Uric Acidથી મેળવવો છે છૂટકારો ? રોજ સવારે કરો આ કામ:

Uric Acidથી મેળવવો છે છૂટકારો ? રોજ સવારે કરો આ કામ
Email :

યુરીક એસિડ એક એવી સમસ્યા છે જેના વિશે સામાન્ય રીતે લોકો વિચારતા જ નથી. પરંતુ જ્યારે શરીરમાં યૂરિક એસિડનું લેવલ વધે અથવા તો સંતુલનથી બહાર થઇ જાય ત્યારે જોઇન્ટ પેઇન અને કિડનીની સમસ્યાઓ થવાની સંભાવના રહે છે. પરંતુ યુરિક એસિડથી ડરવાની જરૂર નથી. કેટલાક નેચરલ ઉપાયોથી યૂરિક એસિડને કાબૂમાં કરવુ શક્ય છે.
ઉઠતાની સાથે જ પાણી પીવુ
યુરિક એસિડ શરીરમાંથી બહાર કાઢવા પાણી પીવુ જરૂરી છે. સવારે ઉઠીને તરત જ જો તમે પાણી પીવો

છો તો યુરિક એસિડ બહાર નીકળવુ સરળ બની જાય છે. ગરમ પાણીમાં હળદળ કે મેથી દાણા નાંખીને પીવાથી યુરિક એસિડ કંટ્રોલમાં કરી શકાય.

લીંબુ શૉટ
લીંબુ યૂરિક એસિડ લેવલને બેલેન્સ કરવામાં ઉપયોગી છે. તે પાચનમાં સુધારો કરવા માટે પણ ઉપયોગી છે. તેમજ સાંધામાં યુરિક એસિડના ક્રિસ્ટલ બનતા રોકવામાં ઉપયોગી છે.
ઘાસ પર ઉઘાડા પગે ચાલો
સવારે ઘાસ પર ખુલ્લા પગે ચાલવાથી યુરિક એસિડના સ્તરમાં બદલાવ આવે છે. પગના તળિયામાં નેચરલ એક્યુપ્રેશર ઇફેક્ટ કિડનીના કામને પણ પ્રભાવિત કરે

છે. જેનાથી યૂરિક એસિડ સરળતાથી શરીરની બહાર નીકળી શકે છે.

હર્બલ ટી
સવારે ઉઠીને ચા પીવો છો તેમ પરંતુ કેફીન તમારા શરીરને ડિહાઇડ્રેટ કરી શકે છે. જેનાથી યૂરિક એસિડને બહાર કાઢવુ મુશ્કેલ છે. આથી તુલસી, ગિલોય જેવી હેલ્ધી ચા પીવાથી શરીરને ડિટોક્સ કરવામાં મદદ મળે છે. હર્બલ ટીમાં એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણ હોય છે. જે યુરિક એસિડને વધતા રોકે છે.
(disclaimer: અહીં આપેલી માહિતી જાણકારી માટે આપી છે. તેનુ અમલીકરણ કરતા પહેલા ડોક્ટર-નિષ્ણાંતની સલાહ અવશ્ય લેવી) 

Leave a Reply

Related Post