'દર વખતે છોકારોએ મરીને જ પ્રુવ કરવાનું તે સાચો હતો?': પૂર્વ પત્ની પરિણીત પ્રેમી સાથે મળી ટોર્ચર કરતા વેપારીનો આપઘાત; મોપેડની ડિકીમાંથી અંતિમ વીડિયો અને સુસાઇડ નોટ મળી

'દર વખતે છોકારોએ મરીને જ પ્રુવ કરવાનું તે સાચો હતો?':પૂર્વ પત્ની પરિણીત પ્રેમી સાથે મળી ટોર્ચર કરતા વેપારીનો આપઘાત; મોપેડની ડિકીમાંથી અંતિમ વીડિયો અને સુસાઇડ નોટ મળી
Email :

સુરતના મોટા વરાછા અબ્રામા રોડ ખાતે રહેતા અને મૂળ રાજકોટના 30 વર્ષીય વેપારી યુવાનના આપઘાતના બનાવમાં ઉત્રાણ પોલીસે યુવાનની સુસાઈડ નોટ અને તેણે બનાવેલા ત્રણ વીડિયોના આધારે તેની પૂર્વ પત્ની શીતલ, તેનો પ્રેમી અને તેનાં 10 સ્ત્રી-પુરુષ મિત્રો વિરુદ્ધ આપઘાતની દુષ્પ્રરણાનો ગુનો નોંધ્યો હતો, જે પૈકી શીતલ અને તેના પ્રેમી મોહસીનને નવસારીની એક હોટલમાંથી ઝડપી પાડવામાં આવ્યાં છે. જ્યારે અન્ય 10 આરોપીની શોધખોળ ચાલી રહી છે. યુવાનના આપઘાત બાદ સુસાઈડ નોટ અને મોબાઇલ તેની મોપેડની ડીકીમાંથી મળી આવી હતી, તેમાં 3 જેટલા વીડિયો પુરાવા તરીકે મરનાર યુવક જયદીપના મોબાઈલ પરથી મળી આવતાં

શીતલની કાળી કરતૂત બહાર આવી હતી. જયદીપ એ આપઘાત પહેલા બનાવેલો અડધા કલાકનો વીડિયો ખૂબ જ હદયદ્રાવક છે. શીતલ સાથે પ્રેમ કરવાથી લઈને તેને મરવા મજબૂર કર્યો ત્યાં સુધીનું તેણે રડતા રડતા વર્ણન કર્યું છે. આ સાથે જ વડાપ્રધાન મોદીને છોકરાઓ માટે પણ કાયદો બનાવવાની અપીલ કરી છે. જેથી છોકરાઓને મરીને સાચા હતા તેવું પ્રુવ ન કરવું પડે તેવું પણ જણાવ્યું છે. મૃતકની મોપેડની ડિકીમાંથી સુસાઇડ નોટ અને વીડિયો મળ્યા જયદીપ પાંચ બહેનોનો એકનો એક ભાઈ હતો. જયદીપે નર્મદા સાગબારા નિશાળ ફળિયું ગામ ચિત્રા ફળિયામાં રહેતા લાલુભાઈ પી.રાઠવાની દીકરી શીતલ સાથે 30 ઓક્ટોબર

2023ના રોજ પ્રેમલગ્ન કર્યા હતાં. લગ્ન બાદ શીતલ નાની નાની વાતે જયદીપ અને પરિવારના અન્ય સભ્યો સાથે ઝઘડો કરતી હતી. પિતા મનસુખભાઈ વતનમાં લગ્નપ્રસંગમાં ગયા હતા, ત્યારે 4 એપ્રિલની રાત્રે જયદીપે મોટા વરાછા દુ:ખીયાના દરબાર રોડથી લાલ તંબુ તરફ જવાના રસ્તા ઉપર હની ભંગ્લોઝના ખુલ્લા પ્લોટમાં ઝેરી દવા પી લેતાં હોસ્પિટલમાં દાખલ કરાયા બાદ ટૂંકી સારવારમાં મોત થયું હતું. જયદીપની અંતિમ વિધિ બાદ પરિવારે તેના મોપેડની ડિકી ચેક કરતાં તેમાંથી સુસાઈડ નોટ મળી હતી. તેના મોબાઈલ ફોનમાંથી પણ ઝેરી દવા પીધી તે પહેલાં બનાવેલા ત્રણ વીડિયો મળ્યા હતા. 'બધાથી હારી

ગયો છું, એટલે આ પગલું ભરું છું' વીડિયોમાં જણાવ્યું હતું કે, મમ્મી પાપા મને માફ કરજો, હું હારી ગયો છું, મારી લાઈફ બગાડી નાંખી. હવે મારામાં હિમ્મત નથી. આ લોકો મને મારે છે. મારા પર ખોટા કેસ મારી વાઇફ પાસેથી કરાવ્યા હતા. મારા ઘરે આવીને મમ્મી-પપ્પા, બહેનને ધમકી આપે છે. મારામાં હિમ્મત નથી, મને મરવા સુધી મજબુર કર્યો. હું હારી ગયો છું. શીતલ શું કામ મારી સાથે આવું કર્યું કે બીજાના લીધે મારી લાઈફ ખરાબ કરી દીધી તૈં, હું જાઉ છું, આજ સુધી મેં તને આપેલાં વચન નિભાવ્યાં છે. મારી ભૂલ શું હતી

