Daily Horoscope: જેઠ સુદ તેરસને સોમવાર, આ રાશિની નાણાભીડ દૂર થાય

Daily Horoscope: જેઠ સુદ તેરસને સોમવાર, આ રાશિની નાણાભીડ દૂર થાય
Email :

વિક્રમ સંવત 2081 જેઠ સુદ તેરસ. સોમવાર, વિંછુડો ક.08.49 થી શરૂ.

રાશિફળનું આપણા જીવનમાં ખૂબ મહત્ત્વ હોય છે રાશિફળ (Rashifal)થી ભવિષ્યમાં થનારી ઘટનાઓનો આભાસ થાય છે. રાશિફળનું નિર્માણ ગ્રહ ગોચર અને નક્ષત્રની ચાલના આધાર પર કરવામાં આવે છે તો આવો જોઇએ આજનો તમારો દિવસ કેવો રહેશે.

જાણો આપનું આજનું રાશિફળ અને જાણો આપનો આજનો દિવસ કેવો રહેશે. કઇ બાબતોથી થશે આપને ફાયદો અને કોનાથી રહેવું દૂર. સાથે જાણો કે ક્યા કાર્યોમાં થશે પ્રગતી અને કઇ બાબતો વધારશે આપની તકલીફ. આપને ક્યાં રહેશે સાનુકુળતા અને ક્યાં કરવો પડશે ઝંઝાવાતનો સામનો આવો જાણીએ તમામ રાશિનું રાશિફળ.

મેષ રાશિ

અગત્યના કામકાજોને આગળ ધપાવી શકશો, વિઘ્નો પાર થાય, સ્વજનથી મિલન.

વૃષભ રાશિ

કાર્ય સફળતા મેળવવાનો વધુ પ્રયત્નો જરૂરી રાખજો, સામાજિક પ્રસંગથી પ્રસન્નતા.

મિથુન રાશિ

ખર્ચ અને ખરીદીઓ પર કાબુ રાખજો, મતભેદો અટકાવજો, આરોગ્ય સચવાય.

કર્ક રાશિ

વ્યવસાયિક બાબતો અને અગત્યના કાર્ય અંગે સાનુકૂળ તક આવી મળે, ખર્ચ જણાય.

સિંહ રાશિ

મિલન-મુલાકાત પ્રવાસ અંગે સાનુકૂળતા, તબિયત અંગે ઠીક, નાણાભીડ દૂર થાય.

કન્યા રાશિ

આપની ગૂંચવાયેલી સમસ્યા હલ થતી લાગે, મિત્ર ઉપયોગી થાય, પ્રવાસ મજાનો રહે.

તુલા રાશિ

આપની આશાઓ ફળદાયી જણાય, વિકાસની કેડી લાધે, સ્વજન અને મિત્રોની મદદ.

વૃશ્ચિક રાશિ

પ્રવાસ-પર્યટનમાં વિલંબ વિઘ્ન બાદ ખુશી અનુભવાય, કાર્ય સફળતા માટે પ્રયત્નો વધારજો.

ધન રાશિ

મનની મુરાદોને બર લાવવા યોગ્ય આયોજન જરૂરી, ચિંતા વિષાદ દૂર કરી શકશો.

મકર રાશિ

આપના અવરોધો દૂર થાય, સમસ્યાઓએ ઉકેલ લાધે, નાણાકીય કાર્ય બને, પ્રવાસ મજાનો.

કુંભ રાશિ

સુખદ અને આનંદની પળો માણી શકશો, તબિયત સુધરતી લાગે, ગૃહજીવનના કાર્ય થાય.

મીન રાશિ

આપના વ્યવસાયિક ક્ષેત્રે નવીન તકો સર્જાય, પ્રયત્નો ફળતા જણાય, સ્નેહીજનથી મિલન.

Leave a Reply

Related Post