RCB માટે ક્વોલિફાયર-1ની દૃષ્ટિએ અત્યંત મહત્વપૂર્ણ મેચ: આજે બેંગલુરુ Vs હૈદરાબાદ વચ્ચે જંગ, લખનઉમાં રમાશે મુકાબલો

RCB માટે ક્વોલિફાયર-1ની દૃષ્ટિએ અત્યંત મહત્વપૂર્ણ મેચ:આજે બેંગલુરુ Vs હૈદરાબાદ વચ્ચે જંગ, લખનઉમાં રમાશે મુકાબલો
Email :

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025ની 65મી મેચમાં આજે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB)નો મુકાબલો સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) સામે થશે. મેચ લખનઉના ભારત રત્ન શ્રી અટલ બિહારી વાજપેયી સ્ટેડિયમ (એકાના)માં સાંજે 7:30 વાગ્યે શરૂ થશે. આ મેચ અગાઉ બેંગલુરુના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાવાની હતી, પરંતુ ખરાબ હવામાનને કારણે તેને લખનઉમાં ખસેડવામાં આવી છે. એકાના સ્ટેડિયમમાં બંને ટીમ પહેલી વખત એકબીજા સામે રમશે. RCB માટે ક્વોલિફાયર-1ની દૃષ્ટિએ આ મેચ અત્યંત મહત્વપૂર્ણ છે. બીજી તરફ, SRH

પ્લેઑફની રેસમાંથી પહેલેથી જ બહાર થઈ ચૂકી છે. આ સિઝનમાં બંને ટીમ પહેલી વખત એકબીજા સામે રમશે. મેચ ડિટેઇલ્સ, 65મી મેચ RCB Vs SRH તારીખ: 23 મે સ્ટેડિયમ: એકાના સ્ટેડિયમ, લખનઉ સમય: ટૉસ - 7:00 PM, મેચ શરૂ - 7:30 PM હેડ ટુ હેડમાં હૈદરાબાદ આગળ IPLમાં બંને ટીમો વચ્ચે અત્યાર સુધી કુલ 25 મેચ રમાઈ છે. 11માં RCB અને 13માં SRHને જીત મળી છે. જ્યારે એક મેચ અનિર્ણિત રહી હતી. એકાના સ્ટેડિયમમાં બંને ટીમ પહેલી

વખત એકબીજા સામે રમશે. કોહલી RCBનો ટૉપ સ્કોરર RCB તરફથી વિરાટ કોહલીએ સૌથી વધુ રન બનાવ્યા છે. જોશ હેઝલવુડ 18 વિકેટ સાથે ટીમનો ટૉપ બોલર છે. તે ઈજાને કારણે ચેન્નઈ સામેની મેચ રમી શક્યો નહોતો. જો હેઝલવુડ આજે રમે તો 3 વિકેટ લઈને ટુર્નામેન્ટનો ટૉપ વિકેટ ટેકર બની શકે છે. હેઝલવુડ ઈજાને કારણે ટુર્નામેન્ટમાંથી બહાર થઈ શકે છે, જોકે આની સત્તાવાર પુષ્ટિ થઈ નથી. SRH માટે કોઈ બેટર આ સિઝનમાં 400 રન

બનાવી શક્યો નથી પ્લેઑફમાંથી બહાર થઈ ચૂકેલી સનરાઇઝર્સ હૈદરાબાદ માટે આ સિઝનમાં કોઈ પણ બેટર 400 રન બનાવી શક્યો નથી. અભિષેક શર્મા 373 રન સાથે ટીમનો ટૉપ રન સ્કોરર છે. બોલિંગમાં હર્ષલ પટેલે ટીમમાંથી સૌથી વધુ 15 વિકેટ લીધી છે. પિચ રિપોર્ટ એકાના સ્ટેડિયમની પિચ છેલ્લા કેટલાક વર્ષોમાં ઘણી બદલાઈ છે. આ સ્ટેડિયમમાં કાળી અને લાલ માટીની 9 પિચ તૈયાર કરવામાં આવી છે, જેના કારણે ક્યારેક હાઇ સ્કોરિંગ તો ક્યારેક લો સ્કોરિંગ મેચ

જોવા મળે છે. અહીં અત્યાર સુધી IPLની 20 મેચ રમાઈ છે. 8 મેચમાં પ્રથમ ઇનિંગમાં બેટિંગ કરનારી ટીમ અને 11માં ચેઝ કરનારી ટીમને જીત મળી છે. જ્યારે એક મેચ અનિર્ણિત રહી હતી. અહીંનો સૌથી વધુ ટીમ સ્કોર 235/6 છે, જે કોલકાતા નાઇટ રાઇડર્સે ગત સિઝનમાં લખનઉ સુપર જાયન્ટ્સ સામે બનાવ્યો હતો. હવામાન સ્થિતિ લખનૌમાં શુક્રવારે ખૂબ જ ગરમી રહેશે. આખો દિવસ તડકો રહેશે. વરસાદની 13% શક્યતા છે. તાપમાન 27થી 37 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે

રહી શકે છે. બન્ને ટીમની સંભવિત પ્લેઇંગ-12 (ઇમ્પેક્ટ પ્લેયર સહિત) રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB): રજત પાટીદાર (કેપ્ટન), વિરાટ કોહલી, ફિલ સોલ્ટ/જેકબ બેથેલ, મયંક અગ્રવાલ, જીતેશ શર્મા (વિકેટકીપર), ટિમ ડેવિડ, રોમારિયો શેફર્ડ, કૃણાલ પંડ્યા, ભુવનેશ્વર કુમાર, યશ દયાલ, સુયશ શર્મા અને લુંગી એન્ગિડી. સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH): પેટ કમિન્સ (કેપ્ટન), ટ્રેવિસ હેડ, અભિષેક શર્મા, ઈશાન કિશન, હેનરિક ક્લાસેન (વિકેટકીપર), અનિકેત વર્મા, નીતિશ કુમાર રેડ્ડી, કામિન્દુ મેન્ડિસ, હર્ષલ પટેલ, ઝીશાન અંસારી, ઈશાન મલિંગા, મોહમ્મદ શમી.

Leave a Reply

Related Post