વિરાટ કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી: કોચ ગંભીરની ઇમોશનલ પોસ્ટ, કહ્યું- સિંહ જેવો ઝનૂની માણસ…તને મિસ કરીશ ચીક્સ

વિરાટ કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી:કોચ ગંભીરની ઇમોશનલ પોસ્ટ, કહ્યું- સિંહ જેવો ઝનૂની માણસ…તને મિસ કરીશ ચીક્સ
Email :

વિરાટ કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી છે. તેણે સોમવારે ઇન્સ્ટાગ્રામ પર લખ્યું- ટેસ્ટ ક્રિકેટે મારી કસોટી કરી છે, મને આકાર આપ્યો છે, મને એવા પાઠ શીખવ્યા છે, જે હું જીવનભર યાદ રાખીશ. વિરાટ કોહલીએ 10 મેના રોજ BCCIને કહ્યું હતું કે હું ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવા માગું છું. BCCIએ કોહલીને પોતાના નિર્ણય પર પુનર્વિચાર કરવા કહ્યું હતું. 11 મેના રોજ બોર્ડના એક અધિકારીએ તેમની સાથે વાત કરી. વિરાટ કોહલીએ 123 ટેસ્ટ મેચ રમી છે, જેમાં 30 સદી અને 31 અડધી સદી ફટકારી છે. વિરાટે 7 બેવડી સદી ફટકારી

છે. તેને 2017 અને 2018માં ટેસ્ટ પ્લેયર ઓફ ધ યર તરીકે પસંદ કર્યો હતો. ઇન્સ્ટાગ્રામ પર નિવૃત્તિની જાહેરાત કરી કોહલીએ લખ્યું- ટેસ્ટે મારી કસોટી કરી, મને જીવનના પાઠ શીખવ્યા વિરાટે લખ્યું, 'મેં 14 વર્ષ પહેલાં ટેસ્ટ ક્રિકેટમાં પહેલીવાર બેગી બ્લૂ જર્સી પહેરી હતી. સાચું કહું તો મેં ક્યારેય કલ્પના પણ નહોતી કરી કે આ ફોર્મેટ મને આવી સફર પર લઈ જશે. તેણે મારી કસોટી કરી, મને વ્યાખ્યાયિત કર્યો અને મને એવા પાઠ શીખવ્યા, જે હું મારા બાકીના જીવન માટે મારી સાથે રાખીશ. વ્હાઇટ જર્સીમાં રમવું એ મારા માટે ખૂબ

જ ખાસ અને વ્યક્તિગત અનુભવ છે. મહેનત, લાંબા દિવસો, નાની ક્ષણો જે કોઈ જોતું નથી, પણ એ હંમેશાં તમારી સાથે રહે છે. જેમ જેમ હું આ ફોર્મેટથી દૂર જઈ રહ્યો છું, એ સરળ નથી, પરંતુ હાલમાં એ યોગ્ય લાગે છે. મેં મારું સર્વસ્વ આપી દીધું છે અને તેણે મને મારી અપેક્ષા કરતાં વધુ આપ્યું છે. હું રમત માટે, મેદાન પરના લોકો માટે અને આ સફરમાં મને સપોર્ટ આપનારા દરેકનો આભારી છું. હું હંમેશાં મારી ટેસ્ટ કારકિર્દીને સ્મિત સાથે જોઈશ. તેણે આગળ પોતાનો જર્સી નંબર '269' લખ્યો અને 'સાઇનિંગ

ઓફ' લખ્યું. BCCIએ પોસ્ટર શેર કર્યું અને લખ્યું- થેન્ક યુ BCCIએ વિરાટ કોહલીનો આભાર માન્યો. બોર્ડે લખ્યું- ટેસ્ટ ક્રિકેટમાં એક યુગનો અંત આવ્યો છે, પરંતુ વારસો ચાલુ રહેશે. ટીમ ઈન્ડિયામાં તેણે આપેલું યોગદાન હંમેશાં યાદ રાખવામાં આવશે. હેડ કોચ ગંભીરે પોસ્ટ કરી ટીમ ઈન્ડિયાના હેડ કોચ ગૌતમ ગંભીરે X પર પોસ્ટ કરીને વિરાટને ટેસ્ટમાંથી રિટાયરમેન્ટ લેવા પર ઇમોશનલ પોસ્ટ કરી. તેણે લખ્યું કે 'સિંહ જેવો ઝનૂની માણસ..તને મિસ કરીશ ચીક્સ'. ભારતીય ડ્રેસિંગ રૂમમાં વિરાટનું હુલામણું નામ ચીકુ છે. કોહલીના બેસ્ટ ફ્રેન્ડ ડી વિલિયર્સે કહ્યું- સાચો લિજેન્ડ: સાઉથ આફ્રિકાના ભૂતપૂર્વ

કેપ્ટન એબી ડી વિલિયર્સે નિવૃત્તિ પર વિરાટ કોહલીને એક સાચો લિજેન્ડ ગણાવ્યો. એબીડીએ કહ્યું કે કોહલીની કુશળતા હંમેશા પ્રેરણાદાયક રહી છે. તે કોહલીને પ્રેમથી biscotti કહેતો. આ ઇટાલિયન શબ્દનો અર્થ બિસ્કીટ થાય છે. વિરાટ કોહલીએ ટેસ્ટમાં 9230 રન બનાવ્યા, 30 સેન્ચુરી ટેસ્ટમાં ધોની અને રોહિતથી આગળ વિરાટ; બધી ઘરઆંગણેની સિરીઝ જીતી કોહલીએ પોતાની કેપ્ટનશિપ દરમિયાન 7 બેવડી સદી પણ ફટકારી ભલે બેટર વિરાટ કોહલીએ દરેક કેપ્ટન હેઠળ પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હોય, પરંતુ જ્યારે તે પોતે કેપ્ટન બન્યો ત્યારે તેણે ટેસ્ટ બેટિંગની બધી ખામીઓને સિદ્ધિઓમાં ફેરવી દીધી. કોહલીએ પોતાની કેપ્ટનશિપ

હેઠળ રેકોર્ડ 7 બેવડી સદી ફટકારી હતી. 2014ના ઇંગ્લેન્ડ પ્રવાસ દરમિયાન કોહલી બેટથી કંઈ ખાસ કરી શક્યો નહોતો, પરંતુ 2018માં તેણે બેટ ફેરવી દીધું અને સિરીઝનો સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બન્યો. ઓસ્ટ્રેલિયામાં તે દર વખતે રન બનાવે છે, તેણે સાઉથ આફ્રિકામાં પણ સદી ફટકારી અને સાબિત કર્યું કે શા માટે ICCએ તેને 2020માં દાયકાનો શ્રેષ્ઠ ક્રિકેટર તરીકે પસંદ કર્યો. કોહલીએ પોતાના દેશમાં ટેસ્ટ કારકિર્દીમાં સૌથી વધુ સદીઓ ફટકારી કોહલીએ ટેસ્ટમાં 30 સદી ફટકારી છે. આમાંથી ભારતમાં સૌથી વધુ 14 સદી ફટકારી છે. તેણે ન્યૂઝીલેન્ડમાં એક સદી ફટકારી છે.

Leave a Reply

Related Post