Daily Horoscope: ફાગણ સુદ તેરસને બુધવાર, સૂર્ય શનિની યુતિ પર જાણો રાશિફળ

Daily Horoscope: ફાગણ સુદ તેરસને બુધવાર, સૂર્ય શનિની યુતિ પર જાણો રાશિફળ
Email :

રાશિફળનું આપણા જીવનમાં ખૂબ મહત્ત્વ હોય છે રાશિફળ (Rashifal)થી ભવિષ્યમાં થનારી ઘટનાઓનો આભાસ થાય છે. રાશિફળનું નિર્માણ ગ્રહ ગોચર અને નક્ષત્રની ચાલના આધાર પર કરવામાં આવે છે તો આવો જોઇએ આજનો તમારો દિવસ કેવો રહેશે

જાણો આપનું આજનું રાશિફળ અને જાણો આપનો આજનો દિવસ કેવો રહેશે. કઇ બાબતોથી થશે આપને ફાયદો અને કોનાથી રહેવું દૂર. સાથે જાણો કે ક્યા કાર્યોમાં થશે પ્રગતી અને કઇ બાબતો વધારશે આપની તકલીફ. આપને ક્યાં રહેશે સાનુકુળતા અને ક્યાં કરવો પડશે ઝંઝાવાતનો સામનો આવો જાણીએ તમામ રાશિનું રાશિફળ

વિક્રમ સંવત 2081 ફાગણ સુદ તેરસને બુધવાર, બગીચા તેરસ. સૂર્ય શનિની યુતિ

મેષ રાશિ

લાભની આવકની આશા ઠગારી નીવડતી જણાય, છેલ્લી ઘડીએ કામ અટકતા લાગે, તબિયત સાચવવી.

વૃષભ રાશિ

માનસિક તણાવ રહે, કાર્ય બોજા વધે, ગૃહવિવાદનો પ્રસંગ ટાળવો, પ્રવાસ.

મિથુન રાશિ

નોકરી ધંધા યા અન્ય મહત્ત્વની કામગીરીઓ આગળ વધે, સફળતાની તક, કૌટુંબિક બાબતો પર ધ્યાન આપવું પડે.

કર્ક રાશિ

ખોટા ખર્ચ, વ્યય અટકાવજો, કોઈ આર્થિક સમસ્યા દેખાય, મિત્ર ઉપયોગી બને, ગૃહજીવનમાં મનદુઃખ નિવારવું.

સિંહ રાશિ

આશા નિરાશામાં પલ્ટાતી જોવાય, અવરોધ બાદ કાર્ય સફળતા માટે તબિયત સચવાય, પ્રવાસ ફળે.

કન્યા રાશિ

ધાર્યું કામ વિલંબમાં પડે, પ્રવાસ અંગે વિઘ્ન બાદ પ્રગતિ, કૌટુંબિક ચિંતા હળવી બને.

તુલા રાશિ

આવક કરતાં જાવક વધતી જણાય, જે નાણાં ભીડ રખાવે, તબિયત સુધરે, અન્ય કામકાજો અંગે સાનુકૂળ તક.

વૃશ્ચિક રાશિ

સમસ્યા યા મૂંઝવણના કારણે તણાવ મહેનત વધે, આવેલ તક સરે નહીં તે જોજો.

ધન રાશિ

માનસિક મૂંઝવણ જણાય, આરોગ્ય સાચવજો,નાણાકીય કામમાં પ્રગતિ, મિત્રની મદદ.

મકર રાશિ

નોકરી-વ્યવસાયમાં અંતરાય જણાય, ધાર્યું અટકતું લાગે, ગૃહજીવનમાં તણાવ, પ્રવાસમાં સફળતા.

કુંભ રાશિ

અગત્યની કામગીરી અંગે સાનુકૂળતા, મિત્ર-સ્વજનનો સહકાર, ખર્ચ, ટાળજો.

મીન રાશિ

વિઘ્ન બાદ કાર્ય લાભ, નવીન તક મળે, મિલન-મુલાકાત વિવાદ ટાળવા.

Related Post