Daily Horoscope: વૈશાખ વદ છઠ્ઠને રવિવાર, છઠ્ઠ વૃદ્ધિ દિન પર જાણો રાશિફળ

Daily Horoscope: વૈશાખ વદ છઠ્ઠને રવિવાર, છઠ્ઠ વૃદ્ધિ દિન પર જાણો રાશિફળ
Email :

વિક્રમ સંવત 2081 વૈશાખ વદ છઠ્ઠ. રવિવાર,છઠ્ઠ વૃદ્ધિ દિન, રાહુ કુંભમાં. કેતુ સિંહમાં

રાશિફળનું આપણા જીવનમાં ખૂબ મહત્ત્વ હોય છે રાશિફળ (Rashifal)થી ભવિષ્યમાં થનારી ઘટનાઓનો આભાસ થાય છે. રાશિફળનું નિર્માણ ગ્રહ ગોચર અને નક્ષત્રની ચાલના આધાર પર કરવામાં આવે છે તો આવો જોઇએ આજનો તમારો દિવસ કેવો રહેશે.

જાણો આપનું આજનું રાશિફળ અને જાણો આપનો આજનો દિવસ કેવો રહેશે. કઇ બાબતોથી થશે આપને ફાયદો અને કોનાથી રહેવું દૂર. સાથે જાણો કે ક્યા કાર્યોમાં થશે પ્રગતી અને કઇ બાબતો વધારશે આપની તકલીફ. આપને ક્યાં રહેશે સાનુકુળતા અને ક્યાં કરવો પડશે ઝંઝાવાતનો સામનો આવો જાણીએ તમામ રાશિનું રાશિફળ.

મેષ રાશિ

સાનુકૂળ સંજોગનો લાભ લઈ લેજો, પ્રવાસનું આયોજન, સ્વજનની મદદ.

વૃષભ રાશિ

સ્વપ્નો તરંગોનો મૃગની પાછળ દોડશો નહીં, નક્કર સત્ય પર આધાર રાખશો તો લાભ છે.

મિથુન રાશિ

સામા પવને ચાલવા જશો નહીં, સાહસ પર અંકુશ રાખજો, આર્થિક કટોકટી જણાય.

કર્ક રાશિ

સંજોગોને આધીન રહેવા કરતાં સંજોગોને આધીન બનાવજો, સ્વજનથી સહકાર, ખર્ચા વધતા લાગે.

સિંહ રાશિ

નાણાકીય જવાબદારીઓ વધતી જણાય, સ્વજનોથી ગેરસમજ ટાળજો, તબિયત સુધરે.

કન્યા રાશિ

મનોકામનાની પૂર્તિ માટે ભક્તિ ઉપરાંત કાર્ય સાધના પણ જરૂરી, ગૃહવિવાદ ઉકેલાય.

તુલા રાશિ

આપની માનસિક અશાંતિ હશે તો દૂર કરવાનો રસ્તો મળે, તબિયત સુધરતી લાગે, મિલન-મુલાકાત.

વૃશ્ચિક રાશિ

આપના પ્રયત્નોનું મીઠું ફળ ચાખવા મળે, સામાજિક કાર્ય થાય, સફળતાની તક.

ધન રાશિ

આપના મહત્ત્વના કામકાજ આડેના વિઘ્નોને દૂર કરી શકશો, સ્વજન-મિત્રથી સહકાર.

મકર રાશિ

આપના ગૃહજીવનના કાર્ય અંગે ધ્યાન આપવું જરૂરી, આર્થિક સમસ્યા હલ કરી શકશો.

કુંભ રાશિ

આપની ઘરની કે બહારની સમસ્યાને હલ કરવાની તક આવી મળે, ખર્ચ પર કાબુ રાખજો.

મીન રાશિ

આપના વ્યવસાયિક ક્ષેત્રે સાનુકૂળ તક આવી મળે, ચિંતા મુક્તિની આશા રહે, કૌટુંબિક પ્રશ્નો હલ થાય.

Leave a Reply

Related Post