Daily Horoscope: અષાઢ સુદ દસમને શનિવાર, આ રાશિનો ખર્ચ વધશે

Daily Horoscope: અષાઢ સુદ દસમને શનિવાર, આ રાશિનો ખર્ચ વધશે
Email :

રાશિફળનું આપણા જીવનમાં ખૂબ મહત્ત્વ હોય છે રાશિફળ (Rashifal)થી ભવિષ્યમાં થનારી ઘટનાઓનો આભાસ થાય છે. રાશિફળનું નિર્માણ ગ્રહ ગોચર અને નક્ષત્રની ચાલના આધાર પર કરવામાં આવે છે તો આવો જોઇએ આજનો તમારો દિવસ કેવો રહેશે.

જાણો આપનું આજનું રાશિફળ અને જાણો આપનો આજનો દિવસ કેવો રહેશે. કઇ બાબતોથી થશે આપને ફાયદો અને કોનાથી રહેવું દૂર. સાથે જાણો કે ક્યા કાર્યોમાં થશે પ્રગતી અને કઇ બાબતો વધારશે આપની તકલીફ. આપને ક્યાં રહેશે સાનુકુળતા અને ક્યાં કરવો પડશે ઝંઝાવાતનો સામનો આવો જાણીએ તમામ રાશિનું રાશિફળ.

વિક્રમ સંવત 2081 અષાઢ સુદ દસમને શનિવાર, આ રાશિનો ખર્ચ વધશે

મેષ રાશિ

આરોગ્યની કાળજી લેવી જરૂરી સમજશો, નાણાકીય વ્યવહારોમાં સાવધાની વર્તવી.

વૃષભ રાશિ

દાંપત્યજીવન કે ભાગીદારી યા સ્વજનો અંગેની બાબતોની ગૂંચ હશે તો ઉકેલી શકશો.

મિથુન રાશિ

વ્યવસાયિક ચિંતાનો ઉકેલ મળે, અને પ્રગતિકારક તક સર્જાતી જણાય, વિવાદ ટાળજો.

કર્ક રાશિ

મૂંઝવણોમાંથી બહાર આવી શકશો, નાણાભીડનો ઉકેલ આવતો લાગે, આરોગ્ય જાળવતું લાગે.

સિંહ રાશિ

અધૂરા કાર્યોને પૂર્ણ કરવા વધુ ધ્યાન જરૂરી, વિઘ્ન જણાય, ગૃહજીવનમાં ગેરસમજ ન સર્જાય તે જોજો.

કન્યા રાશિ

વ્યવસાયિક સમસ્યાઓ ઉકેલવા માટેના પ્રયત્નો સફળ થતા જણાય, મહત્ત્વની મુલાકાત ફળે.

તુલા રાશિ

આપણી એષણાઓને સાકાર કરવાની તક સર્જાય, ખર્ચ વધે, આરોગ્યની કાળજી લેવી.

વૃશ્ચિક રાશિ

સંજોગો સુધરતા જણાય, સ્નેહી સ્વજનોથી મનમેળ રાખી લેજો, પ્રવાસ સફળ રહે.

ધન રાશિ

વ્યવસાયિક કામગીરી અંગે કેટલીક પ્રતિકૂળતા જણાશે, ધીરજથી પ્રશ્નો ઉકેલી શકાય.

મકર રાશિ

મનોવેદનામાંથી બહાર નીકળી શકશો, મિત્રોથી આનંદ રહે, નાણાકીય સ્થિતિ સુધરવા નવો માર્ગ અપનાવવો.

કુંભ રાશિ

સંયમ અને સ્વસ્થતાથી ધારેલું લક્ષ પ્રાપ્ત કરી શકશે, ગૃહજીવનના કાર્ય અંગે સાનુકૂળતા, યાત્રા પ્રવાસની તક.

મીન રાશિ

સામા પવને ચાલવું પડે, હિંમત ટકાવી રાખજો તો અવશ્ય ફતેહ મળે, કૌટુંબિક ચિંતા, ખર્ચનો પ્રસંગ.

Leave a Reply

Related Post