Daily Horoscope: જેઠ સુદ પૂનમને બુધવાર, જાણો રાશિફળ

Daily Horoscope: જેઠ સુદ પૂનમને બુધવાર, જાણો રાશિફળ
Email :

વિક્રમ સંવત 2081 જેઠ સુદ પૂનમ બુધવાર , સંત કબીર જયંતી. પારસી બહમન

રાશિફળનું આપણા જીવનમાં ખૂબ મહત્ત્વ હોય છે રાશિફળ (Rashifal)થી ભવિષ્યમાં થનારી ઘટનાઓનો આભાસ થાય છે. રાશિફળનું નિર્માણ ગ્રહ ગોચર અને નક્ષત્રની ચાલના આધાર પર કરવામાં આવે છે તો આવો જોઇએ આજનો તમારો દિવસ કેવો રહેશે.

જાણો આપનું આજનું રાશિફળ અને જાણો આપનો આજનો દિવસ કેવો રહેશે. કઇ બાબતોથી થશે આપને ફાયદો અને કોનાથી રહેવું દૂર. સાથે જાણો કે ક્યા કાર્યોમાં થશે પ્રગતી અને કઇ બાબતો વધારશે આપની તકલીફ. આપને ક્યાં રહેશે સાનુકુળતા અને ક્યાં કરવો પડશે ઝંઝાવાતનો સામનો આવો જાણીએ તમામ રાશિનું રાશિફળ.

મેષ રાશિ

આપના સ્વાભિમાનને ઠેસ ન પહોંચે તે માટે નરમ અને ઉદાર વલણ જરૂરી બને, નાણાભીડ રહે.

વૃષભ રાશિ

રૂકાવટોને પાર કરીને આપ કાર્ય સફળતાનું ધ્યેય પામી શકશો. ગૃહજીવનના સાધાનકારી વલણ ઉપયોગી બને.

મિથુન રાશિ

કોઈપણ સમસ્યાને સૂલઝાવવા ઈશ્વર અને મહેનત પર આધાર રાખવો પડે, પ્રવાસ, મુલાકાતો ફળે.

કર્ક રાશિ

સાહસ અને આવેશ પર વિવેકબુદ્ધિનો સંયમ જરૂરી, કૌટુંબિક બાબતો અંગે સાનુકૂળતા.

સિંહ રાશિ

કલ્પનાઓના ઘોડાઓને નાથીને વાસ્તવિક્તાને સમજી ચાલવા સલાહ છે. ગૃહકાર્ય થાય.

કન્યા રાશિ

આપના અગત્યના કામકાજ અંગે યોગ્ય વાતાવરણ સર્જી શકશો, કૌટુંબિક બાબતો હલ કરી શકશો.

તુલા રાશિ

આપના કાર્ય આડેના વિઘ્નોને પાર કરી શકશો, ગૃહજીવનમાં સંવાદિતા રહે, નાણાભીડ.

વૃશ્ચિક રાશિ

માનસિક હતાશામાંથી બહાર આવી શકશો, કૌટુંબિક કામ થાય.

ધન રાશિ

આપના પ્રયત્નોનું મીઠું ફળ ચાખી શકશો, ધીરજની જરૂર પડે.

મકર રાશિ

લાભદાયી સંજોગોનો ઉપયોગ કરી શકશો, કૌટુંબિક પ્રશ્ન હલ થાય.

કુંભ રાશિ

આપના મનની મૂંઝવણ દૂર થાય, લાભની આશા જણાય, પ્રવાસ મજાનો.

મીન રાશિ

આત્મવિશ્વાસ દૃઢતા હિંમતના ગુણ જરૂર કામ લાગે, પ્રવાસ, મુલાકાત ફળદાયી.

Leave a Reply

Related Post