Daily Horoscope: ચૈત્ર સુદ અગિયારને મંગળવાર, આ રાશિને મળશે સમયનો સાથ

Daily Horoscope: ચૈત્ર સુદ અગિયારને મંગળવાર, આ રાશિને મળશે સમયનો સાથ
Email :

રાશિફળનું આપણા જીવનમાં ખૂબ મહત્ત્વ હોય છે રાશિફળ (Rashifal)થી ભવિષ્યમાં થનારી ઘટનાઓનો આભાસ થાય છે. રાશિફળનું નિર્માણ ગ્રહ ગોચર અને નક્ષત્રની ચાલના આધાર પર કરવામાં આવે છે તો આવો જોઇએ આજનો તમારો દિવસ કેવો રહેશે

જાણો આપનું આજનું રાશિફળ અને જાણો આપનો આજનો દિવસ કેવો રહેશે. કઇ બાબતોથી થશે આપને ફાયદો અને કોનાથી રહેવું દૂર. સાથે જાણો કે ક્યા કાર્યોમાં થશે પ્રગતી અને કઇ બાબતો વધારશે આપની તકલીફ. આપને ક્યાં રહેશે સાનુકુળતા અને ક્યાં કરવો પડશે ઝંઝાવાતનો સામનો આવો જાણીએ તમામ રાશિનું રાશિફળ

વિક્રમ સંવત. 2081 ચૈત્ર સુદ એકાદશી. મંગળવાર તા.08.04.2025 

મેષ 

સાનુકૂળ સંજોગો અને જોઈતી તકોનો લાભ ઉઠાવી શકશો, સંયમ શાંતિ જરૂરી બને.

વૃષભ 

ધાર્મિક અને શુભ કામકાજો અંગે સંજોગોની મદદ રહે, પ્રતિકૂળતાનો ઉપાય મળે.

મિથુન 

લાભકારી કાર્ય રચના અને અગત્યની મુલાકાતો માટે સમય સાથ આપતો લાગે.

કર્ક 

તકલીફો કે અપરાધોની પરવા કર્યા વિના કાર્ય કર્યે જાવ સફળતા રાહ જોતી હશે.

સિંહ 

તમારા મનને સ્વસ્થ અને શાંત રાખવા વિચારીને ઘોડાને બાંધી દેજો, નાણાકીય ખર્ચા.

કન્યા 

મન હશે તો માળવે જવાય, એ મુજબ સંકલ્પ ઈચ્છા શક્તિ કેળવજો, સાનુકૂળતા સર્જાય.

તુલા 

સ્વસ્થચિત્ત અને દૃઢ સંકલ્પ તમને સફળતા તરફ દોરી જશે, લાગણીઓ પર કાબુ રાખજો.

વૃશ્ચિક

આવેશ, ઉતાવળને કારણે કામ બગડે નહીં તે જોજો, સંજોગો સામે સંઘર્ષ જણાય.

ધન 

આપની મૂંઝવણોના ઉકેલનો માર્ગ જડી આવે, કૌટુંબિક કાર્યમાં પ્રગતિ જણાય, તબિયત જળવાય.

મકર

સો નિરાશામાં એક અમર આશા છૂપાયેલી છે તે ન ભૂલશો, પ્રયત્નો ચાલુ રાખી આશા પૂર્ણ થવાની રાહ જુઓ.

કુંભ 

કંટાળાની ભાવનાને ખંખેરી નાંખી સક્રિય બની આગળ વધશો તો ફતેહ થશો, મિત્રની મદદ મહત્ત્વની નીવડે.

મીન 

ખોટા મોટા સાહસ કરતાં નાનું ફળદાયી ડગલું ભરવું વધુ સારું તેમ માની ચાલજો, સ્નેહીથી મિલન.

Leave a Reply

Related Post