Daily Horoscope: જેઠ સુદ આઠમને મંગળવાર, આ રાશિએ સંભાળવું

Daily Horoscope: જેઠ સુદ આઠમને મંગળવાર, આ રાશિએ સંભાળવું
Email :

રાશિફળનું આપણા જીવનમાં ખૂબ મહત્ત્વ હોય છે રાશિફળ (Rashifal)થી ભવિષ્યમાં થનારી ઘટનાઓનો આભાસ થાય છે. રાશિફળનું નિર્માણ ગ્રહ ગોચર અને નક્ષત્રની ચાલના આધાર પર કરવામાં આવે છે તો આવો જોઇએ આજનો તમારો દિવસ કેવો રહેશે.

જાણો આપનું આજનું રાશિફળ અને જાણો આપનો આજનો દિવસ કેવો રહેશે. કઇ બાબતોથી થશે આપને ફાયદો અને કોનાથી રહેવું દૂર. સાથે જાણો કે ક્યા કાર્યોમાં થશે પ્રગતી અને કઇ બાબતો વધારશે આપની તકલીફ. આપને ક્યાં રહેશે સાનુકુળતા અને ક્યાં કરવો પડશે ઝંઝાવાતનો સામનો આવો જાણીએ તમામ રાશિનું રાશિફળ.

મેષ રાશિ

આપના નોકરી-ધંધા કે કૌટુંબિક કાર્યને આગળ ધપાવી શકશો. ઈષ્ટફળની આશા ફળી ભુત થતી જણાય.

વૃષભ રાશિ

અવરોધમાંથી બહાર નીકળવાનો માર્ગ મળે, સ્નેહીનો સાથ સહકાર, આર્થિક સ્થિતિ ટકાવી શકશો.

મિથુન રાશિ

અંતઃકરણમાં વ્યથા વિષાદને દૂર કરવા હકારાત્મક વલણ ઉપયોગી બને, આરોગ્ય સાચવજો.

કર્ક રાશિ

આપના ગૂંચવાયેલા અથવા હાથ ધરેલા કામોને સફળ બનાવવાની તક મદદ ઉભી કરી શકશો.

સિંહ રાશિ

નસીબ બગડયું લાગતું હોય તો પુરુષાર્થની મદદ લઈ સફળતા પ્રગતિ કરી શકશો.

કન્યા રાશિ

આપના પ્રતિકૂળ સંજોગો દૂર થવા લાગે, અશાંતિના વાદળ વિખેરાતા જણાય, સ્નેહીથી મિલન.

તુલા રાશિ

આપની તબિયત સુધરતી જણાય, ખર્ચ-વ્યય ટાળજો, સ્નેહીથી સંવાદિતા રહે.

વૃશ્ચિક રાશિ

મહેનત રંગ લાવતી જણાય, કાર્ય સફળતાની તક સ્નેહીથી મતભેદ.

ધન રાશિ

આવક કરતાં જાવક વધે નહીં તે જોજો, તબિયતની સાચવણી જરૂરી માનજો.

મકર રાશિ

આર્થિક વ્યવહારોમાં સાવધ રહેવું. ધંધાકીય પ્રગતિ જણાય, મિલન-મુલાકાત ફળે.

કુંભ રાશિ

આપની અગત્યની યોજના અંગે જરૂરી મદદ મળતી જણાય, ચિંતા હળવી બને.

મીન રાશિ

આપની પ્રગતિ વિકાસની અપેક્ષા માટે સંજોગ સુધરશે, આરોગ્ય ચિંતા દૂર થાય.

Leave a Reply

Related Post