Daily Horoscope: મહા વદ બીજને શુક્રવાર, આ રાશિ માટે સફળતાના ખૂલશે દ્વાર

Daily Horoscope: મહા વદ બીજને શુક્રવાર, આ રાશિ માટે સફળતાના ખૂલશે દ્વાર
Email :

રાશિફળનું આપણા જીવનમાં ખૂબ મહત્ત્વ હોય છે રાશિફળ (Rashifal)થી ભવિષ્યમાં થનારી ઘટનાઓનો આભાસ થાય છે. રાશિફળનું નિર્માણ ગ્રહ ગોચર અને નક્ષત્રની ચાલના આધાર પર કરવામાં આવે છે તો આવો જોઇએ આજનો તમારો દિવસ કેવો રહેશે.

જાણો આપનું આજનું રાશિફળ અને જાણો આપનો આજનો દિવસ કેવો રહેશે. કઇ બાબતોથી થશે આપને ફાયદો અને કોનાથી રહેવું દૂર. સાથે જાણો કે ક્યા કાર્યોમાં થશે પ્રગતી અને કઇ બાબતો વધારશે આપની તકલીફ. આપને ક્યાં રહેશે સાનુકુળતા અને ક્યાં કરવો પડશે ઝંઝાવાતનો સામનો આવો જાણીએ તમામ રાશિનું રાશિફળ

વિક્રમ સંવત 2081 મહા વદ બીજ. શુક્રવાર.ચંદ્ર ગુરુનો કેન્દ્રયોગ 

મેષ રાશિ

આપના પ્રયત્નો એેળે ન જાય તે જોજો, ધીરજના ફળ મીઠા મળતાં લાગે, સંતાન સુખ મળે.

વૃષભ રાશિ

વાદ-વિવાદ ટાળજો, આપની મૂંઝવણ વધતી લાગે, સફળતા આખરે જરૂર મળતી જણાય.

મિથુન રાશિ

નાણાકીય પ્રશ્નોથી ચિંતા રહે, ધાર્યું ન થતાં ચિંતા, નિરાશા જણાય, કૌટુંબિક કામ સફળ થાય.

કર્ક રાશિ

કૌટુંબિક કામકાજમાં સફળતા મળે, પ્રવાસથી આનંદ મળે, અગત્યના કામમાં આગળ વધી શકશો.

સિંહ રાશિ

અંગત પ્રશ્નોથી ચિંતા રહે, ખર્ચ-ખરીદી જણાય, મહત્ત્વના કામ સફળ વધતા લાગે.

કન્યા રાશિ

આપના વ્યવસાયિક તેમજ અન્ય મહત્ત્વના પ્રશ્નો ઉઠાવવાની તક મળે, મિલન-મુલાકાતથી આનંદ મળે.

તુલા રાશિ

લાભની આશા ઠગારી નીવડે, કૌટુંબિક કામ સફળ થાય, પ્રવાસ અંગે ખર્ચ-વ્યય રહે.

વૃશ્ચિક રાશિ

મનની મુરાદ મનમાં રહે, વાદ-વિવાદ ટાળજો, કૌટુંબિક પ્રશ્નોથી મૂંઝવણ રહે.

ધન રાશિ

પ્રતિકૂળતામાંથી માર્ગ મેળવી શકશો, નિરાશા દૂર થાય, અગત્યનું કામ બનતું જણાય.

મકર રાશિ

લાભની તક મળે તે ઝડપી લેજો, આરોગ્ય અંગે તકેદારી લેજો, ગૃહવિવાદનો ઉકેલ મળે.

કુંભ રાશિ

આર્થિક પ્રશ્નોથી ચિંતા રહે, સંપત્તિના કામ અંગે પ્રતિકૂળતા રહે, મિલન-મુલાકાતથી લાભ મળે.

મીન રાશિ

ધાર્યા કાર્ય અંગે અડચણ રહે, મહત્ત્વની મુલાકાતથી આનંદ, સ્નેહી સ્વજનનો સહકાર રહે.

Related Post