાં અત્યાર સુધી રમાયેલી મેચમાં ઝાકળ પણ એક મહત્વનું પરિબળ રહ્યું છે. ઝાકળના કારણે બીજી ઇનિંગમાં બોલર્સને

બોલને ગ્રિપ કરવામાં મુશ્કેલી પડે છે, જેનો ફાયદો ઉઠાવીને બેટિંગ કરતી ટીમ માટે રન ચેઝ કરવું સરળ બને છે. આવી સ્થિતિમાં ટૉસ મહત્વની ભૂમિકા ભજવશે. ટૉસ જીતનાર કેપ્ટન પ્રથમ બોલિંગ પસંદ કરવાનું વધુ પસંદ કરશે. લખનઉ સ્ટેડિયમમાં IPLની અત્યાર સુધી 21 મેચ રમાઈ છે. આમાં પ્રથમ બેટિંગ કરનારી ટીમે 9 મેચ જીતી છે, જ્યારે ચેઝ કરનારી ટીમને 11 મેચમાં જીત મળી છે. એક મેચ અનિર્ણિત રહી છે. હવામાન સ્થિતિ ​​​​​​​લખનઉમાં લખનઉ અને બેંગલુરુની મેચમાં વરસાદની કોઈ સંભાવના નથી. જોકે, આ

દરમિયાન તીવ્ર ગરમી રહેશે. તાપમાન 35 ડિગ્રીથી 42 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે રહેવાની આશા છે. બન્ને ટીમની સંભવિત પ્લેઇંગ-12 (ઇમ્પેક્ટ પ્લેયર સહિત) લખનઉ સુપર જાયન્ટ્સ (LSG): રિષભ પંત (કેપ્ટન અને વિકેટકીપર), મિચેલ માર્શ, એડન માર્કરમ, નિકોલસ પૂરન, આયુષ બદોની, અબ્દુલ સમદ, હિમ્મત સિંહ, દિગ્વેશ રાઠી, આકાશ દીપ, આવેશ ખાન, વિલિયમ ઓરોર્કે. રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB): રજત પાટીદાર (કેપ્ટન), ફિલ સોલ્ટ, વિરાટ કોહલી, જીતેશ શર્મા (વિકેટકીપર), ટિમ ડેવિડ, રોમારિયો શેફર્ડ, કૃણાલ પંડ્યા, ભુવનેશ્વર કુમાર, યશ દયાલ, જોશ હેઝલવુડ, સુયશ શર્મા.

Leave a Reply

Related Post