Daily Horoscope: ચૈત્ર સુદ પૂનમને શનિવાર હનુમાન જન્મોત્સવ પર જાણો રાશિફળ

Daily Horoscope: ચૈત્ર સુદ પૂનમને શનિવાર હનુમાન જન્મોત્સવ પર જાણો રાશિફળ
Email :

વિક્રમ સંવત 2081 ચૈત્ર સુદ પૂનમને શનિવાર વ્રતની-ચૈત્રી પૂનમ. હનુમાન જન્મોત્સવ.

રાશિફળનું આપણા જીવનમાં ખૂબ મહત્ત્વ હોય છે રાશિફળ (Rashifal)થી ભવિષ્યમાં થનારી ઘટનાઓનો આભાસ થાય છે. રાશિફળનું નિર્માણ ગ્રહ ગોચર અને નક્ષત્રની ચાલના આધાર પર કરવામાં આવે છે તો આવો જોઇએ આજનો તમારો દિવસ કેવો રહેશે.

જાણો આપનું આજનું રાશિફળ અને જાણો આપનો આજનો દિવસ કેવો રહેશે. કઇ બાબતોથી થશે આપને ફાયદો અને કોનાથી રહેવું દૂર. સાથે જાણો કે ક્યા કાર્યોમાં થશે પ્રગતી અને કઇ બાબતો વધારશે આપની તકલીફ. આપને ક્યાં રહેશે સાનુકુળતા અને ક્યાં કરવો પડશે ઝંઝાવાતનો સામનો આવો જાણીએ તમામ રાશિનું રાશિફળ.

મેષ રાશિ

સામાજિક કાર્યો અંગેની બાબતો માટે સાનુકૂળતા સર્જાય, નાણાભીડ હજુ મૂંઝવતી લાગે.

વૃષભ રાશિ

મનની મુરાદોને બર આવતી જોઈ શકશો, સમય ભલે વધુ લાગે, પ્રવાસ, મિલન મુલાકાત અંગે ઠીક.

મિથુન રાશિ

વધુ પડતાં સ્વપ્નસેવી બનવા કરતાં વાસ્તવિકતાની નક્કર ધરતી પર રહી ચાલશો તો લાભ છે.

કર્ક રાશિ

આપની વધુ પડતી ઊંચી આકાંક્ષાઓ પાછળ દોડવા કરતાં નજીક દેખાતો લાભ લઈ લેવો સારો સમજો.

સિંહ રાશિ

કામકાજો અટક્યા હશે તો આગળ ધપાવી શકશો, અને સ્વજન મિત્રોથી ગેરસમજો દૂર કરજો.

કન્યા રાશિ

અગણિત ચિંતાઓને નાથવા વધુ કાર્યશીલ રહેજો અને સ્વજનો, મિત્રોથી સમાધાન રાખજો, ખર્ચ વધે.

તુલા રાશિ

મહત્ત્વની કામગીરીઓને માટે આગળ ધપાવી શકશો, ઈચ્છિત ફળ વિલંબથી મળે, નાણાભીડ.

વૃશ્ચિક રાશિ

તમારી ઈચ્છાશક્તિથી તમે કોઈ પણ અવરોધોને પાર કરી શકશો, ઉશ્કેરાટ આવેશ પર સંયમ જરૂરી.

ધન રાશિ

વધુ પડતાં આત્મવિશ્વાસી કે ખર્ચાળ ન બની જવાય તે જોજો, લાભની આશા ફળતી જણાય, પ્રવાસ.

મકર રાશિ

રચનાત્મક પ્રવૃત્તિઓ માટે સાનુકૂળ સંજોગ સર્જાય, સ્વજનનો સાથ વધે, તબિયત જાળવજો.

કુંભ રાશિ

ભાવનાશીલ થશો તો દિલ દુભાતુ લાગે, સમજદારીથી ચાલવા સલાહ, મિલન-મુલાકાત.

મીન રાશિ

નાણાકીય મૂંઝવણોનો ઉપાય મેળવી શકશો, તમારા વિરોધીઓના હાથ હેઠાં પડે, સ્વજનથી મિલન.

Leave a Reply

Related Post