Daily Horoscope: મહા વદ છઠ્ઠને બુધવાર, છત્રપતિ શિવાજી જયંતી પર જાણો રાશિફળ

Daily Horoscope: મહા વદ છઠ્ઠને બુધવાર, છત્રપતિ શિવાજી જયંતી પર જાણો રાશિફળ
Email :

રાશિફળનું આપણા જીવનમાં ખૂબ મહત્ત્વ હોય છે રાશિફળ (Rashifal)થી ભવિષ્યમાં થનારી ઘટનાઓનો આભાસ થાય છે. રાશિફળનું નિર્માણ ગ્રહ ગોચર અને નક્ષત્રની ચાલના આધાર પર કરવામાં આવે છે તો આવો જોઇએ આજનો તમારો દિવસ કેવો રહેશે

જાણો આપનું આજનું રાશિફળ અને જાણો આપનો આજનો દિવસ કેવો રહેશે. કઇ બાબતોથી થશે આપને ફાયદો અને કોનાથી રહેવું દૂર. સાથે જાણો કે ક્યા કાર્યોમાં થશે પ્રગતી અને કઇ બાબતો વધારશે આપની તકલીફ. આપને ક્યાં રહેશે સાનુકુળતા અને ક્યાં કરવો પડશે ઝંઝાવાતનો સામનો આવો જાણીએ તમામ રાશિનું રાશિફળ

વિક્રમ સંવત 2081 મહા વદ છઠ્ઠ . બુધવાર, સૂર્ય શતતારામાં. છત્રપતિ શિવાજી જયંતી.

મેષ રાશિ

આર્થિક સમસ્યાનો હલ મળે, આવક ઊભી થાય, કૌટુંબિક બાબતો પર ધ્યાન આપવું, હરીફથી સાવધ રહેવું.

વૃષભ રાશિ

આપની મનની મુરાદોને સાકાર કરવાના પ્રયત્નો ફળે, નવા કાર્ય થાય, ગૃહજીવનમાં સંવાદિતા.

મિથુન રાશિ

આ સમયમાં ખોટા-ખર્ચ-વ્યયનો પ્રસંગ બને, છુપા વિરોધીથી સાવધ રહેવું, તબિયત નરમ બને.

કર્ક રાશિ

આ સમયમાં આપની મહત્ત્વની કામગીરીમાં પ્રગતિ થાય, નવી આશા જાગે, બદલી, પ્રમોશનની તક.

સિંહ રાશિ

આપના નોકરી-ધંધાના ક્ષેત્રે વધુ મહેનત કરવી પડે, ફળ અટકતું લાગે, મહત્ત્વની વ્યક્તિની મુલાકાત.

કન્યા રાશિ

આપના પ્રયત્નોનું મીઠું ફળ ચાખી શકો, પ્રવાસ યાત્રા થાય, નવીન તક મળે, ચિંતા ટળે.

તુલા રાશિ

મૂંઝવણ જણાય, તબિયત નરમ બને, નાણાભીડનો અનુભવ, વિઘ્ન બાદ કાર્ય સફળતા મળે.

વૃશ્ચિક રાશિ

આપની અગત્યની બાબતો અંગે સમય સુધરે, તણાવ દૂર થાય, પ્રવાસ વિલંબમાં પડે.

ધન રાશિ

આપના કામકાજો આડે અંતરાય જણાય, ખટપટોથી સાવધ રહેવું, તબિયત નરમ જણાય.

મકરરાશિ

ખર્ચનો પ્રસંગ, શત્રુભય જણાય, આપની ચિંતા દૂર થાય, મિલન-મુલાકાત, પ્રવાસ.

કુંભ રાશિ

સમસ્યા હળવી બને, સુખદ પ્રસંગ બને, વાહન-મકાન અંગે સાનુકૂળતા રહે, ખર્ચ વધે.

મીન રાશિ

આપનો સમય સુધરે, પ્રવાસ મજાનો બને, ખર્ચ વધે, આરોગ્ય સચવાય, મૂંઝવણ દૂર થાય.

Related Post