Daily Horoscope: ચૈત્ર વદ નવમીને મંગળવાર, આ 3 રાશિને સફળતા મળશે

Daily Horoscope: ચૈત્ર વદ નવમીને મંગળવાર, આ 3 રાશિને સફળતા મળશે
Email :

વિક્રમ સંવત 2081 ચૈત્ર વદ નવમી. મંગળવાર, પંચક ક. 24.30થી.

રાશિફળનું આપણા જીવનમાં ખૂબ મહત્ત્વ હોય છે રાશિફળ (Rashifal)થી ભવિષ્યમાં થનારી ઘટનાઓનો આભાસ થાય છે. રાશિફળનું નિર્માણ ગ્રહ ગોચર અને નક્ષત્રની ચાલના આધાર પર કરવામાં આવે છે તો આવો જોઇએ આજનો તમારો દિવસ કેવો રહેશે.

જાણો આપનું આજનું રાશિફળ અને જાણો આપનો આજનો દિવસ કેવો રહેશે. કઇ બાબતોથી થશે આપને ફાયદો અને કોનાથી રહેવું દૂર. સાથે જાણો કે ક્યા કાર્યોમાં થશે પ્રગતી અને કઇ બાબતો વધારશે આપની તકલીફ. આપને ક્યાં રહેશે સાનુકુળતા અને ક્યાં કરવો પડશે ઝંઝાવાતનો સામનો આવો જાણીએ તમામ રાશિનું રાશિફળ.

મેષ રાશિ

નકારાત્મક વિચારો ત્યાગશો તો આજની મઝા માણી શકશો. પ્રિયજનો, મિત્રોનો સહકાર રહે, પ્રવાસ.

વૃષભ રાશિ

અપેક્ષાઓને માફ કરવાની ભાવના તમને સાચા આનંદની અનુભૂતિ કરાવશે. સફળતાની તક.

મિથુન રાશિ

આજે સંયમ અને સ્વસ્થતા અનુભવાય, સંજોગ સાથે તાલમેળ રાખી ચાલવાથી સારું રહેશે.

કર્ક રાશિ

ઉમ્મીદો ભલે ઊંચી રાખો પણ પહેલાં પગ પાસે નજર રાખીને આગળ વધશો તો લક્ષ ફળે, સ્નેહીથી મિલન.

સિંહ રાશિ

કોઈનો સાથ ન મળે તો એકલો જાને રે એ ઉક્તિને અનુસરશો તો ફળ વધુ જલદી મળે, પ્રવાસ ફળદાયી.

કન્યા રાશિ

મહત્ત્વના કાર્ય અંગે જોઈતી મદદ અને તક ઝડપી લેજો, વાદ-વિવાદથી દૂર રહેજો સ્વજન મિત્રથી સહકાર.

તુલા રાશિ

અવરોધને પાર કરી શકશો, ગૃહજીવનના કામકાજ થઈ શકશે, પ્રિયજનથી મિલન- ટેન્શન દૂર થાય.

વૃશ્ચિક રાશિ

લાભની આશા ઠગારી નીવડશે, ગૃહજીવનમાં ચકમક ઝરતી લાગે, નાણાભીડનો અનુભવ થશે.

ધન રાશિ

આપના મનની ઈચ્છા મનમાં રહેતી લાગે, અફસોસનો અનુભવ, પ્રવાસ, પર્યટન મુલાકાતથી આનંદ.

મકર રાશિ

સાનુકૂળ સંજોગો અને વિઘ્નને નિવારી શકશો, લાભની તક આવે, પ્રિયજનથી ગેરસમજ દૂર કરી શકશો.

કુંભ રાશિ

આરોગ્યની કાળજી લેવાની સલાહ છે. માનસિક ટેન્શન દૂર થાય, ખર્ચનો પ્રસંગ આવે, મહત્ત્વની મુલાકાત.

મીન રાશિ

ચિંતા-અશાંતિના વાદળ વિખેરાશે, ઉત્સાહનો અનુભવ થાય, નવીન કાર્ય માટે સાનુકૂળતા, સ્નેહીથી મિલન.

Leave a Reply

Related Post