Daily Horoscope: જેઠ સુદ સાતમને સોમવાર, બે રાશિએ આરોગ્ય સંભાળવુ, રાશિફળ

Daily Horoscope: જેઠ સુદ સાતમને સોમવાર, બે રાશિએ આરોગ્ય સંભાળવુ, રાશિફળ
Email :

રાશિફળનું આપણા જીવનમાં ખૂબ મહત્ત્વ હોય છે રાશિફળ (Rashifal)થી ભવિષ્યમાં થનારી ઘટનાઓનો આભાસ થાય છે. રાશિફળનું નિર્માણ ગ્રહ ગોચર અને નક્ષત્રની ચાલના આધાર પર કરવામાં આવે છે તો આવો જોઇએ આજનો તમારો દિવસ કેવો રહેશે.

જાણો આપનું આજનું રાશિફળ અને જાણો આપનો આજનો દિવસ કેવો રહેશે. કઇ બાબતોથી થશે આપને ફાયદો અને કોનાથી રહેવું દૂર. સાથે જાણો કે ક્યા કાર્યોમાં થશે પ્રગતી અને કઇ બાબતો વધારશે આપની તકલીફ. આપને ક્યાં રહેશે સાનુકુળતા અને ક્યાં કરવો પડશે ઝંઝાવાતનો સામનો આવો જાણીએ તમામ રાશિનું રાશિફળ.

વિક્રમ સંવત 2081 જેઠ સુદ સાતમ. સોમવાર, યહૂદી શબ્બાથ. ચંદ્ર મધાની યુતિ.

મેષ રાશિ

કાર્ય સફળતા અને તણાવમુક્તિ માટે ધીરજની જરૂર પડે, તબિયત સાચવજો.

વૃષભ રાશિ

પ્રતિકૂળતાના સંજોગોમાંથી બહાર આવવાનો માર્ગ મળે, નાણાભીડનો અનુભવ.

મિથુન રાશિ

સ્નેહીથી મિલન- સહકાર- આર્થિક સમસ્યાનો ઉકેલ, અકસ્માતથી સાવધ રહેવું.

કર્ક રાશિ

માનસિક પ્રસન્નતા જણાય, સ્વજનથી મતભેદ ટાળજો, નાણાભીડનો અનુભવ.

સિંહ રાશિ

આપની ધીરજની કસોટી થતી લાગે, વિલંબથી ફળ મળે. મતભેદો નિવારી લેજો.

કન્યા રાશિ

ગૂંચવાયેલા પ્રશ્નો ઉકેલી શકાશે ખર્ચ-વ્યયના પ્રસંગ, આરોગ્ય સાચવવું.

તુલા રાશિ

માનસિક તણાવમાંથી મુક્તિ મેળવવાના પ્રયત્નો ફળશે, નાણાકીય ચિંતા દૂર થાય.

વૃશ્ચિક રાશિ

લોભ-લાલચથી દૂર રહી ચાલવા સલાહ છે. કૌટુંબિક બાબત અંગે સાનુકૂળતા, પ્રવાસ.

ધન રાશિ

વધુ પડતા આત્મવિશ્વાસ અને હિંમતથી સાહસ હિતાવહ નથી, ધીરજ શાંતિ જરૂરી.

મકર રાશિ

આપના પ્રયત્નો સફળ થતા જોઈ શકશો, ગૃહજીવનના પ્રશ્નો હલ થતાં લાગે, ખર્ચ.

કુંભ રાશિ

આધ્યાત્મિક બળ દ્વારા શાંતિ અને સફળતા જણાય, વિરોધી પાછા પડે, લાભની તક.

મીન રાશિ

આપના આદર્યા અધૂરા ન રહી જાય તે માટે સક્રિય રહેજો, નાણાભીડ, વિવાદ.

Leave a Reply

Related Post