Daily Horoscope: વૈશાખ વદ આઠમને મંગળવાર, આ રાશિની નાણાભીડ દૂર થશે

Daily Horoscope: વૈશાખ વદ આઠમને મંગળવાર, આ રાશિની નાણાભીડ દૂર થશે
Email :

વિક્રમ સંવત 2081 વૈશાખ વદ આઠમને મંગળવાર કાલાષ્ટમી. પંચક ક. 07.35થી.

રાશિફળનું આપણા જીવનમાં ખૂબ મહત્ત્વ હોય છે રાશિફળ (Rashifal)થી ભવિષ્યમાં થનારી ઘટનાઓનો આભાસ થાય છે. રાશિફળનું નિર્માણ ગ્રહ ગોચર અને નક્ષત્રની ચાલના આધાર પર કરવામાં આવે છે તો આવો જોઇએ આજનો તમારો દિવસ કેવો રહેશે.

જાણો આપનું આજનું રાશિફળ અને જાણો આપનો આજનો દિવસ કેવો રહેશે. કઇ બાબતોથી થશે આપને ફાયદો અને કોનાથી રહેવું દૂર. સાથે જાણો કે ક્યા કાર્યોમાં થશે પ્રગતી અને કઇ બાબતો વધારશે આપની તકલીફ. આપને ક્યાં રહેશે સાનુકુળતા અને ક્યાં કરવો પડશે ઝંઝાવાતનો સામનો આવો જાણીએ તમામ રાશિનું રાશિફળ.

મેષ રાશિ

સામા પવને ચાલતા હો તેવો અનુભવ છતાંય માર્ગ કાઢી શકશો, સામાજિક કાર્યમાં પ્રગતિ.

વૃષભ રાશિ

વ્યવસાયિક પ્રવૃત્તિઓ વધતી જણાય, ફળ વિલંબમાં પડતું લાગે, ગૃહવિવાદ ઉકેલાય.

મિથુન રાશિ

આપની મનગમતી બાબતો આડે અંતરાયો હશે તો દૂર થાય, પ્રગતિકારક સમય.

કર્ક રાશિ

ચિંતા, વિષાદના વાદળ વિખેરાતા જણાય, નસીબ સાથ આપતું લાગે, કૌટુંબિક ક્ષેત્રે સાનુકૂળતા.

સિંહ રાશિ

વધુ પ્રયત્ને અને ધીરજ બાદ કામ થતું જણાય, નિરાશ થયા વિના પ્રયત્નો ચાલુ રાખજો.

કન્યા રાશિ

ગણતરીપૂર્વકના પગલાંથી નુકસાન અટકતું જણાય, અગત્યની બાબત હલ થાય.

તુલા રાશિ

સામાજિક બાબતો અંગે આપ અગત્યનો નિર્ણય લઈ શકશો, સાનુકૂળ તક, સ્નેહીથી મિલન.

વૃશ્ચિક રાશિ

આપના ઘરના કે બહારના પ્રશ્નો અંગે જોઈતી સહાય, સાનુકૂળતા યા તક મળતી જણાય.

ધન રાશિ

આપની પરિસ્થિતિને સુધારવા આપને અગત્યની મદદ મળશે, લાભની તક, સામાજિક ક્ષેત્રે પ્રગતિ.

મકર રાશિ

આપની મૂંઝવણ કોઈ બાબત કે સમસ્યાનું નિરાકરણ લાવી શકશો, વિવાદ ટાળજો, પ્રવાસ ફળે.

કુંભ રાશિ

આપના વ્યવસાયિક કાર્યને આગળ ધપાવી શકશો, નાણાકીય વ્યવસ્થા ઊભી કરી શકાય.

મીન રાશિ

આપની સફળતાની આશા લાંબા ગાળે ફળતી જણાય, કુુટુંબીજનોથી મેળ રાખજો, નાણાભીડ.

Leave a Reply

Related Post