Daily Horoscope: વૈશાખ વદ ત્રીજને ગુરુવાર, ત્રણ રાશિનો થશે ભાગ્યોદય

Daily Horoscope: વૈશાખ વદ ત્રીજને ગુરુવાર, ત્રણ રાશિનો થશે ભાગ્યોદય
Email :

રાશિફળનું આપણા જીવનમાં ખૂબ મહત્ત્વ હોય છે રાશિફળ (Rashifal)થી ભવિષ્યમાં થનારી ઘટનાઓનો આભાસ થાય છે. રાશિફળનું નિર્માણ ગ્રહ ગોચર અને નક્ષત્રની ચાલના આધાર પર કરવામાં આવે છે તો આવો જોઇએ આજનો તમારો દિવસ કેવો રહેશે.

જાણો આપનું આજનું રાશિફળ અને જાણો આપનો આજનો દિવસ કેવો રહેશે. કઇ બાબતોથી થશે આપને ફાયદો અને કોનાથી રહેવું દૂર. સાથે જાણો કે ક્યા કાર્યોમાં થશે પ્રગતી અને કઇ બાબતો વધારશે આપની તકલીફ. આપને ક્યાં રહેશે સાનુકુળતા અને ક્યાં કરવો પડશે ઝંઝાવાતનો સામનો આવો જાણીએ તમામ રાશિનું રાશિફળ.

મેષ રાશિ

આપના નોકરી, ધંધા કે ઘરના પ્રશ્નોને હાથ ધરી શકશો, તબિયત સુધરતી જણાય.

વૃષભ રાશિ

નસીબ અને પુરુષાર્થનો અજય સુમેળ સાધી શકશો, નાણાભીડ, ખર્ચ અટકાવજો.

મિથુન રાશિ

આપની માનસિક, અશાંતિ, બેચેની દૂર થવાની એંધાણ મળે, નાણાભીડ દૂર થાય.

કર્ક રાશિ

સામાજિક-કૌટુંબિક કામકાજને આગળ ધપાવી શકશો, ચિંતાના વાદળ વિખેરાય, પ્રવાસ ફળે.

સિંહ રાશિ

નસીબ થોડું પાછું પડતું જણાતું હોય તો થોડો પુરુષાર્થ, ઈચ્છાશક્તિ વધારજો, તબિયત સચવાય.

કન્યા રાશિ

આપની અગત્યની પ્રવૃત્તિ સફળ થતી જણાય, તબિયત ચિંતા દૂર થાય, નાણાભીડનો ઉકેલ સાંપડે.

તુલા રાશિ

હાથ ધરેલું કામકાજ અંગે પ્રગતિ જણાય, મિત્ર-સંબંધની મદદથી સફળતા રહે. કૌટુંબિક વાતાવરણ સુધરે.

વૃશ્ચિક રાશિ

આપના મનના ઓરતા અધૂરા રહે નહીં તે માટે યોગ્ય પુરુષાર્થ જરૂરી સમજો,વાદ-વિવાદથી દૂર રહેવું.

ધન રાશિ

સામાજિક ક્ષેત્રે પ્રગતિકારક સંજોગ આવે, આર્થિક સમસ્યાઓ હલ થતી જણાય.

મકર રાશિ

પ્રવાસ, મિલન-મુલાકાત અંગે સમય સાનુકૂળ થાય, યોગ્ય તકનો લાભ આપજો.

કુંભ રાશિ

કોઈ મમત કે દુરાગ્રહ ન રાખવા સલાહ છે, સંજોગો સાથે સંવાદિતા રાખવાથી લાભ- સફળતા મળે.

મીન રાશિ

નોકરી-ધંધાના ક્ષેત્રે કોઈ સાનુકૂળ તક યા સંજોગ સર્જાતા જણાય, સ્વજનથી ગેરસમજ વધે નહીં તે જોજો.

Leave a Reply

Related Post