Daily Horoscope: જેઠ વદ બીજને શુક્રવાર આ રાશિની તબિયત સુધરશે

Daily Horoscope: જેઠ વદ બીજને શુક્રવાર આ રાશિની તબિયત સુધરશે
Email :

રાશિફળનું આપણા જીવનમાં ખૂબ મહત્ત્વ હોય છે રાશિફળ (Rashifal)થી ભવિષ્યમાં થનારી ઘટનાઓનો આભાસ થાય છે. રાશિફળનું નિર્માણ ગ્રહ ગોચર અને નક્ષત્રની ચાલના આધાર પર કરવામાં આવે છે તો આવો જોઇએ આજનો તમારો દિવસ કેવો રહેશે.

જાણો આપનું આજનું રાશિફળ અને જાણો આપનો આજનો દિવસ કેવો રહેશે. કઇ બાબતોથી થશે આપને ફાયદો અને કોનાથી રહેવું દૂર. સાથે જાણો કે ક્યા કાર્યોમાં થશે પ્રગતી અને કઇ બાબતો વધારશે આપની તકલીફ. આપને ક્યાં રહેશે સાનુકુળતા અને ક્યાં કરવો પડશે ઝંઝાવાતનો સામનો આવો જાણીએ તમામ રાશિફળનું ફળ.

વિક્રમ સંવત 2081 જેઠ વદ બીજને શુક્રવાર, ગુરુનો લોપ-અસ્ત પશ્ચિમે

મેષ રાશિ

આજે મનોકામના પૂર્ણ થવામાં અડચણ જણાય, પ્રવાસ-પર્યટન-મુલાકાતો માટે સાનુકૂળ દિવસ.

વૃષભ રાશિ

માનસિક તણાવમાંથી બહાર આવી શકશો, ખર્ચ ખરીદીનો પ્રસંગ, મહત્ત્વની મુલાકાત ઉપયોગી.

મિથુન રાશિ

કૌટુંબિક સામાજિક કામકાજો અંગે સફળતા અને સંજોગો સાનુકૂળ રહે, વિશ્વાસે ચાલવું નહીં.

કર્ક રાશિ

અંગત સમસ્યા જણાશે. કોઈ અણધાર્યો ખર્ચનો પ્રસંગ, ટેન્શન દૂર થાય, પ્રવાસ મજાનો.

સિંહ રાશિ

લાભ કરતાં વ્યય વધુ જણાય, મહત્ત્વની તક મળે, આપના પ્રયત્નો ફળદાયી નીવડતાં જણાશે.

કન્યા રાશિ

અગત્યની કામગીરીમાં રૂકાવટ જણાય, ધાર્યું કરવામાં વિલંબ, વિઘ્ન, પ્રવાસ થાય, ખર્ચના પ્રસંગો.

તુલા રાશિ

તમારા પ્રયત્નોનું મીઠું ફળ ચાખી શકશો, વિવાદ દૂર કરદો. સંયમ જરૂરી, તબિયત સુધરતી લાગે.

વૃશ્ચિક રાશિ

તમારા મનની મુરાદ મનમાં રહી જાય તે માટે હાર્ડવર્ક જરૂરી, પ્રવાસમાં વિઘ્ન, આર્થિક સમસ્યા.

ધન રાશિ

ધીરજની કસોટી થતી લાગે, કાર્ય સફળતા મેળવવા માટે ટેન્શનમાંથી મુક્તિ મળશે, પ્રવાસ થાય.

મકર રાશિ

આપના ધાર્યા કામમાં રૂકાવટ જણાશે, માનસિક ઉદ્વેગ અનુભવાય, નાણાકીય બાબતો અંગે ગૂંચવણ.

કુંભ રાશિ

આપના પ્રયત્નો વ્યર્થ ન બને તે જોજો, કોઈના ભરોસે ન ચાલવું, ગૃહજીવનના કાર્યો પાર પડે.

મીન રાશિ

મૂંઝવણોમાંથી માર્ગ મળશે, આર્થિક આયોજન પર ધ્યાન આપજો, ખોટા ખર્ચા અટકાવજો.

Leave a Reply

Related Post