Daily Horoscope: મહા સુદ તેરસને સોમવાર, વિશ્વકર્મા જયંતી પર જાણીલો રાશિફળ

Daily Horoscope: મહા સુદ તેરસને સોમવાર, વિશ્વકર્મા જયંતી પર જાણીલો રાશિફળ
Email :

રાશિફળનું આપણા જીવનમાં ખૂબ મહત્ત્વ હોય છે રાશિફળ (Rashifal)થી ભવિષ્યમાં થનારી ઘટનાઓનો આભાસ થાય છે. રાશિફળનું નિર્માણ ગ્રહ ગોચર અને નક્ષત્રની ચાલના આધાર પર કરવામાં આવે છે તો આવો જોઇએ આજનો તમારો દિવસ કેવો રહેશે

જાણો આપનું આજનું રાશિફળ અને જાણો આપનો આજનો દિવસ કેવો રહેશે. કઇ બાબતોથી થશે આપને ફાયદો અને કોનાથી રહેવું દૂર. સાથે જાણો કે ક્યા કાર્યોમાં થશે પ્રગતી અને કઇ બાબતો વધારશે આપની તકલીફ. આપને ક્યાં રહેશે સાનુકુળતા અને ક્યાં કરવો પડશે ઝંઝાવાતનો સામનો આવો જાણીએ તમામ રાશિનું રાશિફળ

વિક્રમ સંવત 2081 મહા સુદ તેરસને સોમવાર, વિશ્વકર્મા જયંતી. મોઢેશ્વરી પાટોત્સવ- મોઢેરા.

મેષ રાશિ

સંજોગો પ્રતિકૂળતા ભર્યા બને, કોઈને કોઈ સારો માર્ગ જડી આવે. ગૃહવિવાદ, પ્રવાસ.

વૃષભ રાશિ

મહત્ત્વના કામકાજો અંગે કોઈનો સારો સહકાર લાભદાયી બને, પ્રવાસ, વિઘ્નો દૂર થાય.

મિથુન રાશિ

આવક સામે જાવક વધતા નાણાંની ખેંચ જણાશે. કૌટુંબિક બાબતથી પરેશાની અનુભવાય.

કર્ક રાશિ

ધાર્યા કામમાં પ્રગતિના દ્વાર ખુલતા જણાય, તબિયત સુધરે અને સ્નેહી જીવનસાથીથી મનમેળ.

સિંહ રાશિ

આપના ખર્ચા વધે નહીં તે જોજો, સમયમાં તાલમેલ, નાણાકીય બાબતો અંગે ચિંતા થાય.

કન્યા રાશિ

અગત્યની લાભ પ્રગતિની તક મળે, સ્નેહી પ્રિયજનથી સહકાર જણાય, પ્રવાસ અગત્યનો બને.

તુલા રાશિ

કામગીરીઓ અંગે બોજો તણાવ રહે, મકાન-મિલકત વાહન અંગે સાનુકૂળતા.

વૃશ્ચિક રાશિ

સંજોગો સુધરતા ફળદાયી બને, સ્વજન-મિત્ર અંગેના કાર્ય થઈ શકે.

ધન રાશિ

તબિયત સાચવવી, નાણાભીડ અને કોઈ છુપા હિત શત્રુ અંગેની ચિંતા ઉકેલાય.

મકર રાશિ

સફળતા માટે વધુ મહેનત જરૂરી, જીવનસાથી, ભાગીદારી અંગે પ્રતિકૂળતા.

કુંભ રાશિ

નોકરીમાં તકલીફ દૂર થાય, ખર્ચ વધે, આરોગ્ય ચિંતા.

મીન રાશિ

સાનુકૂળ સંજોગો, પ્રવાસ, ભાગ્ય ફળે, સંતાન ચિંતા.

Related Post