Daily Horoscope: ફાગણ સુદ ત્રીજને રવિવાર, બે રાશિના અટકેલા કામ થશે

Daily Horoscope: ફાગણ સુદ ત્રીજને રવિવાર, બે રાશિના અટકેલા કામ થશે
Email :

વિક્રમ સંવત 2081 ફાગણ સુદ ત્રીજને રવિવાર, પંચક. શુક્ર વક્રી. મુ. રમજાન માસ શરૂ.

રાશિફળનું આપણા જીવનમાં ખૂબ મહત્ત્વ હોય છે રાશિફળ (Rashifal)થી ભવિષ્યમાં થનારી ઘટનાઓનો આભાસ થાય છે. રાશિફળનું નિર્માણ ગ્રહ ગોચર અને નક્ષત્રની ચાલના આધાર પર કરવામાં આવે છે તો આવો જોઇએ આજનો તમારો દિવસ કેવો રહેશે

જાણો આપનું આજનું રાશિફળ અને જાણો આપનો આજનો દિવસ કેવો રહેશે. કઇ બાબતોથી થશે આપને ફાયદો અને કોનાથી રહેવું દૂર. સાથે જાણો કે ક્યા કાર્યોમાં થશે પ્રગતી અને કઇ બાબતો વધારશે આપની તકલીફ. આપને ક્યાં રહેશે સાનુકુળતા અને ક્યાં કરવો પડશે ઝંઝાવાતનો સામનો આવો જાણીએ તમામ રાશિનું રાશિફળ

મેષ રાશિ

સ્નેહી સ્વજનથી મિલન, પ્રવાસ સાનુકૂળ કાર્યો થતા જણાય, સમય સાથ આપે.

વૃષભ રાશિ

નાણાભીડનો કોઈ ઉકેલ મળે, જૂના લેણા મળે, કૌટુંબિક અશાંતિ રહે, તબિયત સામાન્ય નરમ બને.

મિથુન રાશિ

ચિંતા અને તણાવ છતાં કાર્ય સફળતા, નવી આશા અને ભાગ્ય પરિવર્તનની તક મળતી જણાય.

કર્ક રાશિ

આ સમયમાં ખોટા ખર્ચાને વધી ન જાય તે જોજો, આવક સામે જાવક વધે, તબિયત સાચવવી.

સિંહ રાશિ

કોઈ સાનુકૂળ અને લાભદાયી તક મળે, વિકાસ પ્રગતિનો માર્ગ ખૂલે.

કન્યા રાશિ

નોકરી-વ્યવસાયિક બાબતો અંગે સાનુકૂળ તક, કાર્ય થાય, સંપત્તિ-વાહનની ચિંતા રહે.

તુલા રાશિ

માનસિક તણાવ વધે, ગૃહવિવાદ ટાળજો, કેટલાક અટકેલા લાભ મળે.

વૃશ્ચિક રાશિ

આ સમયમાં આરોગ્ય સાચવવું, નાના-મોટા અંતરાય કે મુશ્કેલી બાદ પ્રગતિ.

ધન રાશિ

સાનુકૂળતા સર્જાય, ગૃહજીવનના સંવાદિતા સાધીને ગેરસમજ નિવારાશે.

મકર રાશિ

આપના વિરોધીઓ કે છૂપા વિઘ્નસંતોષીઓ ફાવે નહીં, સફળતા માટે ધીરજ-મહેનત જરૂરી.

કુંભ રાશિ

આ સમયમાં માનસિક બોજો રહે, ખર્ચા વધશે, સંતાન- સ્નેહીની બાબતથી સમસ્યા જણાશે.

મીન રાશિ

કાર્ય સફળતા મળે, મકાન-વાહનના કામમાં પ્રગતિ, સારી વસ્તુ પ્રાપ્ત થઈ શકે.

Related Post