Daily Horoscope: ચૈત્ર વદ આઠમને સોમવાર, બે રાશિનો ખર્ચ વધશે

Daily Horoscope: ચૈત્ર વદ આઠમને સોમવાર, બે રાશિનો ખર્ચ વધશે
Email :

રાશિફળનું આપણા જીવનમાં ખૂબ મહત્ત્વ હોય છે રાશિફળ (Rashifal)થી ભવિષ્યમાં થનારી ઘટનાઓનો આભાસ થાય છે. રાશિફળનું નિર્માણ ગ્રહ ગોચર અને નક્ષત્રની ચાલના આધાર પર કરવામાં આવે છે તો આવો જોઇએ આજનો તમારો દિવસ કેવો રહેશે.

જાણો આપનું આજનું રાશિફળ અને જાણો આપનો આજનો દિવસ કેવો રહેશે. કઇ બાબતોથી થશે આપને ફાયદો અને કોનાથી રહેવું દૂર. સાથે જાણો કે ક્યા કાર્યોમાં થશે પ્રગતી અને કઇ બાબતો વધારશે આપની તકલીફ. આપને ક્યાં રહેશે સાનુકુળતા અને ક્યાં કરવો પડશે ઝંઝાવાતનો સામનો આવો જાણીએ તમામ રાશિનું રાશિફળ.

વિક્રમ સંવત 2081 ચૈત્ર વદ આઠમ. સોમવાર, ભારતીય સૌર વૈશાખ શરૂ.

મેષ રાશિ

વ્યસ્તતા અને કાર્યભાર વધતા જણાય, કૌટુંબિક બાબતોથી ચિંતા, પ્રવાસનું આયોજન કરી શકશો.

વૃષભ રાશિ

આપની ગૂંચવાયેલી પરિસ્થિતિ બદલાશે, અગત્યના કામમાં પ્રગતિ, સામાજિક પ્રશ્ન હલ કરી શકશો.

મિથુન રાશિ

નાણાકીય જરૂરિયાતો ઊભી કરવામાં સફળતા મળે, મનની મુરાદ બર આવતી જણાય, શત્રુથી સાવધાન.

કર્ક રાશિ

નોકરી-ધંધાના પ્રશ્નો હલ કરવાની તક સર્જાય, સ્નેહીનો સથવારો રહે, પ્રવાસમાં વિઘ્ન જણાય.

સિંહ રાશિ

સ્વમાનભંગના પ્રસંગ નિવારજો, આર્થિક સમસ્યા ઘેરી બનતી જણાય, સ્નેહીથી મિલન.

કન્યા રાશિ

સંજોગોના સાથે ઈચ્છિત કાર્યને સફળ બનાવી લેજો, ગૃહવિવાદ અટકાવજો. આર્થિક મૂંઝવણ દૂર થાય.

તુલા રાશિ

મનસૂબાઓને સાકાર કરવા આયોજન અને પરિશ્રામ જરૂરી માનજો, કૌટંુબિક બાબતો પર ધ્યાન આપજો.

વૃશ્ચિક રાશિ

કાર્યભાર, તણાવ સર્જાતો લાગે, પરંતુ યોગ્ય ગોઠવણ અને ધીરજથી શાંતિ મળે, સંજોગ સુધરે.

ધન રાશિ

યોગ્ય નિર્ણયો અને મક્કમ વલણથી કાર્ય સફળતાની બારી ખૂલતી જણાશે. તબિયત સારી થતી લાગે.

મકર રાશિ

મહત્ત્વની કામગીરીઓને આગળ ધપાવી શકશો, પ્રેમ-લાગણીઓ માપવાથી કેવળ દુઃખ સર્જાય.

કુંભ રાશિ

શુભ અને સારાં કાર્યો અંગે સંજોગો સાથ આપતાં જણાય, ખર્ચના પ્રસંગો રહે.

મીન રાશિ

મિત્ર-સ્વજનની મદદ દ્વારા કોઈ કાર્ય થતું લાગે, નિરાશા દૂર થવા લાગે, પ્રવાસની તક.

Leave a Reply

Related Post