Daily Horoscope: ચૈત્ર વદ છઠ્ઠને શનિવાર, બે રાશિ નાણાભીડ અનુભવશે, રાશિફળ

Daily Horoscope: ચૈત્ર વદ છઠ્ઠને શનિવાર, બે રાશિ નાણાભીડ અનુભવશે, રાશિફળ
Email :

રાશિફળનું આપણા જીવનમાં ખૂબ મહત્ત્વ હોય છે રાશિફળ (Rashifal)થી ભવિષ્યમાં થનારી ઘટનાઓનો આભાસ થાય છે. રાશિફળનું નિર્માણ ગ્રહ ગોચર અને નક્ષત્રની ચાલના આધાર પર કરવામાં આવે છે તો આવો જોઇએ આજનો તમારો દિવસ કેવો રહેશે.

જાણો આપનું આજનું રાશિફળ અને જાણો આપનો આજનો દિવસ કેવો રહેશે. કઇ બાબતોથી થશે આપને ફાયદો અને કોનાથી રહેવું દૂર. સાથે જાણો કે ક્યા કાર્યોમાં થશે પ્રગતી અને કઇ બાબતો વધારશે આપની તકલીફ. આપને ક્યાં રહેશે સાનુકુળતા અને ક્યાં કરવો પડશે ઝંઝાવાતનો સામનો આવો જાણીએ તમામ રાશિનું રાશિફળ.

વિક્રમ સંવત 2081 ચૈત્ર વદ છઠ્ઠ. શનિવાર, સૌર ગ્રીષ્મ ઋતુ શરૂ.

મેષ રાશિ

સામાજિક ક્ષેત્રે પ્રગતિકારક સંજોગ, આર્થિક સંકડામણનો અનુભવ, પ્રવાસ ફળે.

વૃષભ રાશિ

શારીરિક, માનસિક સ્વાસ્થ્ય જાળવણી તરફ ધ્યાન આપજો. મનના ઓરતા અધૂરા રહેતા જણાય.

મિથુન રાશિ

કૌટુંબિક યા વ્યવસાયિક ક્ષેત્રે મનદુઃખના પ્રસંગને મનમાં ન ધરશો, તબિયત સાચવજો.

કર્ક રાશિ

આપના ધ્યેયને પ્રાપ્ત કરવા તમારે નિયમિત અને કાર્યશીલ રહેવાની જરૂર સમજવી પડશે કુટુંબથી સુખ.

સિંહ રાશિ

રચનાત્મક પ્રવૃત્તિઓને આગળ વધારી ફતેહ મેળવી શકશો, ગૃહવિવાદ અટકે, નાણાભીડ.

કન્યા રાશિ

માનસિક સમાધાન મળતું જણાય, ઉન્નતિની તક સર્જાય, કૌટુંબિક પ્રશ્ન મૂંઝવતો લાગે.

તુલા રાશિ

આવક કરતાં જાવક વધતી જણાય, ગૃહજીવનના કામમાં સાનુકૂળ તક, તબિયત સાચવવી.

વૃશ્ચિક રાશિ

મુશ્કેલી અને સમસ્યાનો ઉકેલ મેળવી શકશો, મિત્ર-સ્વજન ઉપયોગી બને.

ધન રાશિ

ઉતાવળા સો બાવરા કહેવત ધ્યાનમાં લઈ ધીરજ ધરશો તો નુકસાન અટકે, ગૃહવિવાદ નિવારજો.

મકર રાશિ

ભાવુક્તા પર સંયમ હશે તો પ્રસંગોની મઝા માણી શકશો, સ્વજનથી મિલન-ખર્ચ જણાય.

કુંભ રાશિ

આપના વિરોધીઓનીકારી ચાલે નહીં, કાર્ય સફળતાની તક સર્જાય, સ્વજનથી પ્રસન્નતા.

મીન રાશિ

ઉત્સાહ આશાના બળે અને કાર્ય સફળતા મેળવી શકશો, પ્રિયજનનો સહકાર, ખર્ચ વધતું જણાય.

Leave a Reply

Related Post