શું સોહેલ ખાને એક્સ વાઈફ સાથે દગો કર્યો હતો?: સીમા સજદેહે કહ્યું- મારા માટે અફેર કોઈ ડીલ બ્રેકર નથી, દરેક માણસ ભૂલો કરે છે

શું સોહેલ ખાને એક્સ વાઈફ સાથે દગો કર્યો હતો?:સીમા સજદેહે કહ્યું- મારા માટે અફેર કોઈ ડીલ બ્રેકર નથી, દરેક માણસ ભૂલો કરે છે
Email :

સલમાન ખાનનો ભાઈ સોહેલ ખાન તેની પર્સનલ લાઈફના કારણે સમાચારમાં છે. એક્ટરે ત્રણ વર્ષ પહેલાં સીમા સજદેહથી છૂટાછેડા લીધા હતા. 24 વર્ષના લગ્નજીવન પછી, બંને અલગ થયાં હતાં. હવે 'ફેબ્યુલસ લાઈવ્સ ઓફ બોલિવૂડ વાઇવ્સ'ને આપેલા ઇન્ટરવ્યૂમાં સીમા સજદેહે છૂટાછેડા અને તેના એક્સ પતિ સાથેના સંબંધો વિશે જાહેરમાં વાત કરી. બ્રેકઅપ અંગે તેણે કહ્યું કે- લગ્ન ફક્ત અફેરને કારણે નથી તૂટતાં. સીમા સજદેહે

વાતચીતમાં કહ્યું, જ્યારે તમે એવા લગ્નજીવનમાં હોવ જ્યાં તમે લડતા રહો છો અને એકબીજા પર દોષારોપણ કરતા રહો છો, ત્યારે તમે તમારા બાળકોને તમારું 100% આપી શકતા નથી. ઘરમાં માતા-પિતાને જોઈને બાળકનું જીવન તણાવપૂર્ણ બની જાય છે. અને જ્યારે તમે પોતે ખુશ નથી, ત્યારે તમે તમારા બાળકોને પણ ખુશ રાખી શકતા નથી. સીમા સજદેહ આગળ કહ્યું કે- દગો આપવાથી હંમેશા લગ્નજીવનનો

અંત નથી આવતો. આપણે બધા માણસ છીએ અને આપણે ભૂલો કરી શકીએ છીએ. ઘણી વાર આપણે આપણી ભૂલોમાંથી શીખીને સારા માણસ બનીએ છીએ. સીમા કહે છે, હું પ્રામાણિકપણે કહું છું કે, મારા માટે અફેર કોઈ ડીલ બ્રેકર નથી. આપણે બધા માણસો છીએ અને આપણે બધા આપણી ભૂલોમાંથી શીખીએ છીએ. તે કેવા પ્રકારનું અફેર હતું તેના પર ઘણું નિર્ભર કરે છે. ખરેખર તો

તમે જીવનને કેવી રીતે જુઓ છો તે જ ડીલ બ્રેકર છે. લગ્ન અને છૂટાછેડા વિશે વાત કરતાં સીમાએ આગળ કહ્યું, તમારે એવી ક્ષણે પહોંચવું જોઈએ જ્યાં તમને તે વ્યક્તિ ફરીથી ગમે. તમારે તે વ્યક્તિને નફરત ન કરવી જોઈએ. તમે લગ્નજીવનમાં ખૂબ જ બેદરકાર બની જાઓ છો. જો કોઈએ મને તે સમયે પૂછ્યું હોત, તો હું તેને દરેક વસ્તુ માટે દોષી ઠેરવત.

'પોતાના પરિવાર સાથેના સંબંધો તોડવા મુશ્કેલ છે' સીમા સજદેહે અગાઉ ઇન્ડિયા ટુડેને જણાવ્યું હતું કે- સોહેલના પરિવાર સાથે સંબંધ તોડવો મુશ્કેલ બની ગયો હતો. તેણે કહ્યું હતું કે- હું કદાચ આગળ વધી ગઈ છું, સોહેલ પણ આગળ વધી ગયો છે, પણ અમારા બે બાળકો છે. જો આ સોહેલનો પરિવાર છે, તો મારો પણ છે. અમે એક પરિવાર છીએ. હું આખી જિંદગી તેમની સાથે

જોડાયેલી રહીશ. મેં તે ઘરમાં ઘણા વર્ષો વિતાવ્યા છે. આટલા વર્ષો સુધી તે લગ્નજીવનમાંથી મને ઘણું બધું મળ્યું છે. હું આ માટે આભારી છું. સીમા અને સોહેલ ભાગીને કર્યા હતા લગ્ન જ્યારે સીમા અને સોહેલ એકબીજાના પ્રેમમાં પડ્યા હતા, ત્યારે બંનેએ 1998માં ભાગીને લગ્ન કરી લીધા હતા. વર્ષ 2022માં બંનેએ છૂટાછેડા માટે અરજી કરી હતી. જોકે આ પહેલા બંને અલગ રહેતા હતા.

Related Post