Daily Horoscope: વૈશાખ વદ છઠ્ઠને સોમવાર, આ રાશિને થશે બમ્પર લાભ

Daily Horoscope: વૈશાખ વદ છઠ્ઠને સોમવાર,  આ રાશિને થશે બમ્પર લાભ
Email :

વિક્રમ સંવત રાશિ ૨૦૮૧. વૈશાખ વદ છઠ્ઠ . સોમવાર, સાતમ ક્ષય તિથિ. ધનિષ્ઠા નવક શરૂ.

રાશિફળનું આપણા જીવનમાં ખૂબ મહત્ત્વ હોય છે રાશિફળ (Rashifal)થી ભવિષ્યમાં થનારી ઘટનાઓનો આભાસ થાય છે. રાશિફળનું નિર્માણ ગ્રહ ગોચર અને નક્ષત્રની ચાલના આધાર પર કરવામાં આવે છે તો આવો જોઇએ આજનો તમારો દિવસ કેવો રહેશે.

જાણો આપનું આજનું રાશિફળ અને જાણો આપનો આજનો દિવસ કેવો રહેશે. કઇ બાબતોથી થશે આપને ફાયદો અને કોનાથી રહેવું દૂર. સાથે જાણો કે ક્યા કાર્યોમાં થશે પ્રગતી અને કઇ બાબતો વધારશે આપની તકલીફ. આપને ક્યાં રહેશે સાનુકુળતા અને ક્યાં કરવો પડશે ઝંઝાવાતનો સામનો આવો જાણીએ તમામ રાશિનું રાશિફળ.

મેષ રાશિ

આપના મનનો ભાર હળવો બનતો જણાય, અગત્યના કામકાજ અંગે સાનુકૂળતા.

વૃષભ રાશિ

માનસિક અજંપો અનુભવાય,નાણાભીડમાંથી બહાર આવવાના પ્રયત્નો ફળે.

મિથુન રાશિ

આરોગ્ય ચિંતા દૂર થાય, સામાજિક કાજકાજ સફળ બને, વ્યવસાયિક પ્રગતિ ધીમી.

કર્ક રાશિ

વધુ પ્રયત્ને કાર્ય સફળતા મળતી જણાય, સ્નેહીનો સહકાર, ખર્ચ પર કાબુ રાખવો.

સિંહ રાશિ

આપની મનની મુરાદ મનમાં રહેતી લાગે, નિરાશ થયા વિના પ્રયત્ન ચાલુ રાખવા હિતાવહ.

કન્યા રાશિ

આદર્યા કામ અધૂરા ન રહે તે માટે વધુ પ્રયત્નો અને જાગૃતિ જરૂરી, પ્રશ્નનો ઉકેલ મળે.

તુલા રાશિ

પ્રગતિ અને સફળતા માટેના પ્રયત્નો વધારવા પડે, ગૃહજીવનની કામગીરી હાથ ધરી શકશો.

વૃશ્ચિક રાશિ

આપની માનસિક સ્વસ્થતા ટકાવજો, ઉતાવળે આંબા પકાવશો નહીં, મતભેદોથી દૂર રહેવું.

ધન રાશિ

આપની માન્યતાઓને જડતાથી વળગી ન રહો તો લાભ સફળતાની તક સર્જાય, પ્રવાસ મજાનો રહે.

મકર રાશિ

ગૃહજીવનની સમસ્યાઓ હોય તો તેનું નિવારણ મેળવી શકશો, વ્યવસાયિક કાર્ય સફળ બને.

કુંભ રાશિ

કરજથી દૂર રહેજો, માનસિક શાંતિ જાળવી લેજો, જાત પર નિર્ભર રહેજો.

મીન રાશિ

અગત્યના કામ આડે જો કોઈ મુશ્કેલી હશે તો તે દૂર થતી જણાય, લાભદાયી તક સર્જાય.

Leave a Reply

Related Post