Daily Horoscope: વૈશાખ વદ ચોથને શુક્રવાર જાણો રાશિફળ

Daily Horoscope: વૈશાખ વદ ચોથને શુક્રવાર જાણો રાશિફળ
Email :

વિક્રમ સંવત 2081 વૈશાખ વદ ચોથ. શુક્રવાર, સંકષ્ટ ચતુર્થી પર જાણો રાશિફળ

રાશિફળનું આપણા જીવનમાં ખૂબ મહત્ત્વ હોય છે રાશિફળ (Rashifal)થી ભવિષ્યમાં થનારી ઘટનાઓનો આભાસ થાય છે. રાશિફળનું નિર્માણ ગ્રહ ગોચર અને નક્ષત્રની ચાલના આધાર પર કરવામાં આવે છે તો આવો જોઇએ આજનો તમારો દિવસ કેવો રહેશે.

જાણો આપનું આજનું રાશિફળ અને જાણો આપનો આજનો દિવસ કેવો રહેશે. કઇ બાબતોથી થશે આપને ફાયદો અને કોનાથી રહેવું દૂર. સાથે જાણો કે ક્યા કાર્યોમાં થશે પ્રગતી અને કઇ બાબતો વધારશે આપની તકલીફ. આપને ક્યાં રહેશે સાનુકુળતા અને ક્યાં કરવો પડશે ઝંઝાવાતનો સામનો આવો જાણીએ તમામ રાશિનું રાશિફળ.

મેષ રાશિ

આપના નોકરી, વ્યવસાય કે સંપત્તિના કામકાજોને ઉકેલી શકવા શક્તિમાન થશો, સ્નેહીથી મિલન.

વૃષભ રાશિ

અગત્યના પ્રશ્નોને હલ કરવા વધુ એકાગ્રતા અને પ્રયત્નો જરૂરી, કાર્ય સફળતા, પ્રવાસ.

મિથુન રાશિ

મનની મૂંઝવણમાંથી મુક્તિ મેળવવાનો માર્ગ મળે, સ્વજનની હૂંફ, તબિયત સચવાય.

કર્ક રાશિ

અણધારી તક આવી મળતાં ઇષ્ટ ફળની આશા સર્જાય, મિત્ર-સ્નેહીની ચિંતા દૂર થાય.

સિંહ રાશિ

કામકાજનો બોજ હળવો થાય, સામાજિક જાહેર કાર્ય થાય, સ્નેહીથી મતભેદ ટાળજો.

કન્યા રાશિ

ધીરજની કસોટી થતી લાગે, આવક કરતાં જાવક ન વધે તે જોજો, ગૃહજીવનમાં સંવાદિતા.

તુલા રાશિ

લક્ષ દૂર દેખાય પરંતુ ધીરજપૂર્વક કાર્ય કરતા પાસે આવી શકશે, લાભદાયી કાર્ય રચના.

વૃશ્ચિક રાશિ

મહેનતનું ફળ મેળવી શકશો, સ્નેહી સ્વજનથી મિલન-મુલાકાત, અગત્યની તક મળે.

ધન રાશિ

વિરોધીઓના હાથ હેઠાં પડતાં માનસિક રાહત જણાય, આર્થિક આયોજન જરૂરી સમજજો.

મકર રાશિ

મનની મુરાદોને મનમાં ઢબુરી ન રાખતા, પુરુષાર્થથી સાકાર કરજો, મહેનત રંગ લાવે.

કુંભ રાશિ

આવેશ-ઉશ્કેરાટને કાબુમાં રાખી આગળ વધજો, સમયના તકાજાને સમજજો, શાંતિ રાખવી.

મીન રાશિ

આપની અપેક્ષાઓને ભલે અધૂરી રહેતી લાગે, પણ કર્મ નિરર્થક નહીં જાય, આશાનો ઝબકાર.

Leave a Reply

Related Post