કે જે, મેં તારો વિચાર કર્યો. તે મારી બાઇક ખરાબ કરી. તેં મારી કદર ના કરી. તે મને જવાબ દેજે. મેં શું બગાડયું હતું તારું. શીતલ, આ લોકો મને બહુ જ હેરાન કર્યો છે. હું લાઇફથી આ બધાથી હારી ગયો છું એટલે! આ પગલું ભરું છું. મને માફ કરજો બઘા. મેં એને ઘણા મોકા આપ્યા પણ તેને સુધરવું જ નહોતું વીડિયોમાં વધુમાં જયદીપ એ જણાવ્યું હતું કે, મારી સગાઈ થઈ ગઈ હતી, પણ તું સુસાઇડ કરવા જઈ રહી હતી અને મારા પગે પડી હતી એટલે મેં તારી સાથે લગ્ન કર્યા હતા. લગ્ન સાથે

જે વચન નિભાવવાનું કહ્યું હતું તે તમામ વચન મેં નિભાવ્યા હતા. તારે ઓનલાઇનનો ધંધો કરવો હતો તો મેં તને ધંધો પણ સેટ કરી આપ્યો હતો. પણ તે મારી સાથે ખૂબ જ ખોટું કર્યું અને તે આ બધા સાથે મળીને મારી સાથે ગેમ કરી છે. તું જ્યારે પણ મને બોલાવતી ત્યારે પણ હું આવતો અને ત્યારે તું મને મારતી હતી તો પણ હું ચૂપચાપ ત્યાંથી નીકળી જતો હતો. મેં તને કેટલા મોકા આપ્યા પણ જેને સુધરવું જ નથી તે સુધારવાનું જ નથી. 'છોકરાઓએ મરીને જ પૂરું કરવું પડે છે કે તે

સાચો હતો?' વીડિયોમાં વધુમાં જણાવ્યું હતું કે, પોલીસમાં મેં પણ કેસ કર્યો હતો પણ તે બધાએ મને દબાણ કરીને કેસ પણ પરત કરાવી લીધો હતો. છોકરાઓ માટે કોઈ કાયદો જ નથી. છોકરાઓએ મરીને જ પૂરું કરવું પડે છે કે તે સાચો હતો?. પીએમ મોદીને મારે એટલું જ કહેવું છે કે છોકરાઓ માટે પણ કાયદો બનાવવો જેથી તેને મરીને સાબિત ન કરવું પડે કે તે સાચો હતો. શીતલ વિશેની ઘણી એવી વાતો છે જે હું અહીં કહેવા માગતો નથી. પરિવારની ઈજ્જત મારે હવે ઉછાળવી નથી. મેં તેને પ્રેમ આપ્યો, પૈસા આપ્યા હવે મારી પાસે

કઈ વધ્યું નથી. શીતલ, તેની મિત્ર પ્રણાલી, ટીના, રૂચિત, મોસીન ટાઈગર, રીચા, નીરવ, આયાન, કંચન, હીના, દેવલ અને યુવી આ બધા મારા મોતના જવાબદાર છે. વીડિયોમાં ઝેરી દવા સેલફોસનું પેકેટ બતાવ્યું વીડિયોમાં ઘઉંમાં નાખવાના ઝેરી દવા સેલફોસનું પેકેટ બતાવીને વધુમાં જણાવ્યું હતું કે, મમ્મી પપ્પા મને માફ કરજો અને મિત્રોને પણ સાથ આપવા બદલ આભાર માન્યો હતો. આ સાથે જ પરિવારજનોમાં માતા-પિતા અને બહેનોને રડવાની મનાઈ કરી હતી. પોલીસને ન્યાય અપાવવા માટે અપીલ કરી હતી. આ સાથે જ તેના ફોનમાં વીડિયો અંગે અને શીતલે જે તેની સાથે કર્યું છે તેના પુરાવા હોવાનું જણાવ્યું

હતું. બંને આરોપીઓને ઝડપી પાડ્યા, અન્યોની શોધખોળ ઉત્રાણ પોલીસ સ્ટેશનના પીઆઈ ડી.યુ.બારડે જણાવ્યું હતું કે, શીતલ લાલુભાઈ રાઠવા (ઉં.વ.24, રહે., ફલેટ નં.303 સંજીવની એપાર્ટમેન્ટ, કૈલાસપીઠ, અઠવાગેટ, સુરત શહેર, મૂળ વતન ધર નં.65, નિશાળ ફળિયું, ગામ-ચિત્રાળિયુ, તા.સાગબારા, જી.નર્મદા) અને તેના પ્રેમી મોહસીન ઉર્ફે ટાઇગર હનીફભાઈ મેમણ (ઉ.વ.36, રહે., 2262, ગાયત્રીનગર સોસાયટી, સરીબુજરંગ ગામ, તા.ગણદેવી, જિ.નવસારી)ને હોટલ ખાતેથી પકડી પાડવામાં આવ્યાં હતાં. મોહસીન પરિણીત છે અને મોરેશિયસમાં મરી-મસાલા એક્સ્પોર્ટ કરે છે અને આગામી દિવસોમાં હોટલ શરૂ કરવાનો છે. તે મોરસિયસ આવતો જતો રહે છે. જ્યારે અન્ય આરોપીઓને પકડી પાડવાની દિશામાં ચક્રો ગતિમાન કર્યા છે.

Leave a Reply

Related Post